શહેરની હવા
શહેરની હવા
"આવી ગ્યા તમે ? હું કીધું આપડા ધમાએ ?" ગૌરીબાએ ધમાના બાપાને પૂછ્યું.
"હું કે ? બસ કેમ સો ને હું હાલે સે, બાની તબિયત કેમ સે બસ બીજું કાંઈ નય." પેલા તું પાણી લાવ બાકી બધી પસી લપ કરજે.
પાણી આપતાં બા બોલ્યા, "શેરમાં ગ્યો ને ત્યાંની કોઈ સોડી ગમી તો આપડે એની હારે પવણાવી દીધો, પસી તો કેટલા વરહ થ્યા જોયો નહીં શેર ગ્યો એ ગ્યો. ક્યારે આવહે ? કીધું કાંઈ ?"
"હું કે? કીધું મેં ક્યારે આવેસ ગામડે કે શેરમાં ગ્યા પસી ગામડું ભૂલી ગ્યો ? તો કે ના બાપા ગામ થોડું ભૂલું" બાપાએ જવાબ આપ્યો.
"તો ક્યારે આવહે ? " બાએ થોડા ભાવુક થઇ પૂછ્યું.
"પૈહા તો મળે સે ને તમને ? તમારું ને બાનું ધ્યાન રાખજો એમ કીધું."
આ સાંભળતા બા પોતાના પૌત્ર અને વહુ માટે લાવેલી વસ્તુ સામે જોઈ આંખોમાં ઝળઝળિયાં સાથે વિચારવા લાગ્યાં.
