Alpa DESAI

Others Romance Thriller

3  

Alpa DESAI

Others Romance Thriller

સાધના-૨૫

સાધના-૨૫

3 mins
14.2K


વિધિના માતાપિતા સાધનાની તબિયતના હાલ પૂછવા આવ્યા. સાધના તેમને જોઇને ફક્ત હસી. હજુ તે આવેલ મહેમાનોને ઓળખી શકી નહિ વિધિને પણ નહિ ! રાજે તેમને બહાર બેસાડ્યા અને કહ્યું કે, "તબિયત હવે ધીમે ધીમે સારી થતી જાય છે. વિધિના મમ્મી-પપ્પાના ગયા બાદ રાજ બોલ્યો “મમ્મી ! તે લોકો વિધિના મમ્મી-પપ્પા હતા, તમારી ખબર લેવા આવ્યા હતા. સાધના ફિક્કું હસી. બીજે દિવસે સાધનાનું ખાવામાં ખુબ ધ્યાન રાખીને જમવાનું બનાવવામાં આવ્યુ.

સાધના હવે થોડું થોડું ચાલવા લાગી હતી હજુ તેને કોઈનો સહારો જોઈતો હતો. ભરત થોડા દિવસો ઓફિસે ન ગયો અને સાધનાના ગરમ હાથોના સ્પર્શ ને સમજી શક્યો હતો. તે સતત તેનું સાનિધ્ય ઈચ્છતો હતો. પહેલાની જેમ તેના હાથમાં રચાયેલી મહેંદીને જોવા માંગતો હતો. પણ તેના હાથ એકદમ ફિક્કા લગતા હતા. તેની આંખોમાં ઉત્સાહ જોવા માંગતો હતો પણ તે પણ ગમગીન લાગતી હતી. થોડા દિવસો ગયા હવે ભરતને ના છૂટકે ઓફીચે જવું પડે તેમ હતું તેથી તે ગયો. આજે રાજ ઘરે રહ્યો પોતાની મમ્મીના હાથ પગના નખ કાપી આપ્યા. તેમાં લાલરંગની નેઈલ પેન્ટ લગાવી આપી, મમ્મીને ગમતું સુગંધી તેલ માથામાં નાખી આપ્યું. આમ રોજ થોડા થોડા દિવસે બંને રજા લઇ પોતાના સ્વજનની દેખ ભાળ કરતા હતા. વિધિએ રાજને મમ્મીની તબિયત વિષે પૂછ્યું. રાજે બધી હકીકત જણાવી. વિધિ પણ તેમની તબિય થી થોડી ચિંતિત થઇ ગઈ.

આજે તે થોડી ઉદાસ હતી તેની મમ્મી એ વિધિને પૂછ્યું “આજે કેમ ઉદાસ લાગે છે ? કઈ થયું ? રાજના મમ્મીની તબિયત કેમ છે ?”

આજે તારા પપ્પા કહેતા હતા કે,"રાજ બહુ ડાહ્યો અને સંસ્કારી છે.

તેની મમ્મીની તબિયત સારી થાય પછી આપણે તેમના ઘરે જશું અને તારું માંગું નાખીશું. તેની મમ્મીની નિસ્તેજ આંખો તે દિવસે ઘણું કહેવા માંગતી હતી, પણ હું તેમની આ ચુપકીદી સમજી ગઈ તેમના મનના સ્પંદન જાણે મને કહી રહ્યા હતા કે તમારી વિધિ આજથી અમારી થઇ પણ તેમની સ્થિતિ આ વાત કહેવા કે અનુભવવા સારી નહતી,તેથી અમને પણ ત્યાં વાત ઉચ્ચારવી યોગ્ય ન લાગી.” વિધિ આ વાત સાંભળીને પોતાની મમ્મીને વળગી પડી. તેને થયું હું દોડીને રાજ પાસે જાવ ? અને આ ખુશ ખબર જણાવું ? પણ તેને પોતાના મન અને વિચાર પર કાબુ રાખ્યો. બીજો દિવસ ઉગતા જ તે કોલેજ પોહોચી ગઈ. આજે વિધિ એ રાજને પસંદ એવો સફેદ રંગનો ડ્રેસ અને લાલ ચટક બાંધણીની ઓઢ્ણી પહેરી હતી. રાજ તેને જોઈને ખુશ થયો અને પૂછ્યું કેમ આજે આ ડ્રેસ પહેરીયો ?”

વિધિ થોડી શરમાઈ અને રાજનો હાથ પકડીને બોલી, "મારા મમ્મી-પપ્પા તારા ઘરે આવવાના છે. આપણી સગાઇની વાત કરવા. રાજ પણ આ સાંભળીને આનંદિત થઇ ગયો. પણ પાછો ગંભીર થઇને બોલ્યો, "વિધિ મારી મમ્મી સારા તો થઇ જશે ને ? તેને મારી બહુ ચિંતા હતી. આજે મારી ખુશીના દિવસો આવ્યા ત્યારે તે તબિયતથી હારી ચુકી છે. ભગવાન તેને જલ્દી સારી કરી દે, આપણે પછી સગાઇ કરીએ તો ?" વિધિ તેને આશ્વસન આપતા બોલી, "કઈ નહિ થાય તારા મમ્મી ને. બધું સારું થઇ જશે મારા મમ્મી પપ્પા આ રવિવારના દિવસે તારી ઘરે આવશે. તો તું તારા ઘરના લોકોને પૂછી લે જે કે આ સમય ઉચિત છે ને ? પછી મને જણાવજે. થોડા દિવસો બાદ રાખવું હોય તો પછી મળીશું કોઈ વાંધો નહિ." રાજ બોલ્યો, "હું તને જણાવીશ કે ક્યારે આવવું ! ખાસ મારા મમ્મીની તબિયત સારી રહેછે કે પછી... તે બોલતા અટકી ગયો, તે માટે કહું છું." રાજ સાથે વાત પતાવીને વિધિ પોતાના વર્ગમાં ચાલી ગઈ. રાજ પણ પોતાનો વર્ગ પૂરો કરીને ઓફિસે જવા નીકળી ગયો...(ક્રમશ)


Rate this content
Log in