STORYMIRROR

Rahulkumar Chaudhary

Abstract Inspirational

4  

Rahulkumar Chaudhary

Abstract Inspirational

સારા કાર્યના વળતરની આશા નહીં

સારા કાર્યના વળતરની આશા નહીં

5 mins
251

હોસ્પિટલમાં મારા પલંગની બાજુમાં ખુરશી રાખી બેઠેલ મારો પુત્ર જેને મારા હાર્ટના ઓપરેશનની ખબર પડતાં વિદેશથી તેના તમામ કામ પડતા મૂકી મારી બાજુમાં બેસી ગયો હતો એ બોલ્યો

પપ્પા, મમ્મી કહેતી હતી રૂમની બહાર

આપણા ઘરે કામ કરતા ધ્રુવજીભાઈ સવારે આઠથી રાત્રે આઠ...અને રાત્રે આપણા ઈસ્ત્રીવાળા રવજીભાઈ રાત્રે નવથી સવારે સાત સુધી તમારા રૂમની બહાર બેઠા હોય છે.

હું ઘરે જાઉ ત્યારે...માળી, પાણીની બોટલ આપવા આવતા, દૂધની થેલી આપવા આવતા ભાઈ...હાઉસ કિપિંગવાળા ભાઈ....દરેક મને પૂછે છે..પિન્ટુ ભાઈ તમે એકલા નથી અમે તમારી સાથે છીયે...કંઈ કામ હોય તો..કહેજો...દરેકે પોતાના મોબાઈલ નંબર મને અને મમ્મી ને આપી દીધા છે.

તમે મારી ગેરહાજરીમાં ખરી ટિમ ઊભી કરી છે.

બેટા મોટી વ્યક્તિઓ અસામાન્ય સંજોગોમાં સમયનું બહાનું બતાવી છટકી જાય છે..અથવા રજા નથી..એક સરળ અને સીધો જવાબ...આપી દે છે..પણ આવી નાની વ્યક્તિઓ સમય કે રૂપિયાનો હિસાબ કરતા નથી.

બેટા કોણ કહે છે દુનિયા સ્વાર્થી છે....તમારી નજર અને વ્યવહાર બદલો બધા તમારા જ છે..યોગ્ય વ્યક્તિ ને યોગ્ય સમયે કરેલ મદદ...ખાનદાની વ્યક્તિઓ ભૂલતી નથી. પછી તે ભલે કેમ નાની વ્યક્તિ ન હોય.

બેટા... મેં જીવનમાં એક સિદ્ધાંત બનાવ્યો હતો... જરૂરિયાતવાળી વ્યક્તિઓ આપણી નજર સામે જ ફરતી હોય છે.... પછી તે કુટુંબના સભ્ય હોય કે આપણા રોજિંદી જીવનમાં તે આપણે કોઈ પણ રીતે મદદરૂપ બનતા હોય કે પછી મિત્ર હોય.

હું મંદિર આશ્રમ કે કોઈ સંસ્થામાં દાન આપવા ને બદલે આવી વ્યક્તિ ને સીધી મદદ કરી દેતો..એ પણ કોઈ સામે વળતરની અપેક્ષા વગર....ઘણી વ્યક્તિઓ 100 રૂપિયા આપી 200 નું કામ કઢાવે.

પાછા ગામમાં કહેતા ફરે પોતે 100 રૂપિયાની મદદ કરી આવી વિકૃત વ્યક્તિની મદદ કદી લેવી નહિ.

તારા વિદેશ ગયા પછી આ બધી વ્યક્તિઓ સાથે મેં આત્મિયતા વધારી.. આ બધી તને ખબર ન હોય...તારી માઁ ને પણ ખબર નથી....આજે આ લોકો તેનું વળતર મને આપી રહ્યા છે. બેટા આજે.. મેં કરેલ મદદ યોગ્ય અને સુપાત્રને કરી છે..તેની ખાતરી થઈ ગઈ.

અમે વાત કરતા હતા.....ત્યાં કોટ પેન્ટ અને બેગ સાથે.... એક વ્યક્તિ અંદર આવી.. મેં કીધું અરે નાનું...આટલા વર્ષો તું ક્યાં હતો ?

નાનું આવી મને પગે લાગ્યો....

મને કહે સમીર ભાઈ સમય ને બદલતા ક્યાં વાર લાગે છે...એ યોગ્ય સમયે તમે મને મદદ ન કરી હોત તો હું દીવાલ ઉપર ફોટો બની લટકતો હોત.

પણ તું હતો ક્યાં...?

રાકેશભાઈ, એ દિવસે મારા પરિવાર ને રાત્રે ગામડે મૂકી તમે આપેલ 25000 સાથે હું નસીબ બનાવવા ગલ્ફ કન્ટ્રીમાં ભાગી ગયો હતો...પાંચ વર્ષ કાળી મજૂરી કરી આજે હું ત્યાં એક મોટો કોન્ટ્રાકટર બની ગયો છું.

નાનું આ મારો પુત્ર પિન્ટુ...જે USA થી અહીં મારી તબિયતના સમાચાર સાંભળી દોડી ને આવ્યો..છે.

રાકેશભાઈ હું પણ તમારા ઘરે ગયો હતો ભાભી એ વાત કરી એટલે દોડી ને અહીં આવ્યો છું.. આ બેગ તમારી છે.

પિન્ટુ બોલ્યો બેગ માં શું છે ?

રાકેશભાઈ. તમારા 25000 રૂપિયા વ્યાજ સાથે પરત...આ બેગમાં છે.

જો નાનું હું એ રૂપિયા ભૂલી ગયો છું....એટલે આ બેગ પાછી લઈ જા.

રાકેશભાઈ ..તમે મારા મોટાભાઈનું સ્થાન લીધું છે.

તમેજ મને શીખવાડ્યું છે. "જિંદગી બડી હોની ચાહિયે લંબી નહીં" ફક્ત ઉમ્મરથી મોટા નથી બનાતું.. એ હું તમારી પાસે થી શીખ્યો છું.

નાનું ..રૂપિયાની મને તકલીફ નથી.

હાથ જોડી કહું છું... નાનું આ બેગ પાછી લઈ જા.

નાનું એ સમયે માની ગયો..અને કીધું..રાકેશભાઈ અહીંથી મારા ઘરધણી અને કરીયાણાની દુકાનવાળા ને રૂપિયા ચૂકવ્યા વગર ભાગી ગયો હતો..આજે વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા જઈ રહ્યો છું.

હું અને મારો પરિવાર હવે કાયમ માટે દેશ છોડીએ છીયે. એ પહેલાં તમને ઘરે પગે લાગવા જરૂર આવીશ.

અત્યારે મને રજા આપો. કહી તે રૂમની બહાર નીકળ્યો.

પપ્પા આ વ્યક્તિ.કોણ ? પિન્ટુ બોલ્યો.

બેટા કોઈ તકલીફમાં આવે ત્યારે દવાખાના કે ઘર ના દરવાજે...સ્વજનોની રાહ જુએ છે....પણ જયારે... એજ સ્વજનો મુસીબતમાં હોય ત્યારે તેને મદદ કરવા ને બદલે.. કોઈ સંસ્થા જ્ઞાતિ, આશ્રમ મંદિરમાં દાન આપી કીર્તિ દાન કરતા હોય છે. મુસીબત સમયે અમાંથી એકેય વ્યક્તિ કે સંસ્થા તમને કામ નથી આવતી.

તું મારા મિત્ર જતીનભાઈ ને ઓળખે ને...?

હા સારી રીતે...જતીન અંકલ.

જતીન તેના પરિવાર અને કુટુંબમાં સૌથી વધારે સુખી અને ધનવાન વ્યક્તિ ગણાય.

તેનો નાનો ભાઈ જેની સાથે મારે ઘણી આત્મીયતા છે..તે ખાનગી નોકરી કરતો હોવાથી હાથ તેનો ખેંચમાં રહેતો. એક વખત નોકરી જતી રહી ત્યારે ભાડા ભરવાના રૂપિયા પણ તેની પાસે ન હતા...એ મને જ્યારે રસ્તામાં મળ્યો ત્યારે...તેને ચિંતામાં જોઈ મેં કીધું.. તું કોઈ તકલીફમાં લાગે છે. ચલ આપણે ચા નાસ્તો કરીયે..કહી અમે ઝાડ નીચે...ચા પીવા બેઠા....જતીનનો નાનો ભાઈ..જેને અમે પ્રેમથી નાનું કહેતા....

મેં કીધું બોલ નાનું શુ તકલીફ છે...?

તેણે કીધું....સમીરભાઈ..છ મહિનાથી નોકરી નથી, બચતો બધી વપરાઈ ગઈ છે. મકાન માલિક.. ભાડા ઉઘરાવે છે.

ઘરધણીએ આ મહિનો છેલ્લો એવી ચેતવણી આપી છે..નહિતર સામાન બહાર... અને બાઇક મારુ બાકી નીકળતું ભાડું નહીં આપું ત્યાં સુધી જપ્ત.

આંખમાંથી આંસુ તેની ચા ની રકાબીમાં પડતા હતા.

મેં કીધું..તારો. મોટો ભાઈ જતીન મદદ કરે તેમ નથી..?

ના સમીરભાઈ...તેણે કીધું...આ તારું રોજનું રહ્યું.. તારી મુસીબતનો તું ડોક્ટર થા.

સમીરભાઈ એ વાતનું દુઃખ મને નથી કે તેમણે મને મદદ કેમ ન કરી પણ અમારી જ્ઞાતિમાં ...જ્યારે કીર્તિદાન કરવા પાંચ લાખનું દાન કર્યું ત્યારે મને થયું....મારે પણ હવે લાગણી ના બંધનો તોડી સ્વાર્થી અને નિર્દય બનવું પડશે....અથવા તો મારા જીવન ને સમાપ્ત કરવું પડશે.

અરે નાનું આજે તારો સમય ખરાબ છે... ધૈર્ય અને શાંતિ રાખ...અવળું વિચારવાનું છોડ..અત્યારે તારે કેટલા રૂપિયાની જરૂર છે ?

25000 ની ...પણ હું તમને પાછા ક્યારે આપીશ..એ વચન નથી આપતો...પણ આપીશ ત્યારે વ્યાજ સાથે પાછા આપીશ. એ નાનુંનું તમને વચન છે.

કાલે તને તારા રૂપિયા મળી જશે..પણ આ વાત જતીનને ન કરતો.....મેં કીધું

બસ બેટા એ 25000 રૂપિયા આપી અમે છુટ્ટા પડ્યા.

આજે દસ વર્ષ પછી એ પાછો આવ્યો છે...ઈમાનદારી જો. ઘરધણી અને કરીયાણાની દુકાનના પણ રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા એ આવ્યો છે.

બેટા... અમુક કર્મો સંચિત કર્મો કહેવાય છે....જે ભલે કોઈ વળતરની ભાવના સાથે ન કર્યાં હોય પણ..ભગવાન આવા કર્મોની નોંધ જરૂર લે છે.

ત્યાં બારણું ખૂલ્યું...અમારા હાથમાં હોસ્પિટલનું બિલ 4,75,000/-.દવાખાનાનો ક્લાર્ક મૂકી ગયો.

પિન્ટુ એ મારી સામે જોયું...

પપ્પા તમારૂ બિલ કોઈએ ચૂકવી દીધું....છે.

કોઈ નહી બેટા તપાસ કર એ નાનીયો જ હશે...અહીં બેગ લેવાની ના પાડી એટલે બિલ ચૂકવી જતો રહ્યો.

બેટા..એક વાત કહું. જ્યાં આપણી લાગણીની કદર ન હોય આપણી લાગણીને મજાક સમજી ગયા હોય તેવી જગ્યાએથી શાંતિથી ખસી જવું. આપણા પ્રેમને પામવા માટે સંસારમાં ઘણા લોકો રાહ જોઈ બેઠા હોય છે. સમય અને રૂપિયા એવી જગ્યા એ ખર્ચો..જ્યાં તમારી કદર હોય.

મિત્રો..સારા કાર્ય કરી ભૂલી જવું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract