Bharat Thacker

Inspirational Others

3  

Bharat Thacker

Inspirational Others

ઋણાનુબંધ

ઋણાનુબંધ

3 mins
7.1K


વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. આટલા દિવસોની દોડધામ અને હોસ્પીટલમાં રહ્યા પછી પણ મુકેશની તબિયતમાં કોઇ સુધારો ન હતો અને દિવસે દિવસે લેવાતો જતો હતો. મુકેશની મમ્મી સ્નેહલની આંખોમાં આંસુ સમાતા ન હતા. મુકેશના પપ્પા સાગર પોતાના પંદર વરસના એકના એક દીકરાની તબિયત જોઇને અંદરથી ભાંગી પડ્યા હતા અને વધારામાં હોસ્પીટલના ખર્ચાઓને લીધે આર્થીક ભીંસ પણ હતી. રાત્રી સુમસાન હતી. સ્નેહલે ધીરેથી સાગરને કહ્યું કેઃ તમે મુંબઇમાં તમારા નાના ભાઇ કિરણને વાત તો કરો. તેઓ ગમે તેટલા વ્યસ્ત હશે, જરુરથી પહોંચી આવશે. સાગરનું દિલ નહોતું માનતું છતા પરિસ્થિતી સામે ભાંગી પડેલ સાગરે રાતના કિરણને ફોનથી વાત કરી.

બીજા દિવસે બપોરની ફ્લાઇટમાં તો કિરણ, તેની પત્ની ભાવના અને બા આવી પહોંચ્યા. મુકેશની તબિયતમાં સુધારો ન હતો. આખરે મુકેશને બ્રેઇન ટ્યુમર છે એવું સાબિત થયું અને એ વાત પણ સાફ થઇ ગઇ કે જો સલામત ઓપેરશન કરાવવું હોય તો અમેરિકા જવું પડે અને લગભગ ૪૦ થી ૫૦ લાખનો ખર્ચ થાય. સાગર-સ્નેહલ તો આ સાંભળીને લગભગ ભાંગી જ ગયા.

પણ કિરણે કહી દીધું કે, અમેરીકા માટેની તૈયારી કરો. હું પણ આવીશ. પૈસાની ચિંતા કરશો નહીં. કિરણ આટલી મોટી રકમ મુકેશ પાછળ વાપરવા તૈયાર થયો તે જાણીને ભાવનાનું મોઢું લેવાઇ ગયું અને તેના વર્તન પણ બદલી ગયું. તે મોઢું ચઢાવીને ફરવા લાગી અને સ્નેહલ સાથે ઝગડો પણ કર્યો.

જ્યારે કિરણને આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાની પ્રગતીનો રહસ્યસ્ફૉટ કર્યૉ. ભાવનાને પોતાના વ્યવ્હાર પર પસ્તાવો થયો. કિરણને અફસોસ થયો કે પોતે પૈસા કમાવવામાં એટલો બધો વ્યસ્ત રહ્યો કે પોતાની ફરજ પણ ચુકી ગયો. કિરણ પોતાની પત્નીને ભુતકાળમાં લઇ ગયો. આજથી બાર વરસ પહેલા, જ્યારે કિરણના લગ્ન થયા ત્યારે કિરણની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. જ્યારે સાગરની નોકરી સારી જગ્યાએ હતી. બાને શરુઆતથી કિરણ માટે ખુબ હેત હતું અને કિરણની આર્થીક સિથતિ જોઇને તેમને વધુ દુઃખ થતું કે કિરણ ખુબ જ પાછળ રહી ગયો છે. બાની એવી હાર્દીક ઇચ્છા હતી કે કિરણ પોતાની રીતે જ ખુબ મોટો માણસ થાય અને લગ્નના ત્રણ વરસે જ કિરણનું ભાગ્યચક્ર ફરી ગયું. તેના નસીબે યારી આપી અને તેને લોટરીમાં દસ લાખ રુપીયાનું ઇનામ લાગ્યું. આટલા પૈસા આવતા કિરણ પોતાનું કુટુંબ અને બા ને લઇને વધુ પૈસા કમાવવા મુંબઇમાં સેટલ થયો. પોતે અનુભવેલ ગરીબીને લીધે કિરણે ખુબ જ મહેનત કરી અને જોત જોત માં મોટો માણસ થઇ ગયો.

આજે કિરણે રહસ્યસ્ફોટ કર્યૉ કે તેને જે લોટરીનું ઇનામ મળ્યું તે તેની હતી જ નહીં. તે લોટરી તો ખરેખરમાં સાગરને લાગી હતી. સાગર અને સ્નેહલે તે લોટરી ચુપચાપ કિરણને આપી આવ્યા હતા. સાગરે કિરણને ઇનામ લાગેલ લોટરી આપતા કહ્યું હતું કે તું આ વાત કોઇને ના કરીશ. બાની ખુબ જ ઇચ્છા છે કે જીંદગીમાં તું તારી રીતે જ ખુબ મોટો માણસ થા. આ પૈસાથી તું એટલું બધુ કમા કે બાનું સપનું પુરુ થાય અને કિરણે ખરેખર એટલી મહેનત પણ કરીને બાનું સપનું સાર્થક કરી બતાવ્યું.

ભાવનાએ જ્યારે આખી વાત જાણી ત્યારે તેણે સ્નેહલની માફી માંગી એટલું જ નહીં ઓપરશન માટે તે પોતે અમેરીકા ગઇ અને પુરા કુટુંબની પ્રાર્થનાએ મુકેશને નવજીવન આપ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational