STORYMIRROR

Meet Thakar

Inspirational

3  

Meet Thakar

Inspirational

મા કાલી

મા કાલી

2 mins
29.8K


અદ્દભુત અકલ્પનીય એવી શક્તિ મા મહાકાળી, પાવાગઢ એનું ધામ. એક સાંજની હોય આ વાત કે એક નાનકડી ૫ વર્ષની છોકરી પ્રિયા એના માતા-પિતા સાથે હર્ષોઉલ્લાસથી મહાકાળી માતાના દર્શન કરે છે અને પણ પાછા વળતી વખતે પ્રિયા રસ્તામાં રમતાં રમતાં ક્યાંક ખોવાય જાય છે.

તેના માતા-પિતા ચિંતાતુર બની બધી જ જગ્યાએ પ્રિયા ગોતવા લાગે છે. એની માતા ખૂબ રુદન કરતાં કરતાં એને ગોતવા લાગી હતી. એ માતા માટે જાણે સર્વસ્વ લૂંટાય ગયું હોય એમ એની આંખ માંથી આંસુની નદીઓ વહેવા લાગી. પિતા પણ પિતાનું દર્દ વ્યકત કરી સકતા નથી પણ "પ્રિયા-પ્રિયા" કહેતાં દીકરીને ગોતવા લાગી ગયા છે.

માતા-પિતા બંનેએ બધા દુકાનદારો, આજુબાજુના માણસને પૂછ્યું અને બધી જ જગ્યાએ ગોતવા છતાં પ્રિયા મળતી નથી. ત્યારે નિરાશ પ્રિયાની માતા નિરાશ થતી નથી અને મા મહાકાળીની માનતા કરે છે કે ''હે મા ! હું અહીં નીચેથી ઉઘાડા પગે આવીને તારા દર્શન કરીશ અને દરેક પગથિયે દીવો કરીશ. મા, મને મારી પ્રિયા મળી જાય હે મહાકાળી મા.''

આમ બોલીને પ્રિયાની માતા તરત જ ઉઘાડા પગે પગથિયાં ચડવાનું ચાલુ કરે છે. દરેક પગથિયા પર શ્રદ્ધાપૂર્વકમાં મહાકાળી દીવ પ્રગટાવતી જાય છે અને પિતા પણ તેની સાથે છે. જ્યારે પ્રિયાની માતા છેલ્લા પગથિયાં પર દીવો કરી મા મહાકાળીના દર્શન કરે છે કે તરત જ પાછળથી એક અવાજ સંભળાય છે; "મમ્મી મમ્મી..." આ સાંભળીને પાછળ જોયું તો એની દીકરી પ્રિયા રડતી હતી. આ જોઈ માતા તરત જ એની દીકરી પ્રિયાને ભેટી પડે છે અને પછી માતા-પિતા અને પ્રિયા માતા મા મહાકાળી જગતજનનીનાં દર્શન કરી અને માનો આભાર માને છે અને યાત્રા પછી મંગલમય પૂરી કરી પોતાને ઘરે આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational