STORYMIRROR

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

સાચે જ..

સાચે જ..

3 mins
14.8K


ભૂપેશ ખરેખર પરેશાન હતો. નીલમે આખરે તેનુ ધાર્યું કરવું નક્કી કરી નાખ્યું હતું. તે વાત તેને સમજાતી નહોતી પણ નીલમ સ્પષ્ટ હતી. બાળક દત્તક લેવું કે આ કૃત્રિમ ગર્ભાધાન (આર્ટીફીસીયલ ઈનસેમીનેશન) કરાવવું તે દ્વિધામાં બહાર નીકળવાના ભગીરથ પ્રયત્નના અંતે નીલમે તેને કહ્યું – પારકું લોહી તે પારકું કમ સેકમ અહીં મારું સંતાન તો ખરુંને. 

ભૂપેશને આ દલીલ ઠીક લાગતી નહોતી. તે હજી રાહ જોવાના મતમાં હતો. હજી દવા કરાવી તેની ઉણપો સુધારવાના મતમાં હતો. પરંતુ નીલમે સહજ રીતે કહ્યું. રાહ જોવામાં પાંચ વર્ષ તો કાઢ્યા. હવે તો મને સગા વહાલામાં જવાબ આપતા અને મહીને મહીને ટાઈમમાં બેસતા પારાવાર દુઃખ થાય છે. મને કોઈ ખોડ નથી અને મને લોકોની થતું નથી… થતું નથી તેવી વ્યંગવાણી સહન કરવી પડે છે. હું કંઈ ઢંઢેરો પીટવા નથી જવાની કે તને તકલીફ છે. આ બધું તો ઘરમેળે પતી જવાનું છે. વીર્યદાતાને તો ખબર પણ હોતી નથી અને હોસ્પીટલમાં એક દિવસની સારવાર છે. 

પણ નીલમ ! નીલમની વેદના પ્રચુર આંખોમાં ટગટગતા આંસુડા જોઈ ભૂપેશ પાછો પડી ગયો. મુંબઈ જવાની ટિકિટ મંગાવી, હોસ્પીટલમાં ફી ભરવાનો ડ્રાફટ કઢાવી લીધો…. અને નીલમનું મસ્તક આંનંદ અને શોક બંનેના ભારમાં ગળાડુબ બની ગયું. 

 ભૂપેશને તે પુરુષમાં નથી તેવું કહેવા નહોંતી માંગતી પરંતુ તે સિવાય બાળ પ્રાપ્તિનો બીજો કોઈ સાચો રસ્તો દેખાતો પણ નહોતો. દત્તક બાળક લોવાની બાબતમાં  તેને ઘડપણમાં લોહીનો સંબંધ ન હોય અને ઠેબે ચઢાવે તેવી ધાસ્તી પણ લાગતી હતી. 

પૂરા નવ મહીને રુડો રુપાળો દીકરો જોઈને નીલમ તો મલકાતી હતી પણ ભૂપેશને તે બાળકની હસીમાં સ્વત્વ ન લાગતા નીલમનો દીકરો…નીલમનો દીકરો. થયા કરતું હતું. 

જવલંત નામ પણ ભૂપેશે જ પાડ્યું… અને જ્વલંત તેના નામ જેવો જ જ્વલંત હતો. પપ્પા પપ્પા કરતો ભૂપેનને વળગે પણ કોણ  જાણે કેમ ભૂપેન તેનાથી દુર અને દુર જ રહેતો.. તેને થતું કે આ મારુ સંતાન નહીં. ભૂપેશના પિતાને ભૂપેશની વર્તણુંક ખુંચતી અને તેથી કહે પણ ખરા જો દત્તક દિકરો લીધો છે તેમ માની ને જવાબદારીથી વર્તન કર. ગમે તેમ પણ તેને તારું નામ તે આપ્યું છે. નીલમને તો ઘીનો ગાડવો મળી ગયો પણ ભૂપેન તે ઘીનો ગાડવામાં ન જાણે શાય કારણથી એમ માની બેઠો કે તેને માટે તે વેઠ છે. પરિણામ સ્વરુપે નીલમ અને ભૂપેન વચ્ચે એક તિરાડ જેવી પડતી ગઈ. 

બાર વર્ષનો જ્વલંત એ તિરાડને સમજતો ગયો અને એક દિવસ તે ઘર છોડી નીકળી ગયો. નીલમ તો રડી રડીને અડધી થઈ ગઈ. પણ ભૂપેન જબરો અસમંજસ માં પડ્યો… એક બાજુ એને એવું થતું હતું ચાલો ટાઢે પાણી એ ખસ ગઈ… પણ બીજી બાજુ એનું પણ મન રડું રડું થતું હતું. પોલીસ સ્ટેશને ઘક્કા ફોન ઉપર ફોન અને ડર પણ લાગે નાનો છોકરો… કંઈ આડું અવળું કરી નાખ્યું હશે તો…

ઘરના બારણે જયારે શબવાહીની આવીને ઉભી અને નાના જ્વલંતની ફુગાયેલી લાશને જોઈ ભૂપેન પહેલી વખત મોટા અવાજે પોક મુકીને રડ્યો… જાણે સાચેજ તેનો દીકરો મરી ન ગયો હોય!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy