શું કહું મારી વ્યથા ?
શું કહું મારી વ્યથા ?
એક ઘટાદાર વૃક્ષ હતું. ત્યાથી એક મુસાફર પસાર થયો. તે તડકાના લિધે ખૂબ થાકી ગયો તો. એને થયું લાવ ને આ ઝાડ નીચે કેટલી ઠંડક છે. અહી થોડો આરામ કરુ. તે વૃક્ષ નીચે બેઠો.
ત્યાં અચાનકજ રડવાનો અવાજ આવવા લાગ્યો. તે ભાઈએ આજુબાજુમાં જોયું. કંઈ દેખાયું નહીં. ત્યાં ફરી અવાજ આવ્યો. ફરી આમતેમ નજર કરી. ત્યારે વૃક્ષ કહ્યું એ તો હું છૂ એક વૃક્ષ. મારા નસીબ પર રડી રહ્યો છું.
પેલા માણસે કહ્યું," તમને શું તકલીફ છે. "
ત્યારે વૃક્ષ માંડીને વાત કરે છે કે," શું કહું તને મારી વ્યથા, ભલા માણસ. અમારુ તો જીવન જ પરોપકાર માટે બન્યુ છે."
વૃક્ષે કહ્યું," અમારી દરેક વસ્તુઓ મનુષ્ય માટે ઉપયોગી છે. મૂળથી માંડીને થડ, ડાળી, પર્ણ, ફળ, ફૂલ વગેરે. છતાં મનુષ્ય અમને ઉછેર કરવાને બદલે કાપી રહ્યા છે. "
કોઈ મનુષ્યને સમજાવો કે, અમારા થકી જ મનુષ્ય આરામથી જિંદગી જીવી રહ્યો છે. જો અમે નહી હોઈએ તો મનુષ્યનું જીવન મુશ્કેલીવાળુ બની જશે.
"વૃક્ષો ઉછેરો, જિંદગી બચાવો. "
