Kaushik Dave

Comedy Inspirational Others

3  

Kaushik Dave

Comedy Inspirational Others

શીર્ષક

શીર્ષક

2 mins
223


રવિવારનો દિવસ.

અલ્પવિરામ સવારે ગાર્ડનમાં ચાલવા ગયો. ચાલવાથી શરીર હલકું થાય ને કસરત મળે.

થોડું ચાલીને થાક લાગ્યો.. ઉંમર થઈ ને !

નજીકના બાંકડે બેઠો. બાજુમાં કોઈ ભાઈ બેસેલા હતા.

થોડીવારમાં એમને ગણગણાટ કરતા જોયા.

પૂછ્યું ," ગીત ગાવ છો ? થોડું મોટેથી ગાવ તો મને સાંભળવા મળે."

પેલા ભાઈ બોલ્યા," ના રે ના.એક રચના બનાવું છું."

પુછ્યુ," ઓહ્..એટલે તમે કલ્પનામાં ચિત્ર બનાવો છો ! આ રચના કોણ છે ?"

"અરે ભાઈ.. રચના એટલે કવિતા."

"પણ કલ્પનામાં પણ કવિતા ! તમે લેખક છો કે કવિ ?"

પૂછવાનું પૂછી જ નાખ્યું.

"તમને શું લાગે છે ?"

અલ્પવિરામ મનમાં...મારા જેવો જ લાગે છે.

"શું બબડો છો ? મારી જેમ જ બબડવાની ટેવ લાગે છે. શું તમે પણ...."

"પણ તમારૂં નામ ?"

"શીર્ષક... ને તમારૂં ?"

"અલ્પવિરામ"

"હમમ"

"હા...તો તમે શેમાં લખો છો ?"

"હમમ.. આમતો હું કલમથી લખું છું. નોટબુક, ચોપડો કે ડાયરીમાં."

"એમ કહેવાય માંગતો નથી..એ તો બધા જાણે છે કે નોટબુક કે ડાયરીમાં લખાય. 

પણ તમે કોમ્પ્યુટર કે લેપટોપમાં લખતા નથી !"

"લો કરલો વાત.. એટલા રૂપિયા પણ હોવા જોઈએ ને.. હમણાં છોકરાએ સ્માર્ટ ફોન અપાવ્યો છે તો મોબાઈલમાં લખું છું."

"ઓકે.. ઓકે.. પણ કયા કયા ન્યુઝ પેપર, મેગેઝિન કે સાહિત્ય એપમાં લખો છો ? ને આપની લખવાની આવક કેટલી હશે ? આમ તો પૂછાય નહીં પણ મને તો અત્યાર સુધીમાં ૧૭૮ રૂપિયાની જ આવક થઈ છે."

"જુઓ પેપરમાં મોકલીએ એટલે છપાય જ એવું કોણે કહ્યું. એટલા મોટા લેખક પણ નથી કે મેગેઝિનવાળા આપણને આમંત્રણ આપે. એમ કહેવાય છે કે કવિ તો કડકો જ..ને નવો લેખક હોશમાં ને હોશમાં લખે પણ આવક આમદાની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવું છે."

"ઓકે..ઓકે...પણ આપ મને કહો કે આપની પ્રેરણા કોણ છે ?"

"પ્રેરણા ?" આંખો ઝીણી કરતા શિર્ષક બોલ્યા.

"હા..હા..પ્રેરણા.."

"ઓકે પહેલી કસોટીની કે બીજી કસોટીની.. એ તો કહો.."

"એટલે તમે ટીવી સિરિયલ પરથી ..."

"ના...ના...આ તો તમે મને મારી યુવાની યાદ કરાવી. કોલેજની પહેલી કસોટીની એક પહેલી પ્રેરણા હતી.

ને પછી બીજી કસોટી વખતે બીજી પ્રેરણા..મળી..બસ.. હવે સમજી જાવ ને !"

"ઓહ્ ગ્રેટ..આપની પાસેથી બહુ જાણવા મળે છે.. મજેદાર માણસ છો.. પણ આપનું નામ શીર્ષક કેમ ?"

"ઓહ્.. નામ તો તમારૂં પણ અલ્પવિરામ છે...પણ તમે શું લખો છો ?"

"ઓહ્. આતો હું તમારો ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો ને તમે મારો જ લેવા મંડ્યા. પણ તમે કેવા પ્રકારની વાર્તા લખો છો ? હોરર, રહસ્ય કે સામાજિક."

શીર્ષક હસ્યો.."એતો મારા શીર્ષક પરથી જ ખબર પડશે. તમારો મોબાઈલ નંબર આપજો. વધુ ચર્ચા ફોન પરથી કરીશું. મારે મોડું થાય છે."

"એટલે એટલીવારમાં ઘરે જશો. મારે તો કોઈ કામ નથી. જો આપને સમય હોય તો..તો..."

"ના..ના.. આટલું બહુ થયું.. પાછો સમયસર ઘરે નહીં જઉ તો તકલીફ...."

"ઓકે..તો હું પણ આપની વિદાય લઉં..મજા આવી શીર્ષક સાથે અલ્પવિરામની મુલાકાતની...."


Rate this content
Log in

Similar gujarati story from Comedy