Manishaben Jadav

Inspirational Children

4.9  

Manishaben Jadav

Inspirational Children

શિયાળભાઈએ કર્યું તાપણું

શિયાળભાઈએ કર્યું તાપણું

1 min
569


જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા.હાથીભાઈ, સિહભાઈ, શિયાળભાઈ, સસલાભાઈ, વાંદરાભાઈ, ઉંટભાઈ. બધા પ્રાણીઓમાં શિયાળભાઈ થોડા ઉત્સાહી. તેને કંઈક નવું નવું કરવું ગમે.

એક વખત શિયાળાનો સમય હતો. ખૂબ ઠંડી પડે. બધા પ્રાણીઓ ટાઢમાં થરથર ધ્રુજે. અમુક તો ઘરની બહાર નીકળવાનું નામ જ ન લે. પણ શિયાળભાઈને કંઈ ઘરમાં બેસી રહેવું ગમે ખરું ! એ તો આવી શિયાળાની ઠંડીમાં પણ બહાર રખડે. એમાં એને એક વિચાર આવ્યો,કે આમ બધાં પ્રાણીઓ ઘરમાં ભરાઈ રહે તો મને એકલા એકલા તો કંટાળો આવે. આનું કંઈક કરવું પડશે.

એ તો જંગલમાં ગયું. સુકાયેલા લાકડાના કરગઠિયા લઇ આવ્યું.. બધાને ભેગા એક ઢગલો કર્યો.પછી બધાં પ્રાણીઓને બોલાવવા ગયો.અને કહ્યું, ચાલો આપણે ઠંડીથી રક્ષણ મેળવવા તાપણું કરીને. હુ જંગલમાંથી લાકડાં લયાવો છું.

શિયાળભાઈએ તો તાપણાંને ફરતે બધાં પ્રાણીઓ બેસાડ્યા. માચીસ કાઢી. પણ લાકડાં સહેજ ભીના સળગે જ નહીં. માંડ માંડ કરી લાકડાં સળગાવ્યા.અને થયો જોરદાર ધુમાડો. બધા આંખ ચોળાચોળ.ધુમાડાથી આંખ માંડી બળવા.

શિયાળભાઈએ એક પોલું લાકડું લઈ જે ફુક મારી ધૂળ ઊડીને બધાની આંખમાં. શિયાળભાઈના તાપણાથી ઠંડી તો ઉડી નહિ પણ આંખ લાગી બળવા. આવુ હતુ આપણાં શિયાળભાઈનુ તાપણું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational