Meet Thakar

Children Drama Thriller

3  

Meet Thakar

Children Drama Thriller

મધુર કેરીની મજા

મધુર કેરીની મજા

3 mins
8.4K


એક ગામના કિનારે સુંદર રમણીય તળાવ હતું. તળાવના કિનારે આંબાનું ઝાડ હતું. હવે ઉનાળો આવી ગયો હતો અને સરસ મજાની મધુર રસદાર કેરીઓ આંબામાં આવી ચૂકી હતી. નિશાળમાં પણ વેકેશન પડવાથી ગામના સૌ છોકરાઓ પોતાના મિત્રો સાથે અહીં આવતા અને મધુર રસદાર કેરીઓને તોડીને પછી તેને ખાવાની મજા માણતાં.

આમ, ઘણા દિવસો વીતી જાય છે પછી અચાનક એક દિવસ શ્યામ તેના મિત્ર રોહન , રાજુ , કિશન, શ્રધ્ધા અને કોમલ બધા મિત્રો બપોરના સમયે તળાવના કિનારે આંબાના ઝાડ પર ચડી મધુર રસદાર કેરીઓ ખાવા આવે છે. દરરોજની જેમજ બધા આંબાનાં ઝાડ પાસે આવે છે અને વારાફરથી ઝાડ પર એક પછી એક ચડવા માંડે છે. શ્રધ્ધા અને કોમલ નીચે ઉભા હોય છે. બધા કેરીઓ તોડીને એમને આપતા જાય છે. વચ્ચે અમુક કેરીઓ ખાય પણ લે છે કારણ કે એવી મધુર રસદાર કેરીઓથી દૂર રહેવાતું જ નથી . કૉમલ અને શ્રધ્ધા બધી કેરીઓ ભેગી કરતી જાય છે.

હવે લગભગ તો બધા ખાય તેટલી કેરીઓ ભેગી થઈ ગઈ જ હતી એટલે કોમલ અને શ્રધ્ધા બધાને ઉતરી જવા કહે છે એટલે બધા વારાફરથી એક-એક કરીને આંબાના ઝાડ પરથી ઉતરવા માંડે છે. પણ ત્યારે તેમાંથી કિશન ઉતરવા જ જતો હતો પણ એ જયારે ઉપર જોવે છે તો એને ત્રણ-ચાર કારીઓવાળું ઝુમખુ દેખાય છે. એ થોડું વધારે ઉપર હતું. છતાં પણ કિશનના મનમાં લાલચ આવે છે અને તેને લેવા માટે ડાળ ઉપર આગળ વધતો જાય છે. ડાળ બહુ પાતળી હોય છે જેથી નીચે ઉતરી ગયેલા તેના બધા મિત્રો કિશનને આગળ જવાની ના પાડે છે અને કહે છે કે " કિશન ... કિશન... આગળ જઈશ નહિ એ ડાળ સાવ પાતળી છે ડાળ તૂટશે તો તું નદીમાં પડી જઇશ . " પણ કિશનને તો પેલું મધુર રસદાર કેરીઓનું ઝુમખુ જ દેખાય છે એટલે તે કોઈની વાત જાણે સાંભળતો જ નથી અને આગળ વધતો જાય છે.

‌‌ કિશનએ ધીમે-ધીમે ડાળ પર આગળ વધીને એ કારીઓના ઝુમખા સુધી પહોંચી જાય છે. હવે કિશન જેવો એ કેરીઓના ઝુમખાને તોડવા જાય છે કે તરત જ " કક્કડ..કક્કડ.." એવો અવાજ આવે છે. ડાળ તૂટી જાય છે અને કિશન નદીમાં પડી જાય છે. એ નદીમાં પડ્યો પણ તરતા આવડતું નહોતું એટલે તે તરત જ બચાવો- બચાવો એમ બૂમો પાડવા લાગે છે. શ્યામ બોલ્યો કે મિત્રો મને તો તરતા આવડતું નથી પણ તમને કોઈને તરતા આવડતું હોય તો જલ્દી કરો અને કિશનને બચાવો . પણ રોહન,રાજુ, કોમલ અને શ્રધ્ધા બધા ના પાડે છે કે અમને કોઈને પણ તરતા આવડતું નથી. શ્યામ કહે છે કે આજુબાજુ જોવો કોઈ માણસ દેખાય તો એને ઝડપથી બોલાવો .

‌ બધા ઝડપથી આજુબાજુની જાગ્યાઓમાં જોવે છે. પણ આવો આકરો ઉનાળો હોવાથી નદી આસપાસમાં ય કોઈ માણસ નજરે ચડતો નથી. ત્યારે બધા વિચારે છે કે હવે શું કરવું? ત્યારે કોમલ કાંઈક વિચારે છે અને બધા મિત્રોને કહે છે કે આપણને બધામાંથી ભલે કોઈને તરતા આવડતું નથી . પણ આપણે એકબીજા સાથે નિશાળમાં "ભેગી-સાંકળ" રમત રમીએ છીએ તેવી રીતે સાંકળ બનાવીને પાણીમાં ઉતરીશું અને કિશનને બચાવી લઇશું. બધા જલ્દી કરો. બધા કોમલની વાત માનીને સાંકળ બનાવે છે એટલે શ્યામનો હાથ રોહન અને રોહનનો હાથ રાજુ, શ્રધ્ધા અને કોમલ એમ બધા મિત્રો ભેગા મળી લાંબી સાંકળ રચે છે.

‌ શ્યામ અંદર પહોંચી કિશનનો હાથ પકડી લે છે અને પછી ધીમે-ધીમે સૌ સાંકળથી જ પાછા નદીની બહાર નીકળી જાય છે. પછી સૌ મિત્રો કિશન પર ખિજાયા કે તને ના પાડતા હતા તો પણ તું કાંઈ પણ સાંભળતો નથી ને લાલચ કરીને ઝાડની નાની ડાળ પર પણ ચડી ગયો. પછી કિશન બધા મિત્રોની માફી માંગે છે ને હવે કયારેય પણ વધારે લાલચ નહિ કરે તેવું વચન પોતાના સૌ મિત્રોને આપે છે.

‌‌ પછી બધા મિત્રો તળાવના કિનારે બેસીને તેઓએ ભેગી કરેલી મધુર રસદાર કેરીઓ ખાય છે અને તેનો રસદાર સુમધુર સ્વાદનો આનંદ માણે છે.


Rate this content
Log in

Similar gujarati story from Children