STORYMIRROR

Rahulkumar Chaudhary

Tragedy Crime Inspirational

4  

Rahulkumar Chaudhary

Tragedy Crime Inspirational

મા બાપની અવગણના

મા બાપની અવગણના

3 mins
157

ભણીગણીને હોશિયાર થઈ ગયેલા બાળકોએ બનાવી દીધેલા બોજારૂપ માબાપ.

હંમેશા મુજબ સાંજે 6:00 વાગ્યે ઓફિસથી નીકળી ઘરે પાછા જવા 6:30ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તામાં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કિંગની રેલિંગ પર બેઠો હતો.

એક 70-75 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભૂખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ?" તે કોઈ ભિખારી હોય તેવું લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભૂખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે:" નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો" . . હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસી ને ખાવા લાગ્યા. મેં પૂછ્યું ,"કાકા ક્યાંથી આવો છો ? કયાં જાવું છે ? કોઈ ને શોધવા નીકળ્યા છો કે શું ?" તેમણે જવાબ આપ્યો."હું પુના પાસેના એક ગામથી આવું છું. તારા જેવડો મારો પુત્ર અહીં કોઇ મોટી કંપનીમાં ઇન્જિનીયર છે. બે વર્ષ પહેલાં તેને મુમ્બઇમાં લવમેરેજ કરેલાં. તેની ભણેલી પત્ની ને અમારા ગામડીયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વરસથી અલગથી રહે છે. પરમદિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે. પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકામાં જાય છે. મુંબઈ થી તો વરસે દિવસે એકાદવાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતાં પહેલાં એકવાર તો મળીને જા" કહ્યું તો કહે," જલ્દી જાવું છે એટલે સમય નથી. "મને થયું 10 વર્ષ હવે જીવન હશે કે નહીં કોને ખબર એટલે હું જ મળી આવું. કાલ સાંજથી મુંબઈમાં ફરુ છું પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટનમાં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે. પરંતુ મારા પુત્ર એ તો મને આજ સરનામું લખાવ્યું હતું "... કહી ને તેણે ખીસ્સામાંથી એક ચબરખી કાઢી બોલ્યા," આ મોબાઇલ પણ ખરાબ થઈ ગયો લાગે છે. કાલ નો મારા દીકરાનો એક પણ ફોન નથી આવ્યો." મેં પૂછ્યું:" તમે કેમ ફોન કરી ને પૂછી લેતાં ?" તો કહે," મને ફોન કરતા નથી આવડતું." મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લીસ્ટ કાઢીને બેદિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામેથી ફોન કટ કરવામાં આવ્યો. મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિજલ્ટ તેજ આવ્યું. છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાચ્યું

આંતર રાષ્ટ્રીય હવાઈ મથક-ફાઉન્ટન, ફોર્ટ, મુંબઈ.

મને સમજાઈ ગયું કે માં-બાપ ને ટાળવા માટેજ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવાનું પણ ટાળતો હતો. મને સમજાઈ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી. મને સમજાઈ રહ્યું હતું કે પુત્ર તરફથી થઈ રહેલી ઊપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાઈ રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું. મેં કહ્યું, "કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા જાવ ઘરે કાકી તમારી રાહ જોતાં હશે." તેમના હાથમાંની જુની થેલીમાં ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું, "કાકા આમાં શું છે ?" તેઓ બોલ્યા આતો મારા દીકરાને મગસ બહુ ભાવે એટલે તેની માં એ બનાવી ને મોકલ્યા હતાં."..મારા દિલમાં એકદમ ધ્રાસકો પડ્યો. મને થયું સોય ના એક ઘા થી તેમનું હ્રદય વિન્ધી નાખું અને તેમના નાલાયક દીકરાની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઈ હતી. મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા, હું નિ:શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો.... મેં કહ્યું," કાકા હવે ઘરે જાવ મોડું થઈ જાશે વિમાન તો હવે જતું રહ્યું." કહી ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો.

તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી રહી રહી ને એકજ વિચાર આવતો હતો કે ભૂખ ના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં એ વૃદ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસે ના ડબ્બામાંથી શું એક લાડવો ખાઈ શકતા ન હતાં ?

આટલો પ્રેમ !!!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy