રિઝલ્ટ
રિઝલ્ટ
ઢળતી સાં જ અને જુન મહિનાનો ઉકળાટ. એક ખેડુત એના દિકરા સાથે ખેતરેથી ઘર તરફ પાછો વળી રહ્યો હતો. ખેતરમા કંઈક કામ શીખવામા નિષ્ફળ થતા એ દિકરાને આજે ઠપકો મળ્યો હતો. હતાશ ચહેરે અને નિરાશ ચાલે એ ઘર તરફ જતો હતો એના પિતા સાથે. પિતાનુ મન પણ ગુસ્સા અને ચિંતાના મિશ્રભાવે વલોવાતુ હતુ. અચાનક એની નજર એક માળા તરફ ગઈ. એક પક્ષીનુ બચ્ચુ ઉડવાની કોશીશ કરતુ અને નિષ્ફળ જતુ. મા-બાપનુ જોડકુ એ પક્ષીને ઉભુ કરતુ અને ફરીથી ધક્કો મારીને એને સ્વાવલંબી બનાવવાના પ્રયત્નો ચાલુ રાખતુ... આ આખી ઘટના જોઈને પેલા ખેડુતના મનનો ભાર ઓછો થયો હોય એમ ચહેરા પર સ્મિત સાથે એના છોકરા તરફ જોયુ. એનો છોકરો પણ કઈ સમજી ન શક્યો. આશ્ચર્યસહ પોતાના પિતા સામે જોઈ રહ્યો. પિતાએ વહાલથી દિકરાના માથા પર હાથ ફેરવતા એક " પિતા "ની હૈયાવરાળ ઠાલવવા માડી. બેટા, ૧૦ દિ પછી તારી નિશાળ ચાલુ થશે. આ વર્ષ એટલે બોર્ડ. તુ આ વખતે એસ.એસ.સી. ની પરિક્ષા આપીશ. પણ ખેતરમા જે નાનકડુ કામ તુ કરી ના શક્યો એટલે મારા મને તારૂ ભવિષ્ય ભાખી નાખ્યુ કે આટલુ સહેલુ કામ જોતુ ન કરી શકતો હોઉ તો બોર્ડની પરિક્ષામા તુ શુ કાદા કાઢીશ. મને ગુસ્સો એટલા માટે જ આવ્યો કે મે મારા છોકરાનુ જે ભવિષ્ય વિચાર્યુ છે તે તુ કેમનુ પુરૂ કરીશ એટલે એ ચિંતા ઉપર ગુસ્સાનો વિજય થયો અને મે તને ખુબ બરાબર ખખડાવ્યો. પણ મે આ મુક પક્ષી પાસેથી આજે જે શિક્ષા મેળવી એ સમજાવવા જઈ રહ્યો છુ . સફળતા - નિષ્ફળતા એ નિરંતર પ્રયત્નોનુ ફળ છે. કદાચ એસ.એસ.સી. મા તારે સારા ટકા આવ્યા તો એમ ન સમજતો કે તુ સફળ થઈ ગયો. એક દિવસનો ઉત્સવ ઉજવી લેજે પણ બીજા દિવસનો સુરજ તો નિરંતર પ્રયત્ન ચાલુ રાખવાનો સંદેશો લઈને આવશે અને જો એસ.એસ.સી.મા ધાર્યા ટકા ન આવ્યા તો એક દિવસનો પણ શોક ન મનાવતો કેમ કે નિરાશ થવાનો કોઈ જ અર્થ નથી. કમી તારા પ્રયત્નોમા રહી હશે. આ તારા જીવનની શરૂઆત છે. હજુ તો આના કરતા પણ વધારે અઘરી કસોટીઓ આપવાની છે તો કસોટીઓ તો આવતી રહેશે, એકમા મળેલી નિષ્ફળતાથી આ અમુલ્ય જીદગીને નકારાત્મકતાની ઊડી ખાઈમા ઝોખી દેવી એ યોગ્ય ન ગણાય. બેટા, આ બધી વાત મે અત્યારે એટલા માટે કીધી કે હુ એક બાપ છુ. ખુશ થવાનો અને ગુસ્સે થવાનો મને અધિકાર છે. ધાર્યા પરિણામમા તો હુ ખુશ જ થઈશ પણ તારા ન ધાર્યા પરિણામમા જો હુ ગુસ્સે થાઉ. આ આજની સાંજનો પ્રસંગ યાદ જરૂર કરજે. મારા દરેક ઠપકા પછી આજની જેમ વ્હાલસોયો હાથ તારા માથા પર જરૂર ફરશે. અને દિકરાના મનમા વ્યગ્રતાની જગ્યા એ આશા અને પ્રેરણા "અંકિત" થઈ ગયા.

