Kanala Dharmendra

Inspirational

3  

Kanala Dharmendra

Inspirational

શીખ

શીખ

1 min
315


અરજણભાઈનું જીવન એટલે સાદગી અને સ્વાશ્રયનો અદભુત સંગમ. એક સાઈકલમાં જાણે આખું જીવન પુરું કરવાના હતા. કપડાં પણ એટલાં બધાં નહીં. એમણે નાનપણમાં માતા-પિતા અને મોટાભાઈને ગુમાવેલાં એટલે એમની માથેજ બધાંને મોટાં કરવાની જવાબદારી આવેલી. પોતે ચાર ભાંડરડાં ખૂબ ગરીબાઈમાં એક-બીજાને સહારે ઉછર્યા.


હવે એમના બધાં ભાઈ-બેનને પરણાવી પછી પોતે પરણ્યા. ભાનુમતીબેન સંસારસાગરમાં એકદમ અર્ધાંગિની બનીનેજ સાથ આપ્યો. તેમને ત્રણ સંતાનો: ભુપેન્દ્ર, ધર્મેન્દ્ર અને યોગેશ. અરજણભાઈ હંમેશાં બાળકોને "સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિન્કિંગનું ઉદાહરણ પૂરું પાડે પણ આ વાત તોફાની ધર્મેન્દ્રનાં પલ્લે પડતી જ નહોતી. અરજણભાઈની સજા કરવાની રીત ક્યારેક કંઈ ન કહીને તો ક્યારેક એકાદ પ્રશ્ન મૂકીને સામેવાળાને પોતાની રીતે વિચારતો કરી મૂકીને કરવાની હતી.


ધર્મેન્દ્રને પડોશનાં કેટલાંક મિત્રોનાં કારણે વાર- તહેવારે જુગાર રમવાનો ભારે શોખ. એકવાર તેના મિત્ર હિમ્મતનાં ઘરે એક ગેમ ભારે જામી. તેને ત્રણ જોકર અને હિંમ્મતને ત્રણ એક્કા હતાં. ગેમમાં ધર્મેન્દ્રે પોતાની પાસે હતાં એ બધાં રૂપિયા દાવ પર લગાવી દીધાં. ત્યારબાદ આજુબાજુનાં મિત્રો પાસેથી લઈ ૭૦૦૦ રૂપિયા દાવ પર લગાવ્યા. અંતે ગેમમાં તેની જીત થઈ. તેણે ઘરે આવીને કહ્યું, " જુઓ , હું ૧૫૦૦૦ રૂપિયા જીત્યો." એનાં આનંદનો કોઈ પાર નહોતો.


અરજણભાઈએ ધર્મેન્દ્રની આંખમાં જોઈને એક જ પ્રશ્ન કર્યો,"અને જો હારી ગયો હોત તો ?" આ એક પ્રશ્ને તેની જિંદગી જ બદલાવી નાખી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational