Mitul Gohel

Classics Thriller

3  

Mitul Gohel

Classics Thriller

શેરસિંહ રાણા

શેરસિંહ રાણા

5 mins
1.1K


આજે તમને હું ભારતના ખૂબ જ મહાન સાશક તેવા પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ લાવનાર હિંદુસ્તાનના એક રાજપૂતના અદમ્ય સાહસની એક કહાની કહી રહ્યો છું.

ડકાયતથી સાંસદ બનેલી ભારતની સૌથી ખતરનાક સ્ત્રી તેવી ફુલનદેવીની હત્યાના આરોપથી દેશની સૌથી ડેન્જર અને હાઈટેક તેવી તિહાર જેલમાં તે માણસને મોકલી આપવામાં આવ્યો. તે વ્યક્તિનો ધ્યેય (મકસદ) જેલમાં રહેલા સામાન્ય કેદીની જેમ જેલમાં જ કામ કરીને માત્ર જેલમાં જ બેસી રહેવાનો ના હતો અને તેને તેનો ધ્યેય પૂર્ણ કરવા માટે તેને દુનિયાની કોઈ તાકાત કે જેલની ઊંચી દીવાલો પણ રોકી શકે તેમ નથી. તે માણસ અચાનક જેલમાંથી છૂટીને વિમાનમાં બેસીને એ એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં તેનો ધ્યેય તેની રાહ જુએ છે. તે વ્યક્તિ તેનો ધ્યેય પૂર્ણ કરીને તેના વતન તેની મહોબ્બત તેવા હિંદુસ્તાનમાં પાછો ફરે છે અને ફરી પાછો તિહાડ જેલમાં ચાલ્યો જાય છે. આ વીર રાજપૂત યોદ્ધાનું નામ છે 'શેરસિંહ રાણા'. જેમની કહાની એક પણ ફિલ્મી દુનિયાના સ્ટંટની કહાનીથી જરા પણ ઓછી નથી.

શેરસિંહ રાણા અને પંકજસિંહનો જન્મ ૧૫ મે ૧૯૭૬ માં તે વખતના ઉત્તરપ્રદેશ અને અત્યારના ઉત્તરાખંડનાં 'રુડકીમાં' થયો હતો. તે (રાણા) જયારે ૪વર્ષનો હતો ત્યારે 'ચંબલમાં' કુખ્યાત ડાકણ તેવી ફુલણદેવીનો ડંકો વાગતો હતો. ૧૯૮૦ના દશકાની શરુવાતમાં ચંબલના વિસ્તારોમાં ફુલણદેવી દહેશતનું બીજું નામ કહેવાતી હતી. આજે પણ ચંબલના લોકો ફુલણદેવીનું નામ સાંભળીને ગભરાઈ જય છે. ફુલણદેવીને 'બેંડિત કવીન' (લૂંટારું રાની) ના નામે પણ ઓળખવામાં આવતી હતી. 'બેહમઈ' ગામમાં તેને (ફુલણદેવીએ) ૨૨ રાજપૂતોને લાઈનમાં ઉભા રાખીને બધાને ગોળી મારી દીધી હતી. ત્યારપછી તેને આત્મસમર્પણ કરીને ૧૧ વર્ષ સુધી જેલમાં રહી અને પછી જેલમાંથી બહાર આવીને રાજનીતિમાં ભળી જઈને સાંસદ બની હતી.ચંબલમાં રખડવાવાળી હવે દિલ્હીના 'અશોકા રોડ' પરના શાનદાર બંગલામાં રહેવા લાગી હતી.

દિવસ છે ૨૫ જુલાઈ ૨૦૦૧ નો કે જે દિવસે શેરસિંહ રાણા ફુલણદેવીને મળવા આવ્યો હતો અને તેણે (રાણાએ) ઘરના ગેટ પર જ ફુલણદેવીને ગોળી મારી દીધી હતી. ફુલણદેવીને ગોળી મારી દીધા બાદ રાણાએ કબુલેલું કે તેણે (ફુલણદેવીએ) 'બેહમઈ કાંડ'માં મારેલા મારા (રાણાના) રાજપૂત ભાઈઓનો બદલો લીધો છે. બસ અહીંથી જ શરૂ થાય છે આપણી કહાની.

ફુલણદેવીની હત્યાના બે દિવસ પછી રાણાએ દહેરાદુનમાં પોલીસની સામે આત્મસમર્પણ કરી લીધું અને પોતાનો ગુનો કાબુલી લીધો. કેસ ચાલ્યો ત્યાં સુધી અદાલતે તેને (રાણાને) ભારત દેશની સૌથી ભયંકર તેવી તિહાડ જેલમાં મોકલી આપ્યો. તે લગભગ અઢી વર્ષ સુધી ત્યાં જ રહ્યો અમે તેને કહેલું કે તિહાડની દીવાલો પણ તેને વધુ સમય સુધી આ જેલમાં રોકી નહી રાખે. અને થયું પણ તેવું જ કે સમયે કરવટ લીધી અને લગભગ ૩ વર્ષ બાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૪ ના રોજ રાણા ફિલ્મી અંદાજમાં તિહાડ જેલમાંથી ફરાર થઈ ગયો અને તિહાડ જેવી એકદમ સુરક્ષિત જેલમાંથી કોઈપણ કેદીનું અચાનક ફરાર થઈ જવું તે અકલ્પનિય રીતે એક ખૂબ જ મોટી વાત હતી. અને તેને કારણે જ રાણા એકાએક પ્રખ્યાત થઈ ગયો. તે દિવસે ઉત્તરાખંડ પોલીસના ૩ અધિકારીઓ પોતાની વર્દીમાં જ તિહાડ જેલમાં પહોંચ્યા અને તેમના (તિહાડ જેલના) અધિકારીઓ ને કહેલું કે તેઓ (ઉત્તરાખંડથી આવેલા પોલીસ) એક કેસના કાર્યમાં હરિદ્વારની એક અદાલતના પેશીના કારણે શેરસિંહને લેવા માટે આવ્યા છે. તેઓ પોતાના હાથમાં એક હાથકડી અને અદાલતમાં રાણાની પેશીના ઓર્ડરની એક કોપી પણ લઈને આવ્યા હતા.

જેલના અધિકારીઓ એ તેના (હરિદ્વાર અદાલતના) ઓર્ડરની કોપી પણ જોઈ અને રાણાને તિહાડ જેલમાંથી કાઢીને તે ફર્જી પોલીસ એટલે કે રાણાના મિત્રોને સોંપી દીધો. જે લોકો રાણાને લઈને ચાલ્યા ગયા પછી જ્યારે ખુલાસો થયો ત્યારે આખી તિહાડ જેલની સાથે સાથે આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. તેના બે વર્ષ પછી ૧૭ મે ૨૦૦૬ ના રોજ રાણાને કોલકાતામાંથી ફરી વખત ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. પરંતુ આ કહાની છે માત્ર આ બે જ વર્ષની કે જ્યારે તે જેલમાંથી ફરાર હતો.

આપણે બધા જાણીએ છીએ તેમ ભારતની ધરતીએ ઘણા બધા વીર યોદ્ધાઓ આપ્યા છે. આવોજ માં ભારતીનો એક વીર યોદ્ધો હતો પૃથ્વીરાજ ચૌહાણ. જે હિંદુસ્તાનના આખરી હિન્દુ સમ્રાટ હતા. કંદહાર (કંધાર) વિમાન હાઈજેક મામલામાં ભારતના તત્કાલીન વિદેશમંત્રી જશવંતસિંહ અફઘાનિસ્તાન ગયા હતા ત્યારે તેમને 'ગઝનીમાં' પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ છે તેવી માહિતી ખુદ તાલિબાની સરકારના અધિકારીઓએ આપી હતી. જે પૃથ્વીરાજ ચૌહાણની 'સમાધિ' ત્યાં મહોમમદ ઘોરીની 'કબ્રની' બાજુમાં જ હતી. તમને માનવામાં આવશે નહીં પણ ત્યાં અફઘાનિસ્તાનમાં એ પરંપરા છે કે લોકો જયારે મહોમ્મદ ઘોરીની કબ્ર જોવા જય છે ત્યારે તે લોકોએ પૃથ્વીરાજની સમાધીનું અપમાન જુત્તા (ચંપલા કે બુટ)થી કરવું પડે છે. જ્યારે જશવંતસિંહે ભારત આવીને આ વાતનો ખુલાસો કરેલો ત્યારે ભારતીય મીડિયાએ તેમાં મરી મસાલો ઉમેરીને તે નિવેદનને ભારતીય જનતાની સામે રાખેલું. પછી તો આમ આદમીથી માંડીને રાજનેતાઓએ પણ પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિ પાછી લાવવા માટેની વકાલત તો કરી પણ તેનો પ્રયાસ કરવાની તસ્દી જરાયે ના લીધી. જયારે રાણાને ખબર પડી તો તેને પુરા સન્માન સાથે તે અસ્થિઓ પાછા લાવવા માટેનું પ્રણ લીધું.

તે તિહાડ જેલમાંથી ફરાર થઈ ગયા બાદ તેને રાંચીથી ફર્જી (નકલી) પાસપોર્ટ બનાવડાવ્યો અને તે ત્યાંથી પહોંચી ગયો કલકત્તા. જ્યાંથી તેને બાંગ્લાદેશના વિઝા બનાવડાવ્યા અને પહોંચી ગયા બાંગ્લાદેશ. ત્યાં પહોંચીને બનાવટી દસ્તાવેજોની મદદથી યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્રો કઢાવ્યા અને આવા વખતે જ તેમણે અફઘાનિસ્તાનના વિઝા પણ કઢાવી નાખ્યા અને પછી તેઓએ પોતાના કદમ રાખ્યા અફઘાનિસ્તાનમાં. તે અફઘાનિસ્તાન પહોંચ્યા પછી કાબુલથી કંધહાર થઈને 'ગજની' પહોંચ્યા. જ્યાં પૃથ્વીરાજ અને ઘોરીની સમાધિ બનેલી હતી.

તાલિબાનોની આ જમીન પર ડગલેને પગલે ખતરો હતો. આજ તાલિબાનોનાં ગઢમાં શેરસિંહ રાણાએ એક માસ પસાર કર્યો અને પૃથ્વીરાજ ચૌહાણની સમાધીને શોધતા રહ્યા. અને આખરે તે જગ્યા તેમને મળી જ ગઈ. ત્યાં તેમણે (રાણાએ) પૃથ્વીરાજ ચૌહાણની સમાધીનું અપમાન તેની પોતાની આંખોથી જોયું અને પોતાના કેમેરામાં કેદ કરી લીધું. તેણે પ્રાણની પણ ચિંતા કર્યા વગર પૃથ્વીરાજના અવશેષ કાઢવાની પુરી પ્લાનિંગ વ્યવસ્થિત રીતે કરી અને પછી આવ્યો તે દિવસ કે ક્યારે રાણાએ પોતાના પ્લાનિંગ મુજબ પૃથ્વીરાજનાં અવશેષો ખોદયા અને તેને કાઢીને સન્માનપૂર્વક ભારત લઈ આવ્યા. આ પુરી ઘટનાને પૂર્ણ કરવા માટે તેને ૩ માસનો સમય લાગ્યો. રાણાએ પુરા ઘટના ક્રમની વિડિઓ પણ બનાવેલી છે કે જેથી તે પોતાની વાતને પ્રમાણિત પણ કરી શકે. પછી તેને પોતાની 'માં'ની મદદથી ગાજીયાબાદના પિલખુવામાં પૃથ્વીરાજનું મંદિર બનાવડાવ્યું જ્યાં તેમની (પૃથ્વીરાજ) અસ્થિઓ રાખવામાં આવેલી છે. પરંતુ અધિકારીક રીતે રાણાની આ વાતની પૃષ્ટિ હજુ સુધી થઈ નથી શકી. પણ જેને રાણાની આ સાહસની કહાની સાંભળેલી છે તેમનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.

એક વખત જાચ એજન્સી (સીબીઆઈ) ને ખબર પડી કે કોઈક વ્યક્તિ કોલકાતામાં હિન્દી અખબાર લઈ રહ્યું છે અને તે હિન્દી અખબારને કારણે રાણા ગિરફતારીમાં આવી ગયા. ૨૦૦૭ માં કોલકાતાના ગેસ્ટહાઉસથી દિલ્હી પોલીસે રાણાને ગિરફ્તાર કરીને ફરીથી દિલ્હી જેલમાં મોકલી આપ્યો. જ્યાં તેમણે (રાણાએ) જેલમાં જ તે 'તિહાડથી લઈને કાબુલ-કંધહાર સુધી' નામે એક જેલ ડાયરી લખી. 'એન્ડ ઓફ બેનડિટ કવીન' નામની બાયોપિક ફિલ્મ રાણાના જીવન પર જ આધારિત છે. જેમાં રાણાનો કિરદાર નવાઝુદ્દીન સિદ્દીકીએ કરેલો છે.

આ હતી રાણાના અદમ્ય સાહસ અને કારનામાની કહાની. શેરસિંહ દ્વારા ઉઠાવાયેલા આ કદમનું સ્વાગત દેશની જનતાએ તેમના પવિત્ર દિલથી કરેલું છે.

પૂર્ણ


Rate this content
Log in

Similar gujarati story from Classics