STORYMIRROR

Rahulkumar Chaudhary

Drama Inspirational

3  

Rahulkumar Chaudhary

Drama Inspirational

માં બાપની મિલકત

માં બાપની મિલકત

3 mins
228

બેટા .હું લપસી ગયો છું .પણ પડ્યો નથી.. જરુરથી વાંચશો. ગાડી ને વરસાદી વાતવરણમા પાર્કિંગમાંથી મેં બહાર કાઢી. અમારા વર્કશોપ સુપરવાઇઝર

 દવે સાહેબ ને જેને હું પ્રેમથી દવે કાકા કહેતો. ધીમા પગે વરસાદમા તેમની જાત ને બચવતા તે ચાલતા હતા. મેં કાર ને બ્રેક મારી.. દવે સાહેબ ને કિધુ..કાકા.ગાડી મા બેસી જાવ.તમે કહેશો ત્યાં ઉતારી દઇશ.કાર..રસ્તા વચ્ચે દોડતી હતી.મેં કીધું.કાકા..ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉમ્મર

હવે આરામ કરવાની નથી..?

કાકા ધીરૂ પણ માર્મિક કાર ની બારી બહાર વરસાદ જોતા..ધીરે થી બોલ્યા..

બેટા જરૂરિયાત વ્યક્તિની ને કા તો લાચાર બનાવે છે..અથવા.. આત્મનિર્ભર થતા શીખવાડે છે.

જીવવું છે..તો રડી..રડી.યાચના..અને યાતના ભોગવી ને જીવવું તેના કરતાં સંઘર્ષ કરી લેવો.

મતલબ હું સમજ્યો નહીં. દવે કાકા આપની ઉમ્મર.?

બેટા.. મજબૂરી માણસ ને વગર ઉમ્મરે ઘરડું કરી નાખે છે.

પણ હું ઉમ્મર લાયક હોવા છતાં. યુવાન જેવું કામ કરૂં છું.

કારણ.. કે લાચારી સામે ફકત તમારી લાયકાત જ લડી શકે છે.અથવા તમારૂ મનોબળ

અને જે મારી પાસે છે..

મારે 72 પુરા થયા.દવે સાહેબ મીઠું સ્માઈલ સાથે બોલ્યા.

મારાથી બોલાઈ ગયું સાહેબ.દીકરા પાસે અમેરિકા જતા રહો..આ ઉંમરે શાંતિથી જીવો..

દવે સાહેબ થોડા ગંભીર થઈ બોલ્યા.

કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું બેટા..

સંસાર સભર સ્વાર્થી કેંકે ડિને ડોસ ?

હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ.

અર્થ : સંસાર સ્વાર્થ થી ભરપૂર છે. તું કોને દોષ આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ.

કાકા ની હસ્તી આંખો પાછળ દુઃખ નો દરિયો છલકાતો હતો.

બેટા.. મારે પણ ફેક્ટરી હતી.

 ભૂલ માત્ર એટલી કરી.મેં મારા

પુત્ર ને ખોટા સમયે.વહીવટ કરવા સોંપી..હું નિવૃત થઈ ગયો.

યુવાની ની ના થનગનાટમાં ખોટા નિર્ણયો લેવાથી એક દિવસ.. ફેક્ટરી ને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી..અમેરિકા ભેગો થઈ ગયો.

એકાદ વર્ષ પછી અમેરિકાથી ફોન આવ્યો. પપ્પા ઘર કેમ ચલાવો છો ? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું..?

મેં કીધું 

બેટા, હું લપસી ગયો છું.પણ પડ્યો નથી..

તને એક વર્ષે તારા બાપા ની યાદ આવી. એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો સમજ્યો.

ફોન મૂક.

તારા કાકી એ મારી સામે દયાની નજરે જોયું.

મેં..તારી કાકી ને કિધુ..

અરે ગાંડી મુંઝાાય છે શા માટે ?

લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય..

એને તો ફક્ત બે હાથ જ છે..

દેવાવાળો મારો મહાદેવ છે.

જેને હજારો હાથ છે.

દવે કાકા.તમને તમારા પુત્ર તરફ કોઈ ફરિયાદ.. ખરી ?

જો બેટા. બધા લેણાદેવી ના ખેલ છે..મારી પાસે પૂર્વજન્મ નું કંઈક માંગતો હશે.તો.લઈ ગયો..

કેમ લઈ ગયો તેનું દુઃખ નથી. આમે તે હક્કદાર અને મારો વારસદાર હતો.પણ લેવાની રીત, સમય અને વર્તન યોગ્ય ન હતું.

બસ બેટા ગાડી આ મહાદેવ ના મંદિર પાસે ઊભી રાખ ..મહાદેવ ને સવાર..અને સાંજે..મળ્યા વગર ઘરે નથી જતો.

હવે.બોલતા સંબંધો સાથે નફરત થઈ ગઈ છે. તેના કરતાં વગર બોલે કામ કરતો..મારો મહાદેવ સારો.

દવે..કાકા ને ગાડી બંધ કરી..મેં

હાથ પકડી..મંદિર સુધી લઈ જવા પ્રયત્ન કર્યો..

પણ દવે કાકા બોલ્યા.. બેટા. હું ઘણા વખતથી કોઈ નો હાથ પકડતો નથી.

કારણ કે .. પકડેલો હાથ કોઈ પણ વ્યક્તિ વગર કારણે જયારે છોડી દે છે..એ સહન નથી થતું.

તેના કરતાં ધીરૂ અને સંભાળી ને પણ આપણા પગે ચાલવું.

એ ફરીથી હસ્તા..હસ્તા બોલ્યા

બેટા.. હું લપસી ગયો છું ..પણ હજુ પડ્યો નથી..

મારો..મહાદેવ છે ને.નહીં પડવા દે.

ચલ બેટા.જય મહાદેવ 

પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ.અને પોતાની મક્કમ પણ ધીરી ગતિથી ચાલતા.. દવે કાકા ને હું જોઈ રહ્યો..

મિત્રો..

 દુઃખ એ અંદર ની વાત છે..સમાજ ને તેનાથી મતલબ નથી..સમાજ ને હંમેશા હસ્તો ચહેરો ગમે છે.

ગમે તેટલું દુઃખ પડે.અંદર થી તૂટી જશો તો ચાલશે..પણ બહારથી તો વાઘ જેવું વ્યક્તિત્વ રાખજો.

સમાજ નીચોવી નાખવા બેઠો છે.

 તૂટેલી ભગવાન ની મૂર્તિ ને તો લોકો ઘરમા પણ નથી રાખતા..તો આપણી તો શું હેસિયત છે.

 રડવું હોય તો ભગવાન સામે રડી લેજો..બધાના ખભા એટલા મજબૂત નથી હોતા.

જેમ સિંહણનું દૂધ ઝીલવા સુવર્ણ નું પાત્ર જોઇએ.. તેમ. આપણી આંખના આંસુ ઝીલવા .. સજ્જન માણસ નો ખભો જોઈએ ...

દુનિયા અને કુટુંબ મા મંથરા..અને રાવણ ઘણા ફરે છે..ત્યાં હળવા થવાની કોશિશ ના કરતા.

એક પિતા એ તેના પુત્ર ના નામે દોલત લખતા પહેલા કીધેલા શબ્દો..યાદ આવ્યા..

 બેટા ..હું તારા ઉપર આંધળો વિશ્વાસ મુકું છું

 જવાબદારી તારી છે.મને આંધળો સાબિત ન કરવાની..

 જિંદગી માં બધી ચાલ ..ચાલજો..પણ કોઈ નો વિશ્વાસ તોડતા નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Drama