STORYMIRROR

PRAVIN MAKWANA

Comedy

3  

PRAVIN MAKWANA

Comedy

સાબરમતી નદીનું પાણી

સાબરમતી નદીનું પાણી

1 min
237

મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કૃષ્ણ અને અર્જુન લોન્ગ રાઈડ પર નીકળ્યા. રસ્તામાં એક નદી આવી. અર્જુન કહે, પ્રભુ આપણે નીકળ્યા એને લાંબો સમય થયો છે. મને તરસ લાગીછે. હું પાણી ભરી લાવું. કૃષ્ણએ કહ્યું, “હા, તરસ તો મને ય લાગી છે, એક કામ કર, તું બેસ અહિ, હું આ નદીએથી પાણી ભરી લાવું તારા માટે.”

કૃષ્ણ નદીએ ગયા, પોતે પાણી પીધુ અને એક લોટો અર્જુન માટે પણ ભરતા આવ્યા. અર્જુન પાણી પીતાં પીતાં ભાવુક થઈ ગયો કે, “કૃષ્ણ ! આપે અમારા માટે કેટલું કર્યું, યુદ્ધમાં ય આટલા દિવસથી મારો રથ ચલાવો છો, તમારા આ ઋણ અમે ક્યારે ચૂકવી શકીશું ?!”

કૃષ્ણ કહે, “જો પાર્થ ! તું એમ ના સમજ કે આ બધુ હું ફોગટમાં કરું છું, આ રથનું મીટર ચડે જ છે, એકવાર આ યુદ્ધ પતી જાય એટલે આપણે હિસાબ કરવા બેસી જઈશું.”

અર્જુન આ વાત સાંભળીને ચોંકી ગયો...એણે માત્ર એટલું જ પૂછ્યું કે, “આ તમે પાણી પીધું એ નદી કઈ ?”

કૃષ્ણે કહ્યું, “સાબરમતી...” 


Rate this content
Log in

Similar gujarati story from Comedy