STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

3  

Manishaben Jadav

Romance Inspirational

રિસામણા

રિસામણા

1 min
402

"પિયુ વિના મને જરાય ન સાંભરે

પિયુ તારી યાદ મને રોજ સતાવે રે"

નિમિષાના વેવિશાળને બે મહિના થયા હતા. તેના પ્રિયતમનું નામ અનિકેત હતું. વેવિશાળ પછી બંને રોજ વાત કરતા. આખા દિવસની દૈનિક કાર્યથી બંને પરિચિત. લગ્નને હજુ એકાદ મહિનાની વાર હતી. 

બંનેને એકબીજાનો સાથ ખૂબ ગમતો. ઘણીવાર સાથે ફરવા જતા. સમય પસાર કરતા. લગ્નની તારીખ આવી ગઈ.

 "વાગ્યા ઢોલ ને વાગી શરણાઈ

લગ્નની શુભ ઘડી આવી રળિયામણી

ચાલોને સંગીતની માણીએ રમઝટ

મહેંદી પ્રેમની મુકાવીએ આજે."

 લગ્નની તમામ વિધિ પૂર્ણ થઈ. પછી અનિકેત એક કંપનીમાં નોકરી કરે. રોજ સવારે ઓફિસ જતો રહે. છેક સાંજે પરત ફરે. નિમિષા હંમેશા ફરિયાદ કરે તું મને સમય જ નથી આપતો. પરંતુ અનિકેત ખૂબ પ્રેમથી નિમિષાને મનાવી લે. બંને વચ્ચે ખુબ મજાક મસ્તી થતી.

એક દિવસ સાચે જ નિમિષા અનિકેતથી રીસાઈ ગઈ. અનિકેત મનાવે પણ નિમિષા કહે ના આજ તો મારે તમારો સમય જોઈએ જ છે. છતાં અનિકેત પ્રેમથી મનાવે છે.

"રીસામણા અને મનામણાં

છે લગ્નજીવનની શરૂઆત

તડકી છાંયડી જોતી

ટકી રહી એ જોડી"


Rate this content
Log in

Similar gujarati story from Romance