સાધના ----ભાગ- ૧૦
સાધના ----ભાગ- ૧૦
સવાર પડતા જ ઘરમાં ચહલ -પહલ શરુ થઇ ગઈ .આજે સાધના ના નાનીમા આવવાના હતા .
તે ધર્મીક્વૃતીના હતા .તેથી તેનાથી બહુ જ સંભાળીને રહેવું પડે તેમ હતું ..આજે સાંજે તેઓ આવવા ના હતા ...બંને બહેનો ઘુસફૂસ કરવા લાગી ..મીનાએ પૂછ્યું તો તે લોકોએ વાતને ટાળી દીધી ...
ત્યાજ શીલા તેની ખાસ સહેલી આવી તેણે સાધના ને મોટી સાંજી,મંડપ અને લગ્ન ના દિવસે તૈયાર કરવા વાળા બહેન ની વાત કરી ,,સાધના એ ના પડી કે ,”ખુબ ખર્ચો થશે ,હું અને તું એમ મળી ને તૈયાર થઇ જશું ,,તું મને મહેંદી પણ મૂકી આપજે ..તો શીલા ખીજ્વાણી કે જીવનમાં એક જ વાર લગ્ન કરવાના હોય ,,માટે તારે તૈયાર થવું જ પડશે ,,બાકી હું જય ને કહું છું ,,ત્યાં જ જય પણ ત્યાં આવી ચડ્યો ..તેને બધી વાત સાંભળી અને છેલ્લે પોતાનો ફેસલો સંભળાવ્યો ..”તારે કુલ ત્રણ દિવસ તૈયાર થવાનું છે ,ભાભીએ પણ તૈયાર થવાનું છે અને મહેંદી પણ મુકાવવાની છે. “શિલા તું મારી પાસે થી પૈસા લઇ જજે મેં મારી બચતમાંથી આપેલા છે ,,તેથી નકામો ખર્ચો ગણાશે નહિ ....હવે વધારે ચર્ચા બંધ કરો અને નાનીમા ના સ્વાગતની તૈયારી કરો ...ત્યાજ ઘોડાગાડી લઈને મોટાભાઈ નાનીમા ને તેડીને આવ્યા ....બાપુ, મીનાભાભી , જયશ્રી બેન અને સાધના બધા જ લોકો ઉભા થઇ ગયા .
નાનીમા આવતા જ મીના વહુ તેમને પગે લાગ્યા ..અને નાનીમાં એ , બધાના ખબર અંતર પૂછ્યા...સાધના ચા લઇ ને આવી અને તેમની બાજુમાં બેસી ગઈ ,,..નાનીમા બોલ્યા કે મીના વહુ ક્યાં? બોલાવો તેમને પણ બહાર બધા લોકો ડરી ગયા ,કે કઈ ભૂલ તો નથી થઈને???? ત્યાં જ મીના ડરતી ડરતી બહાર આવી ..નાનીમા તેમની સામે જોઇને બોલ્યા “બેસો અહિયાં,,,મીના ઝટ પટ નીચે બેસી પડી ..સામે બાપુ,ઉભેલા હતા ,શું થયું હશે??મીના ડરતી હતી ત્યાં નાનીમા બોલ્યા “વિનોદરાય.,સાધના દીકરી કાલે જ સાસરે જતી રહેશે ,, બંને દીકરાઓ નોકરીમાં વળગી પડશે તો તમારે બોલચાલ ઘરમાં કોની સાથે થશે ? છોકરાઓ ભણવામાં અને રમવાના પડ્યા હશે??તમારે કઈ જોઈતું હોય તો કોને કે’શો ?
માટે આજથી જ મીનાવહુ એ તમારી સાધના છે ..તે હવેથી તમારી લાજ નહિ કાઢે અને તમારે કઈ જોવે તો સીધું જ તેમની પાસેથી જ માં ગવાનું રહેશે .. બોલો શું કહેવું છે તમારું ???
બધા જ નાનીમાના આ અલગ અવતારથી અવાચક જ થઈ ગયા ,,સાધના અને જયશ્રી પણ તેમના આ નિર્ણય થી ખુશ થયા તેમને પણ સૂરમાં સુર પુરાવ્યો “અમે આ વાત ક્યારના જ વિચારતા હતા, પણ નાનીમા! તમને આ વાત પસંદ ન પડે તો ?એટલે સવારથી આ વાત તમને કેમ કરવી તેની ઉપાધિમાં હતા પણ તમે તો આમારું આ કામ આવતાવેત જ પૂરું કરી નાખ્યું[HD1] ??
બાપુને પણ આ વાત સાચી લાગી ,તેથી તેમને પણ સંમતી આપી દ્દીધી ...બધા નાનીમા ના આવા ક્રાંતિકારક વિચારોથી પ્રભાવિત થયા .. સાધના તો નાનીમા ને વળગી પડી અને આવા સારા મૂડ માં તેને નાનીમા ને પૂછી જ લીધું કે હું તૈયાર કરવાવાળા બહેનને તૈયાર કરવા બોલવું ?? નાનીમા મોઢું ગંભીર કરીને તેને સામે જોવા લાગ્યા ..સાધના પણ ગંભીર બની ગઈ અને તરત જ બોલી હું તો ના જ પાડતી હતી ,,પણ જય મને પરાણે કહે છે ,,હું ના પડી દઈશ ...કઈ વાંધો નહિ .,અને નાનીમા હસવા લાગ્યા .તેમને કહ્યું કે કઈ વાંધો નહિ ,,તારે જે કરાવવું હોય તે કરાવ જે ...તારી જે પણ ઈચ્છા હોય તે કે જે આજે ,તારી માં જો જીવતી હોત તો કેટલી રાજી થાત ...બોલતા જ તેમની આંખો માંથી આંસુ સારી પડ્યા ...તો નાની માં આજે રાતના મહેંદી મુકવા વાળા બહેન આવવાના છે તો હું જમી લવ ??
નાનીમા એ હુંકાર ભણ્યો ...રાતના જમ્યા પછી પડોશી બહેનો ગીત ગાવા આવી .. અને સાધના હાથમાં મહેંદી મુકાવવા બેસી ગઈ ..બહેનો એ સૂરમાં “વનરા તે વનમાં “ આ વાર કન્યાની સુંદર જોડી ...”
કાળી કાળી વાદળીમાં વિમાન ચાલે ....જેવા અર્થસભર ગીતો ગાવા લાગ્યા ..અને મહેંદીની રસમ પૂરી થતા પ્તાશાની લહાણી કરવામાં આવી
આખું ફળિયું સાધના ના લગ્નની તૈયારી કરવા લાગ્યું સાધના ને તેની માં ની કમી મહેસુસ ન થય તેવો લાડ દરેક નાના મોટા કરવા લાગ્યા ..બીજે દિવશે મોટી સાંજી અને આણું પાથરવાનું જાહેર પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છતાં ,પણ સવારે જયશ્રી ને શીલા બધાને ફરીથી સાંજે ૪ થી ૬ ની વચ્ચે સાંજી ના ગીતો રાખ્યા છે તો આવી જશો .તેમ કહેવા નીકળ્યા . બીજે દિવસે મંડપ રોપણ હતું લગભગ બધીજ તૈયારી થઇ ગઈ હતી મુન્શીભાઈ નું ઘર જયે સાફસુફ કરવી લીધું હતું .ગાદલા ને ગોદડા ભાડે થી ભાગ્યોદય મંડપ સર્વિસ માંથી મંગાવી લીધા હતા ,,ફળિયા નો ચોક મહેતરાણી પાસે સાફ સુફ કરવી ને પાણી છંટાવી લીધું હતું
મણીભાઈ નિયત સમયે આવી પોહોચ્યા હતા .તેમના કારીગરો તો રાતથી જ આવી ગયા હતા .અને આખા ચોકમાં દાળ ની સોડમ પ્ર્સરી રહી હતી .મહેમાનો ભેટ સોગાદ સાથે સમયસર આવી પોહોચ્યા હતા ..મોટા જમાઈ ને ચાંદલો લખવા નજીકના સગા સાથે બેસાડ્યા હતા .બપોરના ૪ વાગ્યે જમણવાર નું બધું જ કામ આટોપાયું
(ક્રમશ)
અલ્પા પંડયા દેસાઈ
