STORYMIRROR

Rahulkumar Chaudhary

Comedy Drama

2  

Rahulkumar Chaudhary

Comedy Drama

ગુજરાતીની વાત ના થાય

ગુજરાતીની વાત ના થાય

1 min
142

એક ગુજરાતીને અમેરિકામાં સુપરમોલમાં નોકરી મળી.


પહેલા દિવસના અંતે માલિકે પૂછ્યું કે

કેટલા ઘરાકને માલ વેચ્યો?

ગુજરાતી :

એક

 માલિક:

લોકો 15-20 ગ્રાહકને માલ વેચે છે.

તારું પર્ફોર્મન્સ તો બહુ નબળું છે.

સારું ચાલ એ કહે,

માલ કેટલો વેચ્યો તેને ?

 ગુજરાતી:

દોઢ લાખનો

માલિક બેભાન થતા થતા બચ્યો.

પછી માંડ માંડ કંટ્રોલ કરીને બોલ્યો:

એવું શું વેચ્યું તે?

ગુજરાતી :

એ માણસને માછલી

પકડવાની ગલ આપી.

ગલ માટે એક મજબૂત

સળીયો આપ્યો,

માછલા આકર્ષવા ખોરાકના

મોંઘા પેકેટ આપ્યા.

વધારે માછલાં પકડવા જગ્યા

બતાવી અને ત્યાં પાણી ખુબ

ઊંડું અને જોખમી હોવાથી

2 એન્જિનવાળી સ્પીડ બોટ આપી,

ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો.

સાથે સાથે ફૂડ પેકેટ્સનાં

15-20 પાર્સલ અને

બિયરની 10 બોટલ આપી.

બસ આમ કુલ દોઢ લાખનો માલ વેચ્યો.

માલિકની આંખમાં ઝળઝળીયાં

આવી ગયાં અને કહ્યું:

કમાલ છે દોસ્ત,

માછલીનાં ગલ લેવા આવનારને

તે આટલું બધું પકડાવી દીધું ?

ગુજરાતી:

ના ના એ તો

માથાના દુખાવાની ગોળી

લેવા આવ્યો હતો,

મેં એના મગજમાં ઠસાવી દીધું કે

માથાના દુખાવાના કાયમી ઉપાય

માટે માછલી પકડવાનો શોખ રાખો.

પછી તેને આ બધી વસ્તુઓ વેચી છે.

માલિક:

હવે કાલથી મારી જગ્યાએ

તું જ બેસજે દોસ્ત !


Rate this content
Log in

Similar gujarati story from Comedy