Alpa DESAI

Others Tragedy

3  

Alpa DESAI

Others Tragedy

સાધના-૨૬

સાધના-૨૬

5 mins
14.6K


રાજ રાતના ઘરે આવ્યો અને રોજની જેમ આજે પણ તે મમ્મીના રૂમમાં ગયો. તેની મમ્મી મોટો ચાંદલો, કોરા અને સુંવાળા વાળમાં ગુલાબ અને મનગમતી સાડી પહેરીને બેઠી હતી. મમ્મીને આટલી સ્વસ્થ જોઈને તે આનંદિત થયો. તે જલ્દી તેની મમ્મી પાસે બેસી ગયો અને પૂછ્યું “મમ્મી આજે તબિયત કેમ લાગે છે ?" સાધના મીઠું હસી, રાજના માથા પર હાથ ફેરવતા ધીમું બોલી “સારું છે. મારો દીકરો બહુ મોટો થઇ ગયો, કે મારા સ્રારું વહુ ગોતી લાવ્યો ? તે મને તો ન કહ્યું ! કશો વાંધો નહી પણ તારા પપ્પાને વાત કરજે હો ! તેમને દુખી ન કરતો. તે મારું જીવન છે. તે દુઃખી તો હું પણ દુઃખી બોલતા સાધનાની આંખોના ખૂણા ભીના થઇ ગયા.” રાજને નવાઈ લાગી કે મમ્મી પહેલાનું ધીમેધીમે ભૂલવા લાગી છે. આજે કોઈએ તેને કહ્યું હશે ત્યારે તે ફરી વિધિને ઓળખી. તેની દુનિયા તો ફક્ત પપ્પાની આજુબાજુ જ ફર્યા કરે છે.

આવી પરિસ્થિતિમાં પણ પપ્પા પ્રત્યેનો તેનો પાવન અને નીર્સ્વાથ પ્રેમ કેટલો પૂજનીય છે. ત્યાજ પપ્પા પેંડાનું બોક્ષ લઈને આવ્યા. અને રાજ કઈ સમજે તે પહેલા જ તેના મોમાં એક પેંડો મૂકી દીધો અને રાજને પોતાની હુફમાં લઇ લીધો. રાજ બોલ્યો, “કેમ પપ્પા ! આજે આ મીઠાઈ ? મમ્મીને તો નથી આપી ને ? “ ”રાજ આજે ખુબ ખુશ હતો તે સાધનાની બાજુમાં બેસી ગયો અને રાજના માથા પર હાથ ફેરવતા બોલ્યો, દીકરા આજે વિધિના પપ્પા મારી ઓફિસે કોઈ કામસર આવ્યા હતા, મને પણ મળ્યા. એમણે બધી વાત કરી તે લોકો તારી મમ્મીની તબીયત સારી થશે પછી આપણી ઘરે આવશે. મેં કહ્યું કે મારી સાધના તો સારી જ છે અને સાધના ની સામે જોયું ત્યાતો સાધના પણ મલકાઈ. મેં આજે જ તેમને આમંત્રણ આપી મુક્યું છે, તે લોકો થોડીવારમાં જ આવી પહોચશે. તું નાહીને જમી લે." રાજ તો આ બધું સાંભળીને અવાચક થઇ ગયો. ત્યાં સાધના બોલી “જા ! મારા દીકરા ,મોડું ન કર, ક્યાંક બહુ મોડું થઇ જશે.”

રાજ જામીને નાહીને તૈયાર થઇ ગયો. તેને હોલમાં એર ફ્રેશનર છાંટી દીધું. ત્યાજ વીધી તેના મમ્મી-પપ્પા સાથે આવી પોહોચી. સાધનાએ બધાને નમસ્કાર કર્યા. વિધિ બંનેને પગે લાગી. સાધના બોલી મેં આ દીકરીને ક્યાંક જોઈ છે. બહુ મજાની છે. બધા સાધનાની તબિયતથી વાકેફ હતા તેથી વાત આગળ ચલાવી. બંને પરિવાર આ સંબંધ જોડવા સહમત હતો. હવે ફક્ત રાજના કુટુંબીઓને બોલાવીને મુહુર્ત કઢાવવાનું જ બાકી રાખ્યું. બીજે દિવસે રાજના દાદાદાદી અને પરિવાર સહ સૌ વિધિની ઘરે આવશે તેવું નક્કી થયું અને બધા છુટા પડ્યા. બીજે દિવસે વિધિને ઘરે તાત્કાલિક શ્રીફળ વિધિ કરવાનું નક્કી થયું અને પંદરદિવસમાં લગ્ન કરી દેવા. તે પણ નક્કી થયું. સાધનાની તબિયત સારી નરસી રહે છે જો વિધિના આવ્યા પછી તે એકદમ સારી થઇ જાય, તો બધાને શ્રીનાથજીના દર્શન હું મારા ખર્ચે લઇ જઈશ તેવી ખુશીની વાત કૈલાશબેને કહી.

થોડા દિવસો પછી રાજના લગ્ન લેવાયા. આજે સાધના થોડી શાંત જણાતી હતી. તે લગ્ન મંડપમાં સોફા પર એમ જ બેસી રહી હતી. ભરત તેને બધી સુચના આપી રહ્યો હતો. તેનો હાથ પકડીને બધી વિધિ પૂરી કરાવવી પડી હતી. રાજના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયા. આજે વિધિનો વિધિવત ગૃહ પ્રવેશ હતો. સાધનાને પગે લાગ્યા નવા વરઘોડિયા. સાધના આવી માનસિક પરિસ્થિતિમાં ઝઝુમતી હોવા છતાં બોલી, "દીકરા પરિવારને સાચવવામાં સ્ત્રી પોતાની ઝીંદગી પણ કુરબાન કરી દેતી હોય છે, પણ ક્યારેય તારી વાગ્દત્તાના સ્વાભિમાનને ઠેસ ન પોહોચાડતો. બન્ને ખુબ પ્રેમથી જીવજો. મારા આશીર્વાદ સદૈવ તમારી સાથે જ છે."

આખા દિવસના થાક બાદ સાધના કઈ પણ ખાધા વિના સુઈ ગઈ. વીધિએ સવારમાં ઉઠતા વેત ઘરનું કામકાજ સંભાળી લીધું. તે ખુબ સમજદાર હતી. હવે ભરત અને રાજ પણ પોતાની ઓફિસે જવા લાગ્યા. વિધિ ઘરનું તેમજ બહારનું એમ બધું કામકાજ કરવા લાગી. પોતાનું વ્હીકલ લઈને બેંકનું કામકાજ, સાધનાની દવા લાવવી. તમામ કામ તેને માથે ઉપાડી લીધા. સાથો સાથ સાધનાની પણ દેખભાળ રાખવા લાગી. તેને માથામાં તેલ નાખી દેવું, સમયસર જમાડીને દવા આપવી.

સમય પસાર થતો ગયો જોત જોતામાં તો રાજના લગ્નને આઠ માસ વીતી ચુક્યા સાધનાની તબિયત સારી નરસી રહ્યા કરતી હતી. વિધિ પોતાની ફરજ નાની ઉમરમાં નિભાવી રહી હતી. પોતાના મમ્મીની તે જેમ સેવા કરે તેમ તે સાધનાંની સેવા કરી રહી. વિધિ ઘરમાં બધાને પ્રિય બની ગઈ હતી. ક્યારેક પોતાના સસરાને સ્કુટર પર ઓફિસે મુકીને વળતા શાકભાજી પણ લઇ આવતી હતી. આજે પણ તે પોતાની સાથે પપ્પાને મૂકી વીજળીનું બીલ ભરવા જવાની હતી. વિધિએ પોતાના સાસુને નવડાવીને સાડી પહેરાવી, માથું ઓળી આપ્યું અને દવા આપીને ઝાડ ની નીચે ખુરશીમાં બેસાડ્યા. ઝાડ,પાનને પાણી પાયું. ચકલાનું ચણ મુક્યું, ચકલા માટે નાના માટીના પાત્રમાં પાણી ભર્યું અને સાધનાને કહીને જવા નીકળી. બરાબર બાજુમાં ભલામણ પણ કરી કે "હું લાઈટનું બીલ ભરવા જાવ છું. દિવાળી નજીક હોવાથી પછી રજાઓ પડશે તો તમે જરા ધ્યાન રાખશો. તેમને અંદર

જવું હોય તો જરા મદદ કરશો." અને તે પોતાના સસરાને લઈને બજારમાં ગઈ.

સાધના થોડીવાર ત્યાં બેઠી. પક્ષીઓ ચણવા આવ્યા અને પાણી પીને ઉડી ગયા. સાધના તેમની પાંખોના ફડફડાટને સાંભળી રહી હતી. તેવામાં એક નાની એવી ચકલી ત્યાં પાણી પીવા આવી, પણ આ શું ?પાત્રમાં પાણી ન હતું ચકલી આમ તેમ ઉડવા લાગી. તેના પાંખોના ફફડાટથી તે તરસે મારી રહી હતી, એવામાં સાધના તેનું અવલોકન કરતી રહી. તે તેની પરિસ્થિતિ સમજી ગઈ. તે ઉઠવાનો પ્રયત્ન કરવા લાગી પણ સ્થૂળ શરીર તેને સાથ આપતું ન હતું. જેમ તેમ કરીને તે ઉભી થઇ અને પોતાના પાણીની બોટલ માંથી થોડું પાણી પાત્રમાં રેડવા લાગી. ચકલી ત્યાંથી ઉડી ગઈ હતી, પણ તેની આવવાની રાહમાં ને રાહમાં તે ભર તડકે ચકલીની વાટ જોતી ત્યાં ઉભી રહી. તેની ઇન્દ્રિયો નાશ પામી હતી, તે સંવેદનાને જાણતી હતી, જતાવતી હતી પણ તેના બ્રેન સેલ્સ ઘસાઈ જવાથી તે પોતા પર આવી પડેલ દુખને જાણતી ન હતી. લગભગ એકાદ કલાક બાદ વિધિ બજારમાંથી આવી ગઈ. પણ આટલા તડકામાં સાધનાબેનને ઉભેલા જોઈ તે દોડી આવી અને તેના પગમાં ફોડલા પડવા પાછળનું કારણ જ પર-સેવા અને જીવદયા હતું.

સાધનાના પરોપકારી સ્વભાવને લીધે આજે તે બહુ ગંભીર રીતે દવાખાનાના ખાટલા પર સુતી હતી...(ક્રમશ)


Rate this content
Log in