Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

શરદપૂર્ણિમાની રાત

શરદપૂર્ણિમાની રાત

2 mins
270


નવરાત્રી પૂર્ણ કરી અંજના અને અનુજ શહેરમાંથી ગામડે આવ્યાં હતાં. ગામડું એટલે પ્રકૃતિનું સૌંદર્ય. ગામને પાદરે નદી વહેતી હોય. બાજુમાં લીલાછમ ખેતરો હોય. મોટાં મોટાં ઝાડ અને ઝાડને ફરતે પશુ પક્ષીઓનો મેળો જામ્યો હોય.

આવાં વાતાવરણમાં સૌ કોઈને રહેવું ગમે. અંજના અને અનુજ શરદપૂનમની મજા માણવા માટે જ જાણે ગામડે આવ્યાં હતા. તેમનુ જુનું ઘર નદીને કાંઠે. બાજુમાં વૃક્ષોની હરિયાળી. શરદપૂનમની રાત હતી.તેઓ બહાર ખાટલો ઢાળીને બંને બેઠા હતા.

નવરાત્રી કરતાં પણ વિશેષ આનંદ જાણે શરદપૂનમની રાતે આવે. ઠંડો ઠંડો પવન હોય,શીતળ ચાંદની હોય, ચંદ્રમા પૂર્ણ ખીલ્યો હોય. આખું આકાશ જાણે આજ ચંદ્રના પ્રકાશમાં નાહી રહ્યું છે. જોનાર જાણે જોતા જ રહી જાય.આવી રાતે અંજની અને અનુજ શરદપૂનમની મજા માણતાં હતાં.

અંજનીબેને દૂધ અને પૌંઆ અગાશી પર મૂકી દીધેલ.દૂધ પૌઆની ખીરનું મહત્વ આ દિવસે વિશેષ છે. અનુજ પુછયુ," હે અંજના આજના દિવસે આ પૌંઆની ખીર ખાવાનું શું મહત્વ છે? વર્ષોથી આ રીત ચાલું છે.કેમ? તું કંઈ જાણે છે?"

અંજનાએ કહ્યું," આજની રાત ખૂબ જ અગત્યની છે. ચંદ્ર પૂર્ણ પ્રકાશે ખીલ્યો હોય. એમાં ખૂબ જ ઉર્જા હોય છે. રાતે ખુલ્લામાં આકાશે આ ખીર મુકવાથી તેમાં ચંદ્રની ઊર્જા મળે છે. તેમાં પ્રભુની ઊર્જા ભળતાં તે પ્રસાદ બની જાય છે.અને તે આરોગવાથી આરોગ્ય સારું રહે છે."

અનુજભાઈ કહે," પરંતુ નવી પેઢી તેનું મહત્વ ભૂલતી જાય છે.શરદપુનમની રાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. શરદપુનમ પર ઘણાં ગીતો પણ પ્રચલિત છે.

 કોઈ કહેજો સૂરજને જઈ

આજ ઊગે આથમણી ઓર

  શરદપૂર્ણિમા એ તો મિલનની રાત છે. તે બંને વાતો કરતાં હતાં. ત્યાં બાજુમાં નદીમાં એક સારસ અને સારસી પાણીથી મસ્તી કરી રહ્યા હતા. આજની રાત જાણે કોઈ સૂવા માગતું ન હતું. આ તેજસ્વી રાત્રીને સૌ પ્રકૃતિ સંગ માણી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational