STORYMIRROR

Akbar Birbal

Classics Inspirational

0  

Akbar Birbal

Classics Inspirational

સબસે બડા કોણ ?

સબસે બડા કોણ ?

2 mins
853


ઔષધ અંજન યોગ વીધી, યંત્ર મંત્રને તંત્ર,

દેવાદીક વિશ્વાસથી, શીઘ્ર સીદ્ધી હોય સંત.

એક વખતે શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! સબસે બડા કોણ ? દેવ કે યેકીન? બીરબલે કહ્યું કે, અહીંઆં નવરંગપીરની ખુબ વીખ્યાતી પ્રસરી જવાથી, બીરબલે તે નવરંગ પીરની દરગા તરફ શાહને ફરવા લઇ ગયો. માનતાએ આવતા લોકોના ટોળાને જોઇને શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! આ કયા ઓલીયા પીરની દરગા છે.' બીરબલે કહ્યું કે, 'શું આપ હજી સુધી જાણતા નથી ? આ નવરંગ પીરના ચમત્કારોથી હજારો લોકો માનતાઓ કરવા આવે છે.'

આ સાંભળી શાહ અજાયબીમાં ગરકાવ થઇ, નવરંગ પીરની દરગાહમાં ગયો, તેનો ઠાઠમાઠ તથા માનતાઓના આવેલી વસ્તુઓના મ્હોટા ઢગલાઓ જોઇ યેકીન આની શાહે કહ્યું કે, 'ખરેખર આ કોઇ ચમત્કારીક ઓલીઓ છે માટે મારે પણ મારી માનીતા રાણીને કોઇ કાળી બલા વળગી છે તે જો બલા ટળી જશે તો સોનાનું છત્ર ચઢાવી ફકીરોને જમાડીશ. આ પ્રમાણે મનમાં માનતા રાખી, નવરંગ પીરના મહીમા સંબંધી વાતો કરતાં પોતાના રંગમહેલમાં આવ્યા. વિશ્વાસથીજ વિશ્વનાથ મનની સઘળી આશાઓ પુરણ કરે છે. અને એજ શ્રદ્ધાથી શાહની ઇચ્છા પાર પડવાથી શાહે નવરંગ પીરની માનતા કરી.

નવરંગ પીરની માનતા કર્યા પછી શાહે તરત બીરબલને કહ્યું કે, 'બીરબલ ! યેકીન મોટું કે દેવ ? જો અમારા નવરંગ પીરમાં ખરે ખરૂં સત હતું તોજ મારી ધારેલી ધારણા પાર પડી. પણ જો તેમાં સચાઇ ન હોત તો યેકીન રાખવાથી શું વળત ? માટે કબુલ કરો કે યેકીન કરતાં દેવ મોટા છે !' તે સાંભળી બીરબલે શાહની સમક્ષ તે નવરંગ પીરની કબર ખોદાવી મરેલા ગધેડાનું હાડપીંજર બતાવીને બીરબલે શાહને કહ્યું કે, 'કહો કે યેકીન મોટું કે દેવ ? જો દેવ મહોટા કહોતો આ મુવેલ ગધેડામાં દેવાતન ક્યાં રહ્યું ? પરંતુ આપે યેકીન પર વિશ્વાસ રાખવાથીજ આપની ઉમેદ પાર પડી છે. માટે દેવમાં દેવાતન કે મહતા જે ગણો તે માત્ર યેકીનને આધીનજ રહેલી છે, તેથીજ દેવ મહોટા નહીં, પણ યેકીન મહોટું છે.'

બીરબલનો આ તાત્કાલીક પુરાવો જોવાથી શાહના મનની ખાત્રી થઇ કે સબસે બડા યેકીન હે. એ સિધ્ધાંતને સત્ય ઠેરાવી શાહે બીરબલને ધન્યવાદ દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Classics