N.k. Trivedi

Romance

4  

N.k. Trivedi

Romance

સાચું મૂલ્યાંકન

સાચું મૂલ્યાંકન

3 mins
340


"આશુતોષ."

"હા, કાકા."

"મારે તારું કામ છે, જરા સમય કાઢીને તું એકલો આવજે."

"ભલે, કાકા, કાલે સવારે આવું."

"ભલે એમ કર."

"આશુતોષ, તું બીજે જોબ કરે છો અને તારી પત્ની રીમાં અહીં જોબ કરે છે. તમારા હમણા જ લગ્ન થયા છે. અત્યારે તો સાથે રહી એન્જોય કરવાનો સમય છે. આમ જુદા જુદા રહી જોબ કરવાનું કાઈ કારણ ?"

"કાકા", "રીમાંને સારી કંપનીમાં જોબ મળી છે. રીમાને જોબ કરવાનો શોખ છે. મારી કંપનીની ઓફિસ અહીં નથી એટલે હું શનિ, રવિ આવું છું, ક્યારેક રીમાં ત્યાં આવે છે."

"બેટા તને રીમાં ઉપર વિશ્વાસ હશે, પણ સમાજને થોડું બધું સમજાવા જવાય છે."

"કાકા, ખુલીને વાત કરોને તો કાંઈક સમજાય."

"તો, બેટા એવું છે, કે તું આવે ત્યારે તો રીમાં ઘરે જ રહે છે. પણ તારી ગેરહાજરીમાં ઓફિસેથી ઘરે આવ્યા પછી રીમાં રાત્રે 8 વાગે બહાર જાય છે અને 10 વાગે, ક્યારેક તો 11 વાગે પાછી આવે છે. વહુ, દીકરીઓને મોડી રાત્રે બહાર રહેવું સારું નહીં બધા વાતો કરે છે. પણ તને કહેવાની કોઈની હિંમત નથી. એટલે મેં તને વાત કરી તારું ધ્યાન દોર્યું."

મને પણ કાકા આવી વાતની ઊડતી, ઊડતી ખબર મળી છે. રીમાને પૂછું તો તેને એમ લાગે કે મને તેની ઉપર વિશ્વાસ નથી. હું શનિ, રવિનાં બદલે વચ્ચે એક દિવસ રીમાંની જાણ બહાર આવીશ એટલે દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

ચાલો, કાકા, રીમાં ઘરેથી નીકળી છે, આપણે જેને જેને વાત નો તાગ લેવો છે એ બધાને પણ સાથે લઈ લઈએ. જેથી તે લોકો પણ સચ્ચાઈ જાણી શકે.

બધા રીમાંની પાછળ, પાછળ ગયા. રીમાં એક ઝુંપડપટ્ટીનાં ઝૂંપડામાં ગઈ, થોડી વાર પછી બધા ઝૂંપડામાં દાખલ થયા. બધાંના પગ સ્થંભી ગયા, શ્વાસ અધર થઈ ગયા, રીમાં ઝૂંપડામાં વીસેક બાળકોને ભણાવી રહી હતી. ઊભી થઈ, " શું વાત છે ?" "આશુતોષ કેમ આ બધા તારી સાથે અહીં આવ્યા છે ?."

"રીમાં આ લોકોને તારી સચ્ચાઈ જાણવી હતી અને મારે તેમને તારી સચ્ચાઈ જણાવવી હતી એટલે આ બધાને રૂબરૂ લઈ આવ્યો છું." "કાકા", "અને વડીલો જાણી લીઘી સચ્ચાઈ કે રીમાં રોજ સાંજે ક્યાં જાય છે."

"બેટા, અમને માફ કરી દે, તું આ વાત જાણતો હતો તો અમને કેમ ન કરી." "હું, જો ત્યારે વાત કરત તો તમે ન સ્વીકારત અને રીમાં ઉપર મને ખોટી વાત કરી ભરમાવવાનો દોષ આવત એટલે મેં આ રસ્તો કાઢ્યો. મારે તમને એટલું જ કહેવાનું છે કોઈ વ્યક્તિને જાણ્યા વગર તેના વિશે અટપટી વાત કે અવહેવારીક વાત ન કરવી જોઈએ. કોઈનું મૂલ્યાંકન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આ તો સારી વાત છે કે હું રીમાંની પ્રવૃત્તિ વિશે જાણતો હતો એટલે ભરમાયો નહીં, નહીંતર અમારું દામ્પત્ય જીવન નંદવાઈ જાત. વડીલોએ બાળકોનું ધ્યાન રાખીને માર્ગદર્શન કરવાનું હોય નહીં કે દોષ શોધવાનાં હોય."

"બેટા, તારી વાત સાચી છે, આજે અમે તારું અને રીમાનું સાચું મૂલ્યાંકન કરી શક્યા અમને તમારી વિવેક બુદ્ધિ ઉપર ગર્વ છે. અને તમે અમને વડીલોને સાચી દિશામાં વિચારવાની રાહ સુઝાડી. અમે આ બાબતે તમારા ઋણી છીએ."


Rate this content
Log in

Similar gujarati story from Romance