Hardik G Raval

Drama Tragedy

3  

Hardik G Raval

Drama Tragedy

શહીદ

શહીદ

4 mins
591



"તમે આ વખતે આવી રીતે મળ્યા વગર જતા રહ્યાને તો મીનાક્ષી બહુ જ નારાજ થઇ" સીમાએ સામે છેડે વાત કરી રહેલા મહેન્દ્રને જણાવ્યું.


"તને તો ખબર છે ને મારી આ વખતે દસ દિવસની રજા મંજુર થઈ હતી, અને એટલે જ તો હુ પણ ખુશ હતો કે હુ મારી નાનકડી બહેન મીનાક્ષી સાથે આ વખતેની રક્ષાબંધન મનાવીશ, પણ આ અચાનક જ દુશ્મન દેશે હુમલો કરતા રજા નામંજુર થઈ, અને મારે અહીંયા પાછું આવવું પડ્યું, અને મને ખબર હતી કે જો હુ મીનાક્ષીને મળત તો હુ પડી ભાંગત એટલે હુ તેને મળ્યા વગર જ નીકળી ગયો" સામેથી મહેન્દ્રએ પણ જવાબ આપ્યો.


".....પણ"


"પણ પણ નઈ તારે તેને સમજાવવી પડશે, તુ તો સમજે છે ને !" મહેન્દ્રએ સીમાને અધવચ્ચે જ અટકાવીને બોલ્યો.


"હા હુ તો સમજુ જ છુ, એટલે તો હુ ભારતીય સેનાના એક બહાદુર જવાન મહેન્દ્ર સાથે પરણી છુ"


"તુ ખરેખર મહાન છે, મારી દરેક પરિસ્થિતિને સારી રીતે સમજે છે અને મારા પરિવારને સારી રીતે સંભાળી રહી છે"


"હા હા હા, તમારો પરિવાર અને મારો નહી" સીમા હસવા લાગી.


"આપણો પરીવાર" મહેન્દ્ર હસતા હસતા બોલ્યો.


"હવે બરોબર" સીમા પણ હસી પડી.


"બીજુ મારૂ દીકરું શું કરે છે ? હેરાન તો નથી કરતુ ને ?" મહેન્દ્ર નો ઇસારો સીમાના પેટમાં ઉછરી રહેલા જીવ માટે હતો


"શુ તમે પણ!" સીમા શરમાઈ ગઈ.


"બોલ ને" મહેન્દ્ર આજે સારા મૂડમાં હતો


"સાડા ચાર મહીનામાં હેરાન ના કરે" સીમા શરમાતા શરમાતા બોલી.


બીજી થોડી આડી અવળી વાતો કરીને સીમા ફોન મૂકી ને સુઈ ગઈ.


સીમા અને મહેન્દ્રના લગન હજી એક વરસ પહેલા જ થયા હતા, આ એક ગોઠવાયેલા લગ્ન હતા છતાં પણ મહેન્દ્ર અને સીમાના પ્રેમ ને જોતા કોઈને પણ ઈર્ષા થઇ આવે. આ એક વરસ ના લગનના સમયગાળામાં બન્ને એકબીજા સાથે ખુબજ ઓછો સમય પસાર કર્યો હતો. સીમા પણ મહેન્દ્રની દેશ પ્રત્યેની જવાબદારી સમજતી હતી અને તેના કારણે જ તે મહેન્દ્રના પરીવારની વહુ બનીને નહી પણ એક દીકરી બની ને સેવા કરતી.


મહેન્દ્ર ના પરીવારમાં માતા પિતા સિવાય એક નાનકડી બહેન હતી, બહેન નું નામ મીનાક્ષી હતું અને તેના પણ લગન એક વરસમાં કરવાના હતા. મીનાક્ષીના લગન તેની સાથે કોલેજમાં ભણતા જ રાહુલ સાથે થવાના હતા, આ લગનમાં મીનાક્ષીને સીમાનો સહકાર મળ્યો હતો. શરૂઆતમાં બન્નેની જાતિ અલગ અલગ હોવાથી મીનાક્ષીના માતાપિતા આ લગન માટે તૈયાર ન હતા પણ પછી સીમાની સમજાવટથી જ લગન નક્કી થઈ ગયા હતા.


મહેન્દ્ર આવી રીતે રોજ રાત્રે સમય કાઢીને સીમાને ફોન કરી દેતો.


-----------------------------------------------


"ક્યારે આ બધું બંધ થશે ?" મહેન્દ્રએ તેના સાથી જવાન વીરેન્દ્ર સીંગ ને કહ્યું.


" અબ તો ઇસ ચીજ કી આદત હો ચુકી હૈ લાલે, રાત મેં તો વો લોગ એકબાર તો હમલા કરેંગે ઔર હમેભી સામને જવાબ ઐસેહી ગોલીબારી કરકે દેના હૈ" મૂળ પંજાબના પણ ગુજરાતમાં થોડો સમય વિતાવ્યો હોવાથી ગુજરાતી ભાષા જાણતા વીરેન્દ્ર સીંગે જવાબ આપ્યો.


મહેન્દ્ર રોજરોજ થતા સરહદ પરના હુમલાઓ વિશે વાત કરી રહ્યો હતો.


"પાજી, દેશના માટે તો જીવ પણ આપી દઉ તો પણ ઓછુ પડે પણ આ વખતે ખબર નઈ કેમ ઘર છોડતા હિમ્મત જ ચાલતી ન હતી" મહેન્દ્ર એ વાતને અલગ તરફ વાળી.


"ભાઈ દેખ, દીવાલી કે છુટ્ટીમેં તો હમ લોગ ઘર જાયેંગે હી ના, ઔર અગલે સાલ તો છોટીકી સાદી મેં ભી હમ જાયેંગે દેખના" વીરેન્દ્ર પાજી એ પણ મહેન્દ્રને સમજાવતા જવાબ આપ્યો.


સરહદ પર આવીજ રીતે તે લોકો એકબીજાને હૂંફ આપતા જેથી પરીવારના સભ્યોની યાદ ઓછી આવે.


આવી રીતે વાતો કરતા કરતા જ સવાર પડી ગઈ, સવારના પાંચ વાગી ગયા હતા અને અચાનક દુશ્મનો એ બોમ્બ મારો ચાલુ કરી દીધો. આવા અચાનક કરેલા હુમલાના બચાવ માટે ભારતીય દળે પણ હમલો કર્યો, ભારતીય દળનો આટલો આકરો પ્રહાર જોતા જ થોડા સમયના સામસામા બોમ્બ અને ગોળીબાર પછી થોડી શાંતિ છવાઈ ગઈ. 

----------------------------------------------


સીમા અને તેના પરીવારે આ હમલા વિશે સમાચારમાં સાંભળ્યું, આવું તો તેમના માટે નવું ન હતું પણ આજે ખબર નઈ કેમ મહેન્દ્રના પિતા આ સમાચાર સાંભળી ઢીલા પડી ગયા અને તેમની તબિયત લથડી ગઈ, ઘરે ડોક્ટરની થોડી સારવાર પણ કરાવી પડી. પણ સીમા એ હિમ્મત રાખીને આ સમય પણ સંભાળી લીધો અને અને પિતાને ખુબજ હિંમત આપી.


બીજા દિવસે સવારે જયારે સીમા ઘરના આંગણામાં રહેલા છોડ ને પાણી પીવડાવી રહી હતી ત્યારે સામે ભારતીય સેનાની વાન ઉભી રહી અને તેમાંથી એક પછી એક જવાન ઉતર્યા અને છેલ્લે વીરેન્દ્ર સીંગ પણ ઉતર્યા અને ઉતર્યો ત્રિરંગાથી વિટાડેલી પેટી માં મહેન્દ્ર નો મૃતદેહ. આ જોતાં જ સીમા એકદમ અવાક બની ને ઉભી રહી ગઈ જાણે તે મહેન્દ્ર ને ના કહેતી હોય કે :


આજે કેમ આમ અચાનક આવ્યા તમે !!

હંમેશા તો વર્દી માં આવતા તો પછી આજે

તિરંગો ઓઢી કેમ

આવ્યા તમે ?

દર વખતે તો એકલા આવતા 

આજે કેમ રડતા ફોજી મિત્રો લાવ્યા તમે ?

અંદર બેઠેલા તમારા પપ્પા ને હું શું કહીશ ?

ઘણા દિવસ થી તબિયત તેમની ખરાબ

હતી, તમને મળવા માગતા હતા. તેમને શું કહેવાનું મારે?

તમારી હંમેશા રાહ જોતી, તમારી

મમ્મી ની આંખો, આજે કઈ રીતે

જોઈ શકશે આ સ્થિતિ માં તમને ?

આ રક્ષાબંધને તમે કરેલો તમારી બેન

ને સાથે રહેવાનો વાયદો !!

આટલી જલ્દી તોડ્યો તમે ?

આજે કેમ આમ અચાનક આવ્યા તમે !!!

મારા ઉદર માં રહેલો જીવ,

જયારે તમને મળવા માગશે ત્યારે

હું શું કહીશ ?

પપ્પા ની હૂંફ તેને કઈ રીતે મળશે ?

બોલબોલ કરતા તમે આજે આટલા 

ચુપ કેમ ?

કહોને,

આમ આજે અચાનક કેમ આવ્યા તમે ???

રડતા ફોજી મિત્રો કેમ લાવ્યા તમે !


સીમાના કદાચ આ પ્રશ્નોનો પ્રતુતર તેને જાતે જ હવે શોધવો પડશે.


(નોંધ: કવિતા જેવું કંઈક લખેલું છે એ મગજમાં યાદ હતું, કોઈકની હિન્દી કવિતા છે કદાચ, કવિતા સંપૂર્ણ મારી રચના નથી )


-----------સમાપ્ત-----------


Rate this content
Log in

Similar gujarati story from Drama