Alpa DESAI

Others Tragedy

3  

Alpa DESAI

Others Tragedy

સાધના-૧૯

સાધના-૧૯

4 mins
15K


સાધનાના નાના બાબાને રમાડી તેના દાદા, દાદીને બધા મહેમાનો પોતાના ગામ થોડા દિવસ રહેવા ગયા. બાપુએ કહ્યું, ”આપનો ખુબ ખુબ આભાર, કે સાધનાને રોકવા દીધી. ભાઈની સગાઇનું પતાવીને કોઈ સારું મુહુર્ત જોઇને આપ તેડી જાસો.: હીરજીભાઈ પણ તેમની વાત પર સમંત થયા. બાપુ એ કહ્યું "નાના દીકરાની સગાઈમાં પણ આવી પહોચ જો બધા ! અને બધા ત્યાંથી વિદાઈ થયા. દસ દિવસ પછી નાના ભાઈની સગાઇ બાજુના ગામમાં જ કરવામાં આવી. ભાભી સરકારી શાળામાં શિક્ષિકા હતી. આ શુભ પ્રસંગ પતાવીને સાધનાની જવાની તૈયારી થવા લાગી.

જીયાણામાં રીવાજ મુજબ બધું જ કરવામાં આવ્યું.

સાધના અને ઘરના તમામની પહેરામણી, કપડા, ઝબલા, દાગીના એમ તમામ વસ્તુ આપવામાં આવી. સાધનાનો જવાનો દિવસ નજીક આવ્યો. રાતના ઘરના તમામ લોકો બેઠા હતા, બાપુએ સાધનાને કહ્યું,

“દીકરા ! જીવનમાં કોઈ પણ કઠણાઈ હોય, કડવા વેણ પણ બોલાય અને સાંભળવા પણ પડે, માં-બાપને કારણ વગર હોળીનું નાળીયેર પણ બનાવાય તો જરા પણ વ્યથિત ન થવું. સમય જતા બધું જ સારું લાગે. નમીને રહેવામાં જ ખુબ ઊંચું કદ મળે, તો હિમ્મત ન હારવી. શાંતિથી દરેક પગલા ભરવા. તારા બાળક અને ભરતકુમારના ઘરનાને સંભાળીને રાખવા. તારી દરેક ફરજ પૂરી કરજે. બીજે દિવસે ભરત અને રેખાબેન સાધનાને તેડીને મુંબઈ આવવા નીકળી ગયા.

હજુ રેખાબેન રોકાવાના હતા. ઘરમાં નાના બાળકના આવવાથી ખુબ ખુશી છવાઈ ગઈ હતી. કૈલાશબેનનો સ્વભાવ પણ ટાઢી બોળ સ્વભાવ વાળી વહુ સામે બદલાય ગયો. સાધનાને લાગ્યું કે "ન બોલવામાં નવ ગુણ એ આનું નામ. ધીમે ધીમે દિવસો વિતતા ગયા. દાદા અને દાદીને ફઇએ દીકરાનું નામ રાજ પાડ્યું. રાજ પણ ખુબ વ્હાલો લાગે તેવો. રોજ હવેલીએ જાય, કાકા સાથે માર્કેટમાં જાય, દાદી સાથે બિલ્ડીંગમાં ફરવા લાગ્યો અને બધાનો માનીતો બની ગયો. એક બાળકના આવવાથી જીવનમાં કેવડું મોટું પરિવર્તન આવી ગયું તેવું સાધનાને લાગવા લાગ્યું. તેની પણ તબિયત હવે સુધરી ગઈ હતી.

પણ તે ભરતથી કામના બોજ અને બાળકની દેખભાળમાં દુર થતી ગઈ. ભરત પણ પ્રમોશન મેળવવા માટે ઓફિસમાં વધુ સમય આપવા લાગ્યો. એક દિવસ હીરજીભાઈ રાતના આવીને બોલ્યા, "મોટાભાઈની નાદુરસ્ત તબિયતને લીધે અમે દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભરત હવે બરાબર સ્થિર થઇ ગયો છે. દુકાન વ્હેચીને નાનાને ગામમાં કઈ નાની મોટી વસ્તુની દુકાન કરી આપીશું. અને બીજા પૈસામાંથી મોટું મકાન ખરીદી લેશું. થોડા પૈસા બેંકમાં લાંબા સમય માટે મુકીને તેના વ્યાજમાંથી ઘર ચલાવીશું. તો તમે બધા આ વાત પર સહમત છો ?" ભરતે આ વાતને સમર્થન ન આપ્યું. પણ પપ્પાના ફેસલામાં તે ક્યારેય ના કહી શક્યો નહિ.

થોડા દિવસોમાં દુકાન વહેચાઈ ગઈ.પપ્પા, મમ્મી અને ભાઈ દેશમાં ગયા.ત્યાં નાનાભાઈને કરીયાણાની દુકાન કરી આપી અને મોટું બંગલા જેવું ઘર પણ ખરીદી લીધું. તે લોકો ત્યાજ રહેવા લાગ્યા. રાજ પણ હવે મોટો થઇ ગયો હતો. ઈંગ્લીશ માધ્યમવાળી સ્કુલમાં ભણવા લાગ્યો હતો. દિવસો વીતવા લાગ્યા. કૈલાશબેનનો ફોન અવારનવાર આવવા લાગ્યો રાજ માટે તેમને ખુબ લગાવ પણ દાદાની અને કાકાની જવાબદારી આવી પડી માટે તેમને દુર જવું પડ્યું. હવે તેમને સાધનાની જરૂર હતી. સાધના એ પહેલી વાર કોઈ વણ માંગ્યો સુઝાવ આપ્યો કે "આપણે ભાઈની સગાઇ કરી દઈએ તો મમ્મીજી ?" 

કૈલાશબેનને પણ આ સુઝાવ ગમ્યો. તેણે કહ્યું કે "આ જવાબદારી તારી. તારે તારા દિયર માટે તારા જેવી જ વહુ ગોતી આપવાની છે. આજે સાધનાને થયું કે બાપુની વાત સાચી હતી સમયાંતરે બધું બરાબર થઇ જાય. તેને પણ ઘરની વ્યક્તિ હોવાની લાગણી થઇ. અત્યાર સુધી તો ભરતની પત્ની બની ને રહેનારી સાધના એક સન્માનિત વહુના રૂપમાં પ્રદર્શીત થતી લાગ્યું.

પણ ઝાંઝવા ના જળ કોઈએ ચાખ્યા છે ? સમયનું વહેણ વહેવા લાગ્યું.

સાધનાનો રાજ મોટો મોટો થઇ ગયો. શાળામાં વાલીઓની મીટીંગ હોવાથી સાધના ત્યાં હાજરી આપવા ગઈ. ટીચરે સવાલો પૂછ્યા પણ સાધના એક પણ સવાલનો જવાબ ન આપી શકી. કેમ કે અંગ્રજીમાં બોલવાનું તેણીને ન ફાવે. રાજને બધા વાલીઓ વચ્ચે નાનપ લાગી.

તેથી તે બોલ્યો "હવેથી પપ્પા જ મારી મીટીંગમાં આવશે, મમ્મી તમારે આવવાની જરૂર નથી." સાધના રાજનો ઈસારો સમજી ગઈ. ભરતને પણ મોડુંમોડું એ જ્ઞાન થયું કે મારી પત્ની ઓછું ભણેલી છે. આમ, તેનું મન સતત કામમાં લાગેલું રહેવા લાગ્યું. રાતના પણ ઓવર ટાઇમ કરવા લાગ્યો. ઓફીસમાં તે સેર્વેસર્વા બની ગયો. ઓફીસમાં તેના કામની વાહવાહ થવા લાગી. પણ તે પત્ની અને બાળકની જવાબદારીમાંથી વિમુખ થતો ગયો.

અચનાક, એક રાતના ફોન આવ્યો “હેલ્લો ! મી.જોશી તમે ચર્ચગેટ પોલીસ ચોકી પર આવી જાઓ. હું મી.શાહ બોલું છું." અવાજમાં ખુબ ગભરાટ હતો. સાધના પણ ડરી ગઈ. અને ભરત ફટફટ તૈયાર થઇને ચર્ચગેટ જવા નીકળી પડ્યો...(ક્રમશ:) 


Rate this content
Log in