Kaushik Dave

Comedy Drama Fantasy

4.0  

Kaushik Dave

Comedy Drama Fantasy

શાંતિ રાખો તો શાંતિ મળશે

શાંતિ રાખો તો શાંતિ મળશે

1 min
207


આ તમને જપ છે કે નહીં ? સવારથી સખળડખળ કર્યા કરો છો. રવિવારે પણ તમે શાંતિથી બેસતા નથી. શું શોધ્યા કરો છો ?

અરે અત્યારે જપ કરવાનો સમય જ ક્યાં છે ? તને કહેવાનો અર્થ નથી.

ઓકે. . ના કહેતા. પણ ફોઈએ જપનો પૈસો મૂક્યો હતો કે નહીં એ પણ ખબર નહીં હોય.

જપ કરવાથી પૈસો ના મળે. મહેનત કરવાથી રૂપિયા મળે. પણ મને માનસિક શાંતિ જોઈએ છે. તું બોલ બોલ ના કર. પાછું હું ભૂલી જઈશ કે શું શોધવાનું છે.

પણ તમને શાંતિ જ ક્યાં છે ? ને મને પણ શાંતિથી બેસવા દેતા નથી. તમે શું શોધો છો એ કહો એટલે તમને કહું. તમારી બધી વસ્તુઓ આઘીપાછી હતી એટલે ગોઠવીને મૂકી છે.

 હું તો શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયોની ચોપડી શોધું છું. ક્યાં મૂકી દીધી છે એ યાદ નથી.

અરે ચોપડી વાંચવાથી શાંતિ ના મળે. તમે એ પુસ્તક કેટલી બધી વખત વાંચ્યું છે છતાં પણ તમને શાંતિ નથી. ચોપડી ફાટી ગઈ હતી એટલે પસ્તીમાં આપી દીધી છે. હવે શાંતિથી બેસો. આંખો બંધ કરીને ધ્યાન કેન્દ્રિત કરો તો શાંતિ મળશે.

હા. . હા. . તારી વાત સાચી લાગે છે. હવે શાંતિ માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

હા. . . શાંતિ રાખશો તો શાંતિ મળશે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy