STORYMIRROR

MITA PATHAK

Inspirational Others

4  

MITA PATHAK

Inspirational Others

શાંતિભાઈ

શાંતિભાઈ

3 mins
302

શાંતિભાઈને ત્યાં પ્રથમ દિકરાનો જન્મ થયો, ત્યારે આખા ગામને જમણવાર કરાવ્યો. શાંતિભાઈ અને તેમની પત્ની કુસુમ એકબીજાને એટલો પ્રેમ કરતા કે, ગામના લોકો પણ હવે વાતો કરતા કે બેમાંથી એક ને કંઈ થઈ જશે, તો આ બંન્ને નું શું થશે ? દિકરીની ઇચ્છાથી તેમના ઘરે બીજા બે વખત પુત્રનો જ જન્મ થયો. પણ ત્રીજા પુત્રના જન્મ વખતે કુસુમ બેનની તબિયત થોડી બગડી એટલે શાંતિભાઈ તો આઘા પાછાને ઉપર નીચે થઇ ગયા. હવે શું કરુ ! તો કુસુમ જલ્દી સારી થઇ જાય.

કુસુમ સાથે એ દિવસે આખી રાત વાતો કરી કુસુમબેન બોલતા મારે દિકરાઓને ખુબ ભણાવવા છે અને એમને ગમતી હોય, એવી દિકરાની વહુઓ લાવી તમારી સાથે સવારની ચા અને બપોરેના જમીને, મસ્ત જુના સોંગ સાંભળવા છે. પછી સાંજે ચા પીને મંદિર જવાનું અને ભજન આરતી કરીને, બગીચામાં બે ત્રણ ચક્કર મારી ને ઘરે જઈશું એવી મસ્ત શાંતિની લાઇફ જીવવી છે.

અને હા, મને કંઇ થાય જાયને રિયે તો ભાંગી ન પડતા મારુ સપનુ પુરુ કરજો.આ વતો કરતા કરતા બંનેની આંખ મીંચાય ગઈ. પણ... બીજા દિવસે સવારે કુસુમબેન તો સુગંધ વિહોણા થઈ ગયા. શાંતિભાઇ જાણે છોકરાઓ હોવા છતા જાણે મધદરિયે એકલા ઊભા છે. હવે હું એકલો જ....એવો ઉંડો શ્વાસ લેતા જમીન પર ઢળી પડ્યા .ડૉ.એ હિંમત આપીને દિકરાને ખોળામાં આપ્યો .મને કમને ઘરે જાય છે. અને કુસુમબેનના એ છેલ્લા દિવસે કરેલી વાતને યાદ કરી. રોજ તેમનું સપનુ સાકાર કરવા પોતે હિંમત કરી લેતા. રોજ કુસુમની યાદમાં પોતાના જીવનને ધપાવે છે. સરકારી નોકરી છે. .દિવસ ને રાત જાય છે .

છોકરાઓ હવે મોટા થાય છે તેમણે પરણાવે છે અને કુસુમબેનનું સ્વપ્ન પુરુ કરીને થોડા હાસકારો અનુભવે છે. એક બંગલામાં કુટુંબ સાથે બધા રહે છે. પણ થોડા દિવસો વિતવાની સાથે જ વહુઓ આવી અને બધાની વચ્ચે અણબન ચાલું થઇ ગઈ. શાંતિભાઈ બિચારા શું બોલે ? એમને એમપણ ઘરમાં છોકરા વહુઓ હોવા છતા. ..... એતો આખરે તો એકલા જ હતા. કેમકે એક દિવસ એવો નહી હોય કે તેમની આંખ ના ભીંજાય હોય. તો પણ ફરજ નામનો ભવસાગર નામનો અમાપ દરિયો કુસુમ ની યાદમાં વિતાવવાનો જ હતો. એમાંય હવે રોજના ઝઘડાને કારણે સૌએ જુદા રહેવાનું નકકી કરી દીધુ હતુ.

અને એજ દિવસથી શાંતિ ભાઇના પણ ભાગલા પડી ગયા હતા. પણ શાંતિ ભાઇએ તો ના જ પાડી દીધી.હું તમારે ઘરે રહેવા નથી આવવાનો .મને રોજ મારુ જમવાનું આપી જજો.... એમ પણ તમારા લોકોની મમ્મી મને છોડીને ગઈ છે ત્યાંરથી આ ભવસાગર હું એકલો જ તરુ છું અને આગળ પણ તરી લઇશ. તમ તમારે બધા આજે જ જુદા રહેવા જાવ. એમ પણ વહુઓ ને હું કંઇ કહી શકતો નથી. તારી મા હોત તો બધાને એક તાંતણામાં પરોવીને રાખી શકત. ...જે હું ન કરી શકયો. ...કુસુમ તું મને મુકી ને શું. .?કરવા ચાલી ગઈ .....!!!આમ છોકરાઓની ખુશી માટે પોતે જીંદગીના છેલ્લા દિવસો એકલા જ રહી ને વિતાવે છે. પ્રિયતમનો વિયોગ હતો અસહ્ય છતા ઇચ્છા અને કર્તવ્ય પુુુુુુરુ કરીયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational