Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

સાથ ભગાવે ડર

સાથ ભગાવે ડર

1 min
343


એક હતા સસલાભાઈ. બહુ બીકણ ભાઈ. પાન હલે ને ડરે. પક્ષી બોલે ને ડરે. એકલા ક્યાંય નીકળે નહિ. બધાને ખબર પડી ગઈ જંગલમાં કે સસલાભાઈ તો બીકણ છે. એટલે સૌ કોઈ તેને ડરાવે.

આમ ને આમ સસલાભાઈ ડરી ડરી અને જીવે. કયારેક ખોરાક મેળવવા આખો દિવસ બહાર જ ન નીકળે. ભૂખ્યા જ રહે. એક દિવસ સસલાભાઈને તેની માતાએ કહ્યું," એકલા હોય તો સૌ કોઈ ડરાવે, પણ જો સૌ સાથે હોય તો કંઈ ડરાવી શકે નહિ. તું અમારી સાથે જ આવજે.

બીજે દિવસે તો સસલાભાઈ તેની માતા સાથે જ બહાર નીકળ્યા. થોડાં આગળ ગયા, શિયાળભાઈએ ડરામણો અવાજ કાઢ્યો, સસલાભાઈ ડરવા લાગ્યા. ત્યારે તેની માતાએ કહ્યું, " એ તો શિયાળભાઈનો અવાજ છે. " બંને આગળ ચાલ્યા.

આગળ ઊંટભાઈએ ડરાવવા અવાજ કાઢ્યો. તે પણ તેના મમ્મી ઓળખી ગયા. આમ રોજ સસલાભાઈ મમ્મી સાથે બહાર જતા. આને બધાનો અવાજ ઓળખતાં શીખી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational