STORYMIRROR

Meet Thakar

Action Inspirational

3  

Meet Thakar

Action Inspirational

શ્રાવણ, શિવ અને શ્વાન

શ્રાવણ, શિવ અને શ્વાન

3 mins
14.9K


શ્રાવણ, શિવ અને શ્વાન
ગંગાપુર નામના એક ગામમાં દયાશંકર નામનો બ્રાહ્મણ તેમના પરિવાર સાથે રહેતો હતો . એવામાં શ્રાવણ મહિનો આવતા દયાશંકર વિચારે છે કે તે ગામની બહાર જંગલમાં આવેલ અતિપ્રાચીન શિવમંદિરની પૂજા કરે માટે શ્રાવણ મહિનાના પહેલા દિવસે દયાશંકર ધરેથી ભગવાન શિવના જંગલમાં આવેલા મંદિરે જવા નીકળે છે. જંગલનો રસ્તો ચાલુ થતા એક કૂતરું દયાશંકરની પાછળ ધીમે -ધીમે ચાલતું હતું જેથી દયાશંકર ડરવા માંડે છે અને ખુબ ઝડપથી ચાલતા- ચાલતા મંદિરે પહોંચી જાય છે.

જયારે દયાશંકર ગર્ભગૃહમાં ભગવાન શિવની પૂજા કરે છે ત્યાં સુધી તે કૂતરું પણ મંદિરના પગથિયાં પર જ બેસી રહે છે. અને જયારે દયાશંકર મંદિરેથી પૂજા સંપન્ન કરી ઘરે જવા નીકળે ત્યારે પાછું તે કૂતરું જંગલનો રસ્તો પૂરો થાય ત્યાં સુધી તેની પાછળ પાછળ ચાલે છે.
આમ, દિવસો વીતવા લાગે છે અને હવે, તો દયાશંકરને ડર લાગતો નથી અને હવે તે કુતરા માટે પણ અલગથી દૂધ લઈ જાય છે. ત્યારે એક દિવસ દયાશંકર મંદિરે જતો હોય ત્યારે કૂતરો તેની પાછળ આવતો ન જોઈ તે નવાઈ પામે છે. તે આજુબાજુમાં જોવે છે પણ કૂતરો ક્યાંય દેખાતો નથી.

પછી તે એક્લો મંદિરે જવા ચાલવા લાગે છે ત્યારે રસ્તામાં અડધે પહોંચતા જોવું તો તે કૂતરું રસ્તાની વચ્ચે પડેલું હતું. અને તેના શરીર પર ચાર- પાંચ ઘા વાગેલા હતા અને લોહી નીકળતું હતું. ત્યારે આ જોઈને દયાશંકર તે કૂતરાને પહેલા તો મંદિર સુધી લઇ જાય છે અને પછી ત્યાં આજુબાજુમાંથી ઔષધી લઇ આવી તેને ઘાવ પર લેપ કરે છે અને પછી પૂજા કરી ધરે જતો રહે છે.

બીજા દિવસે તે મંદિર પહોંચે છે તો જોયું કે કૂતરો મંદિરના પગથિયાં પર બેસી તેની રાહ જોતો હતો પણ તે હજી બરાબર ચાલી શકતો ન હતો તેવું લાગતું હતું. દયાશંકર નિત્યક્રમ પ્રમાણે પૂજા કરી ઘરે જાય છે.

ત્રીજા દિવસે તે કૂતરું પાછું જવાથી જંગલનો રસ્તો શરૂ થાય ત્યાં ઉભું હતું. દયાશંકર રસ્તામાંથી દૂરથી જ તેને જોઈને આંનદીત થાય છે. અને પાસે જઈને તે કૂતરાને દૂધ પીવડાવે છે અને પછી આગળ દયાશંકર અને પાછળ કૂતરું એમ મંદિરે જઇ નિત્યક્રમ પ્રમાણે પૂજા કરી પાછા આવે છે. આમને આમ કેટલાય દિવસો ચાલ્યા ગયા.

હવે લગભગ અડધો મહિનો પૂરો થઇ ગયો હતો અને પછી અચાનક એક દિવસ જંગલના રસ્તામાં દયાશંકર અને કૂતરો જતા હતા ત્યારે સામેથી સિંહની ગર્જના કરતો હતો કારણ કે તે ઘણા દિવસથી ભૂખ્યો હતો . ગર્જનાનો અવાજ સાંભળી દયાશંકર ખુબ જ ડરી જાય છે અને સિંહ દયાશંકર પર હુમલો કરવા જાય ત્યારે કૂતરો એની વચ્ચે આવે છે અને આમ તો સિંહની સામે કુંતરાનું શું ગજું ? પણ તોય કૂતરો
દયાશંકરને બચાવવા બહાદુરીથી સિંહ સામે લડે છે.
કુતરાના શરીર પર સિંહના પંજાના નિશાન દેખાતા હતા અને તેમાંથી ઘણું લોહી નીકળતું હતું. પણ કૂતરો હિમમત હારતો નથી ત્યારે "રામ રાખે એને કોણ ચાખે !" કહેવત પ્રમાણે બીજા કેટલાય કૂતરાઓનું ટોળું ત્યાં આવ્યું . આટલા કૂતરાઓને એકસાથે જોતા હવે સિંહ ત્યાંથી ભાગી જાય છે.

દયાશંકરએ કૂતરાને બચાવવા માટે ઝડપથી પોતાના ઘરે લઈ આવે છે . ત્યારબાદ ગામના વૈદ્ય પાસેથી કૂતરો સાજો થઈ જાય છે. આમ કૂતરો પોતાના માલિકનું ઋણ ચુકવે છે જ્યાં સુધી તેનામાં પ્રાણ છે ત્યાં સુધી .

" વફાદારી ના લોહીનો રંગ પણ લાલ જ હોય છે !"


Rate this content
Log in

Similar gujarati story from Action