Rohini vipul

Inspirational Others classics others

3.6  

Rohini vipul

Inspirational Others classics others

શૂન્યમાંથી સર્જન

શૂન્યમાંથી સર્જન

3 mins
23.3K


ચિંતન નામનો તરવરિયો યુવાન. એન્જિનિયર બન્યો,સારી કંપનીમાં નોકરી મળી. પણ એને સંતોષ થાય એવું કામ ન્હોતું. એની કુશળતા ખૂબ ઊંચી હતી. બસ આમને આમ સમય પસાર થઇ રહ્યો હતો.

થયું એવું કે કોઈક કારણોસર કંપની બંધ પડી. દરેક કર્મચારી ને પાણીચું આપવામાં આવ્યું. બહુ હો હા મચી ગયી. પણ થાય શું? કોણ જવાબ આપે? કોણ બધા કર્મચારીના પરિવારની જવાબદારી લે!? કોઈ જ નહિ. જે તે કર્મચારીએ પોતે જ નિભાવવું રહ્યું.

ચિંતનના માતાપિતા,એની પત્ની અને પોતે ચાર જણની જવાબદારી. એમ કઈ ઘરમાં બેસી રહે થોડું ચાલે. બહાર ખર્ચ મોં ફાડીને ઊભા છે. મોંઘવારી કહે એનું કામ. ચિંતન અત્યારે ચિંતનની અવસ્થામાં હતો. જાણે જે શૂન્ય પર આવીને ઊભો રહી ગયો હોય લાગી રહ્યું હતું!

ચિંતનને જ્યારે પણ કોઈ જાતનો તણાવ લાગે ત્યારે એ રસોઈ કરવા લાગતો. ખાસ કરીને મેગી ભજીયા અને ખીચડી વડા બનાવતો. આજુબાજુ માં પણ એના પડોશી એની રસોઈના વખાણ કરતા.

બાજુવાળા રમણ કાકા ચિંતનના પપ્પા પાસે બેસવા આવ્યા. એમને સુગંધ આવી એટલે એમણે પૂછ્યું," આજે શું ટેન્શન છે ચિંતનને?"

ચિંતન ના પપ્પા એ બધી વાત જણાવી. બંને મિત્રો વિચાર કરી રહ્યા હતાં ને ચિંતન મેગી ભજીયા લઈને આવ્યો. બંને મિત્રો એ ખાધા. અનાયાસે રમણ કાકા બોલી ગયા," લ્યા ચિંતન, તારે તો દુકાન ખોલવાની જરૂર છે આ મેગી ભજીયાની! ભઈ તું બહુ રોકડી કરીશ હો. સાચું કહું છું!"

ચિંતનના મગજમાં ઝબકારો થયો. અત્યારે બીજી કોઈ કમાણી નથી અને ઘણી જગ્યા એ ઈન્ટરવ્યુ આપ્યા છે. એની જવાબ ન આવે ત્યાં સુધી આજ કરી લઉં તો?

સાંજે જમીને ચારેય જણ બેઠા હતા ને ચિંતને બધાને પોતાની વિચાર જણાવ્યો. બધા થોડીવાર વિચારીને સહમત થયા. ઘરની બહાર નાની સ્ટોલ ઊભો કર્યો. આજુબાજુ વાળાને ખબર હતી એટલે એ લોકોનો ધસારો રહેતો. ધીરે ધીરે વાત બધે ફેલાવા લાગી. ધીમે ધીમે ચિંતને વાનગીઓ વધારી. 

ખૂબ સારી કમાણી થઇ રહી હતી. ચિંતન નવા નવા નુસખા અને નવી વાનગીઓ વિશે વિચારતો. કઈક નવું નવું ઉમેરતો અને સ્વાદ વધી જતો. એની પત્ની એની સાથે ખડેપગે રહેતી. દરેકે દરેક કામમાં સાથ આપતી.

એકવાર બંને બેઠા હતાં ચિંતનની પત્ની ચૈતાલી એ કહ્યું," હું વિચારતી હતી કે તમે આ ઝોમેટો કે સ્વિગી જેવી એપ માં આપણું નામ નોંધાવી દો. એમાં એ લોકો અહીંયા આવીને જ ઓર્ડર આપે એને પાર્સલ લઈ જાય. ખૂબ સારી સુવિધા છે. આપણે એને ટ્રાય કરવી જોઈએ એવું મને લાગે છે!"

ચિંતન એ જરૂરી કાર્યવાહી કર્યા બાદ દરેક એપમાં પોતાનું નામ નોંધાવી દીધું. બસ આની જ જરૂર હતી. ચિંતન અને ચૈતાલી એક મિનિટ માટે પણ નવરા નથી. બસ સખત મહેનત અને પરિશ્રમ. ખૂબ સારો વેપાર ચાલુ રહ્યો છે. હવે ચિંતન ખરેખર અર્થમાં પગભર રહ્યો છે. કોઈ એનો બોસ નહિ કે એ કોઈનો કર્મચારી નહિ. નહિ રજાની માથાકૂટ કે ટાર્ગેટ પૂરો કરવાની ઝંઝટ. બસ એનું પ્રિય કામ કરતા રહેવાનું.

સફળતા ખૂબ સરળ છે. ફક્ત એક જ ડગલું માંડવાનું હોય છે. બસ આટલી તકલીફ પછી બધું પોતાની મેળે થતું હોય છે. એકવાર કોઈ કામ ચાલુ કરીએ અને એના માટે આપણી પ્રબળ ઈચ્છા હોય તો સાક્ષાત્ પ્રભુ પણ આપણને મદદ કરે છે. અને પછી શૂન્યમાંથી સર્જન થાય છે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational