Meet Thakar

Inspirational Others

3  

Meet Thakar

Inspirational Others

મૌલિકની ચતુરાઇ

મૌલિકની ચતુરાઇ

2 mins
14.5K


એક રાજ્ય હતું. રાજયમાં એક ઘટાદાર જંગલ હતું પણ જંગલ બહુ ગીચ હતું. તે જંગલમાંં કોઈ દૂર સુધી જતું ન હતું. બહારથી જ મનોહર દ્રશ્ય નિહાળીને લોકો પાછા આવી જતા.

એકવાર એક ટોળું જંગલમાં પ્રવાસમાં આવ્યું. જંગલમાં તેઓ ખૂબ દૂર સુધી જવાનો ઈરાદો કરી આવ્યા હતા. તેથી તેઓ ખાવાનું બનાવવા માટે જરૂરી અનાજ અને પાણીની વ્યવસ્થા સાથે આવ્યા હતા. તેઓ જંગલમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમાંથી એક મૌલિક નામના માણસે અનાજના કોથળામાં નાનકડું છિદ્ર પાડી દીધું. આથી તેઓ જ્યાં જાય ત્યાં પાછળ તે અનાજની કેડી થતી હતી. આ વાતની માત્ર તેને જ ખબર હતી.

જંગલમાં તેઓ દૂર ગયા. સાંજ પડતા તેઓ આગનું તાપણું કરી તંબુ બનાવ્યો. હવે જમવાનું બનાવવાનું હતું. પણ અનાજ બોરીમાંથી થોડું ઓછું હતું. આથી સૌ અનાજ સાચવનાર મૌલિકને ખિજાયા પછી બોરીમાં જોતાં ખબર પડી કે તેમાં છિદ્ર હતું જેમાંથી અનાજ પડતું હતું. સૌએ મૌલિકને કહ્યું કે ભાઈ તને ખબર પણ નથી કે અનાજ ઢોળાય છે. પછી તે વાતને જવા દઈને જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. થોડીવારમાં જમવાનું તૈયાર થાય છે. બધાએ જમી લીધું અને રાતવાસો કર્યો.

સવારમાં તેઓને ચારે દિશામાંથી કઈ દિશામાં જવું એની ખબર પડતી નહોતી. સૌ જંગલમાં ફસાઈ ગયાં. હવે ક્યાં જવું તેની ખબર પડતી ન હતી. ત્યારે મૌલિકે કહ્યું કે આપણે જંગલમાં આવ્યા પણ બહાર કેમ જઈશું તે તમે કોઈએ વિચાર્યું હતું ? પણ તમે સૌ અનાજ ઓછું થવાથી મારા પર ખિજાયા હતા. પણ જુઓ આ તરફ અનાજની કેડી દેખાય છે. તે જ રસ્તો છે તેની સાથે ચાલીને આપણે જંગલમાંથી બહાર નીકળી જઈશું. બધાં તે અનાજની ઢગલીઓ સાથે ચાલીને જંગલની બહાર પહોંચી ગયાં. બધાંએ મૌલિકને શાબાશી આપી. ત્યારે મૌલિકે કહ્યું કે અનાજનો બગાડ નહિ પણ સદઉપયોગ કરીયો હતો. જેના કારણે જ આ જંગલમાંથી બહાર નીકળી શકયા. ફરીવાર સૌએ મૌલિકનો આભાર માન્યો.

કહેવત : પાણી આવે તે પહેલા પાળ બાંધવી


Rate this content
Log in

Similar gujarati story from Inspirational