જીતવાવાળા
જીતવાવાળા
સૌ પ્રથમ તો જીતવાવાળાને મારા સલામ.
૧૪ વર્ષ બાદ અનિલ કુંબલેએ વિઝડન મેગેઝીનના ઈન્ટરવ્યુંમાં પુરી ઘટનાનો ખુલાસો કર્યો.
વાત છે ૨૦૦૨ના મે મહિનામાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની. તે મેચ ડ્રો રહી પરંતુ અનિલ કુંબલેએ બધાનું દિલ જીતી લીધું. તે દિવસે લોકોએ જેન્ટલમેન ગણાતી તેવી રમત ક્રિકેટની ખરેખર સાચી ભાવના જોઈ. તો ચાલો જોઈએ કે શું થયું હતું તે સમયે.
સિરીઝ ૧-૧ ઉપર ચાલી રહ્યી હતી. ટેસ્ટ મેચમાં બેટિંગ કરતી વખતે બોલર મેર્વડીલનનો એકદમ ઝડપી બોલ અનિલ કુંબલેના મોઢા પર વાગ્યો. અનિલ કુંબલે કહે છે કે ૫ મિનિટ માટે તો અંધારું દેખાવા માંડ્યું હતું. અને મને જ્યારે હોશ આવી ત્યારે મને ખબર પડી કે હું મોઢામાંથી લોહી થુકી રહ્યો છું. મને તો એમ હતું કે દાંત જ નહીં બચ્યા હોય. મેં મોઢામાં જીભ ફેરવીને જોયું તો બધું જ સલામત લાગતું હતું. એટલામાં જ ભારતીય ટીમના ફિજીયો Andrew Leipus પણ મેદાન ઉપર આવી ગયા હતા. તેણે પણ મારું મોઢું જોઈને આશ્વાસન આપ્યું. પરંતુ મને હજુ પણ કંઈક ગરબડ લાગી રહ્યું હતું. અનિલ કુંબલે ત્યારબાદ ૨૦ મિનિટ સુધી મેદાન પર ઉભા રહ્યા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
એન્ટીગુઆના હોસ્પિટલમાં ઓરલ એક્સરે મશીન ન હતું. ડોક્ટરો જોઈને સમજી ગયા કે તેના મોઢાના ડાબી તરફના ભાગના બે ટુકડા થઈ ગયા હતા. તે સમયે ડોક્ટર જુમલા કહે છે કે, 'અમે તેમનું મોઢું તારથી બાંધી દીધું કે જેથી તે લટકે નહીં.' તે સમયે ઈજાને કારણે કુંબલે ઓટોમેટિક મેચની બહાર થઈ ગયા હતા અને ત્યારબાદ બે જ દિવસમાં ભારતમાં તેના મોઢાની સર્જરી પણ થવાની હતી. ડોક્ટર કહે છે કે, 'તાર બાંધતા જ દર્દ હોવા છતાં પણ કુંબલેની આંખોમાં ચમક આવી ગઈ કે કદાચ અત્યારે પણ તેઓ રમતની વિશે જ વિચારી રહ્યા હતા.' બીજે દિવસે સવારે અનિલ કુંબલે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા. કેપ્ટન સૌરવ ગાંગુલી આશ્ચર્યમાં તો હતા જ પરંતુ તેઓ કુંબલેને લઈને જોખમમાં પાડવા નહોતા માંગતા.
પછી મેચ શરૂ થઈ. તે દિવસે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન બ્રાયન લારા જબરદસ્ત બેટિંગ કરી રહ્યા હતા અને ભારતીય ટિમ પોતાનો સ્ટાર બોલર યાદ કરી રહ્યી હતી. અનિલ કુંબલેએ બધું જ બાજુ પર મૂકીને બોલિંગનો ફેંસલો લીધો. અનિલે ટીમના ડોક્ટર અને ફિજીયો જોડે પણ વાત કરી. મોઢે બાંધેલો તાર અને મોઢું ઝડપથી ખુલી ન જાય તેથી માથાથી લઈને ઝડબા સુધી પાટો બાંધ્યો. તે દિવસે તેણે સતત ૧૪ઓવર નાખીને શાનદાર બેટિંગ કરતા બ્રાયન લારાને આઉટ કર્યા. ત્યારબાદ તે દિવસે અનિલ કહે છે કે હવે હું આરામથી ઘરે જઈ શકું છું.
જીતવાવાળા ક્યારેય થોભવાનું નથી વિચારતા. અનિલ કુંબલેને મેચ રમવાની કોઈ જરૂર ન હતી. તે આગળના દિવસે જ ફ્લાઈટ પકડીને ઘરે આવી શકતા હતા. કારણ કે ના તો તેમની કારકિર્દી ઉપર કંઈ ફરક પડતો કે ના તો તેમને કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો દોષ આપત. પરંતુ ઘણા લોકો પાછળ ફરવાનું જાણતા જ નથી. આપણે બધા જ આપણી પોતાની જિંદગી અને કારકિર્દીમાં અનિલ કુંબલેની નકલ કરી શકીએ તેમ છીએ. આપણા પોતાના દર્દને ખિસ્સામાં રાખીને આપણી ટિમ અમે આપણા પરિવાર માટે રમીએ. જીત આપણા બધાની જ થશે.
ભલે ગમે તેવી તકલીફ હોય પરંતુ ડોક હંમેશા ઉપર હોવી જોઈએ. કોઈકે સાચું જ કહ્યું છે કે પરેશાનીઓ માણસને બદલતી નથી પણ માણસનો અસલી રંગ સામે લાવી દે છે. જરાક વિચારો કે, અનિલ કુંબલેને ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચમાંથી તો પડતા મુકવામાં આવ્યા હતા. અને ત્રીજી મેચમાં તેમને વાગ્યું હતું. તેમજ એટલું ગંભીર રીતે વગેલું હતું કે તેના મોઢાની સર્જરી કરવી પડે તેમ હતી. તે તરત જ પછીના દિવસે ફલાઈટ પકડીને ઘરે પાછા આવી શકતા હતા. કાઈ નહીં તો પેવેલિયનમાં બેસીને કિસ્મત માટે રોયા રાખત અથવા તો પોતાના થયેલી ઈજાને કારણે ડરી ગયા હોત.
પરંતુ પોતાના મગજમાં તો ‘હું મારી ટિમ માટે શું કરી શકું છું ?’ તે ચાલી રહ્યું હતું. મેચના ફિજીયો Andrew Leipus જણાવે છે કે મેચમાં બોલ નાખવા માટે અને રનિંગ લેવા માટે દર્દ થતું હતું. અને દરેક બોલ નાખતી વખતે અનિલને મોઢામાં ખૂબ જ દર્દ થતું હતું. અનિલ કુંબલે ક્યારેય ક્રેડિટ નથી લેતા. આ વાત ઉપર અનિલ કુંબલે મજાકમાં કહે છે કે, ‘તે દિવસે બ્રાયન લારા મારા ચહેરા પર બાંધેલો પાટો જ જોતા હતા અને કદાચ મારા ફેંકેલા બોલ ઉપર ધ્યાન નહોતા આપતા. આ એકમાત્ર વાક્યમાં શીખવાનું તો ઘણું બધું છે. હું માત્ર ૪ જ પોઈન્ટ તમને જાણવું છું.
(૧) મુસીબતના સમયે જે કામ આવે તે જ માત્ર સાચો ખિલાડી છે.
(૨) ટાઈટલ, પદ કે પોસ્ટથી કોઈ લીડર નથી બનતું. જે વ્યક્તિ પોતાના દુઃખ દર્દને ભૂલી જઈને પોતાના પરિવાર કે પોતાની ટીમને આગળ વધારે તે જ સાચો ખિલાડી છે.
(૩) મુશ્કેલીમાં બીજા લોકો અને આપણે ખુદ, બીજા બધાની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ તેને ખૂબ ધ્યાનથી જુઓ.
(૪) જ્યારે તમે ખુદને સમજશો ત્યારે ઓટોમેટિક જ તમને વ્યક્તિ અને બાકી દુનિયાની ખબર પડશે. દરેક પરિસ્થિતિમાં સારામાં સારું શું થઈ શકે છે તે જ તેમના મગજમાં ચાલે છે. તે લોકોને પાછળ હટવાનું ફાવતું જ નથી. જીતવાવાળા ક્યારેય રોકાવાનું વિચારતા જ નથી.
“જય હિંદ"