સાહસ
સાહસ
સાહસ વિના સિદ્ધિ નથી. માનવ જીવન હંમેશા સાહસથી ભરેલું હોય છે. માનવીને નવું કરવાની ઘણી બધી ઈચ્છાઓ થાય છે. તે માટે તે સાહસ કરે છે.
ઘણા બધા લોકોને જુદા જુદા પ્રકારના શોખ હોય છે.આ શોખમાં સાહસ કરતા હોય છે.
કોઈને વિજ્ઞાનમાં રુચિ હોય તો તેઓ પ્રયોગ કરે. હરવા ફરવાના શોખીન જુદા જુદા સ્થળે ફરવા ફરવા જાય. તેમજ કેટલાક સાહસિક લોકો પર્વતારોહણ કરતા હોય છે.
કોઈપણ પ્રકારનું સાહસ કરવું તે ઘણી અઘરી વાત હોય છે. રસ્તામાં અનેક વિઘ્નો આવે છે.શારીરિક નુકસાન થવાના પણ ઘણા બધા બનાવો બને છે.
મારો એક મિત્ર પર્વતારોહણની સાહસ કરવાની વૃત્તિને કારણે તે હિમાલયમાં માટે ગયો. ખૂબ તાલીમ લીધી અને ત્યાર પછી પર્વતારોહણ શરૂ કર્યું ઘણું બધું તે આગળ સુધી વધી શક્યો. પરંતુ એક વખતે અકસ્માત થતા તે જમીન પર પટકાયો અને તેના બંને પગ કામ કરતા અટકી ગયા અને તે પથારીવશ થઈ ગયો.
સારી સારવાર મળવાથી થોડા મહિનામાં બધું કામ વ્યવસ્થિત થઈ થઈ ગયું. પરંતુ તેને પર્વતારોહણ નું સાહસ અધૂરું ન મૂક્યું. ફરી પાછો પર્વતારોહણમાં આગળ વધ્યો અને નિશ્ચિત શિખર સુધી પહોંચી અને સિદ્ધિ હાંસલ કરી અને તેનું નામ ચારેતરફ રોશન થયું.
આમ સાહસિક માણસો જીવનમાં ખૂબ મહેનત કરે છે. નિષ્ફળ થવા છતાં પણ ફરી ઊભા થયા અને પોતાના ધ્યેય તરફ આગળ વધે છે અને અંતે સફળતા પ્રાપ્ત કરે છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં આ નિયમ લાગુ પડે છે.
નિષ્ફળતાનો ડર રાખ્યા વિના સતત મહેનત કરતા રહો અને સિદ્ધિ તમારા ચરણોમાં આવી જશે.
