Meet Thakar

Inspirational Others

2.8  

Meet Thakar

Inspirational Others

માતૃ-હૃદય

માતૃ-હૃદય

3 mins
14.6K


એક ઘટાદાર જંગલ હતું. જંગલની નજીકમાં એક ગામ વસતુ હતું. ગામમાં એક પરિવાર હતો કે જેમાં એક જયંતિભાઈ અને શાંતિબેન તેના નાનકડા પુત્ર મોહન સાથે રહેતા હતા.

એક વખતની વાત છે બપોરના સમયે નજીકના જંગલમાંથી એક સિંહણ સાથે તેના બે બચ્ચા ફરતા-ફરતા ગામમાં આવી પહોંચ્યા. આ જોઈને ગામના લોકો ખૂબ ગભરાઇ જાય છે અને જોર-જોરથી બૂમો પાડવા લાગે છે. આવા આવાજો સાંભળીને ગામના મોટા માણસો સિંહને મારવા માટે મોટી-મોટી લાકડીઓ લઇને ત્યાં આવે છે. ત્યારે આ શાંતિબેન તે મોટા માણસોને વિનંતી કરે છે કે તે નિર્દોષ સિંહણ અને તેના બચ્ચાઓને મારવાની ના પાડે છે. હજી થોડીવાર શાંતિબેન વિનંતી કરે છે ત્યાં તો સિંહણ પણ તરત જ તેના બચ્ચાઓને સાથે લઇને જંગલમાં પાછી ચાલી જાય છે. આમ શાંતિબેન એ સિંહણ ઉપરાંત તેના બંને બચ્ચાઓનો પણ જીવ બચાવી લે છે.

થોડા દિવસો પછી અચાનક એક દિવસે જયારે જયંતિભાઈ બળતણ માટે થોડા લાકડા લેવા જંગલમાં જવા તૈયાર થાય છે. ત્યારે તેમનો પુત્ર મોહન પણ સાથે આવવાની જીદ કરે છે. પિતા મોહનને આવવાની ના પાડે છે તો પણ મોહન પિતાના ગયા પછી પિતાજીની પાછળ-પાછળ જંગલમાં જાય છે. માતા શાંતિબેન તેને જંગલમાં જતા રોકે છે અને તે પણ તેની પાછળ તેને પકડવા માટે જંગલ તરફ ચાલી જાય છે .પુત્રએ જંગલમાં પોતાના પિતા જયંતિભાઈની પાછળ ગયો છે તેથી તે પિતાને જંગલમાં ગોતવા લાગી જાય છે. પિતા ક્યાંય પણ નજરે ચડતા નથી મોહન ગભરાઇ જાય છે અને એવામાં તેની સામે એક સિંહ આવી જાય છે. આ સિંહને જોઈને નાનકડો મોહન ખૂબ જ ભયભીત થઇ જાય છે. સિંહ ધીમે-ધીમે મોહન તરફ આગળ વધવા લાગે છે. મોહન રડવા લાગે છે અને ખૂબ જોર-જોરથી બૂમો પાડવા લાગે છે "મમ્મી....મમ્મી...." આ પોતાના પુત્રનો અવાજ સાંભળતા શાંતિબેન ખૂબ જ ઝડપથી તે પોતાના પુત્ર પાસે પહોંચી જાય છે. સિંહ અને મોહન વચ્ચે હવે, તેની માતા શાંતિબેન આવી પહોંચી છે. તો પણ સિંહ તો ઝડપથી તેની તરફ આગળ વધવા લાગે છે.

ત્યારે અચનાક જ સિંહણ ત્યાં આવી જાય છે અને જોરથી ત્રાડ નાખે છે. આ સાંભળીને સિંહ ઉભો રહી જાય છે. સિંહણ તે શાંતિબેનને ઓળખી

લે છે તેને યાદ આવે છે કે શાંતિબેનએ તેની અને તેના બંને બચ્ચાઓનો જીવ બચાવ્યો છે. પછી સિંહણ તેમને બચાવવા માટે તેમની વચ્ચે આવી જાય છે . આ જોઈ પછી સિંહ પણ ત્યાંથી ડરીને ચાલ્યો જાય છે. આમ માતા શાંતિબેન અને તેના પુત્ર મોહનનો જીવ બચી જાય છે. એવામાં મોહનના પિતા પણ લાકડા લઇને ત્યાં રસ્તામાં જ આવી પહોંચે છે. પછી મોહન તેના માતા-પિતા સાથે સાંજ પડે તે પહેલા તેઓ ત્રણેય જંગલમાંથી ગામ પાછા આવી જાય છે.

ગામમાં આવીને લોકોને જયારે આ બધી વાત કરે છે . આખી વાત સાંભળીને બધા માણસો શાંતિબેનને કહે છે કે સિંહણ એ તમારી અને મોહનની રક્ષા કરી તમારો જીવ બચાવ્યો એ પણ સિંહથી આવું કેમ બની શકે ? ત્યારે માતા શાંતિબેન માત્ર એટલું જ બોલ્યા કે " આખરે સિંહણ પણ એક માતૃ-હદય જ ધરાવે છે ને ! "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational