STORYMIRROR

Umakant Mehta

Tragedy Thriller

4  

Umakant Mehta

Tragedy Thriller

રહા જિંદગીકા અંધેરા સલામત

રહા જિંદગીકા અંધેરા સલામત

7 mins
92

શુભ લખું, કે લાભ લખું

કે લખું, હો મંગલ કલ્યાણ.

નવા વર્ષના શુભાષિશ,

સહુનું, હો મંગલ કલ્યાણ.

આભે વહાવ્યું જળ લખું

કે, આંખોનો વરસાદ લખું ?

નવા દિવસ ને નવી ઝાકળ,

સહુનું હો મંગલ કલ્યાણ.

નવા દિવસના નવીન શુભ દિવસે, સૌ વાચક મિત્રોનું મંગલ કલ્યાણ હો.

"માહતાબ સમ અધૂરો દિલકશ દીદાર મારો

ઘડવા મને ખુદાએ બેહદ કમાલ કરી છે."

કવિની ક્ષમા યાચના સાથે

 ભગવાન મનુષ્યોનું સર્જન કરી પરવારીને હાથ ખંખેરી ઊભાં થતા હતાં ને, મારા માતા-પિતા તેમની પાસે પહોંચી ગયા અને સંતાન યાચના કરી. પ્રભુ "અમને સંતાના આપો.

પ્રભુએ જવાબ આપ્યો, "વત્સ ! તમે મોડા પડ્યા, મારું કાર્ય મેં પૂર્ણ કર્યું છે; છતાં મારે આંગણે આવેલું કોઈ નીરાશ વદને પાછું જાય તે મને શોભાસ્પદ નથી. હશે ! હવે તમે આવ્યા જ છો તો તમને કશું આપવું જ જોઈએ. આમ કહી પ્રભુએ તેમના 'સ્ટોરરૂમ' -ગોડાઉન-માં તપાસ કરી, 'રૉમટિરીયલ' તો બધો પૂરો થઈ ગયો હતો, થોડો ઘણો 'વેસ્ટેજ 'આમ તેમ પડ્યો હતો, તેમાંથી મારું સર્જન કરી મારા માત-પિતાને અર્પણ કર્યું. મારા માતા-પિતા ખુશ થતા ઘેર આવ્યા. આમ મારો જન્મનો શુભ દિવસ, કાળી ચૌદશનું કાળ ચોઘડિયું નિર્માણ થયું.

મારા જન્મ બાદ મારી માતા, મારા જન્મની તિથિ અને દિવસ, વાર જોઈ ગભરાઈ અને તે વિષે ફરિયાદ કરવા પ્રભુ પાસે સ્વર્ગે પહોંચી ગઈ. " દુનિયામેં આયે હે તો જીના હી પડેગા, હમારા કયા કસૂર ?" હું અને મારો ચાર વર્ષનો ભાઈ કાકીને પનારે પડ્યા. સુખ દુઃખ વેઠીને પણ અમે ભાઈ બહેન ભણી કરી નોકરીએ લાગ્યા. પિતાને સંતોષ થયો. આ સંતોષની ગુફ્તગુ -વાતચીત- કરવા પિતાએ પણ સ્વર્ગપ્રયાણ કર્યું. હવે રહ્યા હું અને ભાઈ. ભાઈ તેની જોબ પરથી ઘેર આવી રહ્યો હતો, ત્યાં તેની પાછળ 'સાયરન'ની તીણી ચીસ પાડતી 'ફાયર ફાયટર' આવી, તે સાઈડ આપવા ગયો, પણ તેની ટક્ક્રર તેના સ્કૂટરને લાગી અને તે સ્કૂટર ઉપરથી ઉછળી 'બેરીકેડ'ની સામી દીશાએ પટકાયો. કળવળીને ઊભો થવા જાય ત્યાં સામેથી આવતી ટ્રક તેના ઉપર ફરી વળી, અને તેને પણ મારાથી વિખૂટો પાડી ચાલી ગઈ. કાકીને માથે હું ભારના ટોપલા જેવી પડી. કાકીએ તેમની મુશ્કેલી દૂર કરવા મને તેમના દૂરના સગા અને તાજેતરમાં ઘરભંગ થયેલા ભત્રીજા,સાથે પરણાવી નિશ્ચિંત થયા. 

દિવાળીના તહેવાર આવ્યા. આણું વળાવી મને કાકીએ વિદાય આપી. સાસરીએ મને કંકુ ચોખાએ વધાવી મારા ઑવારણાં લીધાં. હું સાસરે આવી, હાશકારો અનુભવું ત્યાં તો 'કોરોના' મારી પાછળ આવ્યો અને મારા પતિને લઈને ચાલતો થયો. વાહ ! આપણા સમાજની બલીહારી વાહ ! લોકોને 'કોરોના'નો દોષ ના જણાયો, પણ મારા પગલાંનો દોષ જણાયો. મારા કુમકુમ પગલાં હવે અપશુકનિયાળ ગણાયા. સાસરામાં હું અકારી અને હડધૂત થવા લાગી. મારી અવજ્ઞા થવા લાગી. આપઘાત અને ગૃહત્યાગના વિચારો મારા મગજમાં ઘૂમવા લાગ્યા. શું કરૂં ? ક્યાં જાઉં " કૈં ચેન ના પડે. આખરે મારી બેન્કની નવી શાખામાં મેં ટ્રાન્સફર માગી, અને મારા સદ્‍ભાગ્યે મને તે મળી ગઈ. 

હું મુંબાઈ આવી. બેન્કના ફ્લેટમાં ફ્લેટ મળી ગયો. મારી પડોશમાં એક પારસી યુગલ 'શીરીન ફરહાદ' રહેતું હતું. ખરેખર તો તેઓના નામ 'શીરીન બાનુ' અને 'ફરેદુનજી' હતા. પારસીઓની નિર્દોષતા, નિખાલસતા અને છૂટછાટથી બેન્કના સઘળા કર્મચારીઓ તેઓને 'શીરીંન ફરહાદ' તરીકે જ જાણતા. તેઓના મિલનસાર સ્વભાવને લઈને મારે તેમની જોડે ઘરવટ થઈ ગઈ.

સાંજે બેન્કમાંથી હું આવું એટલે તેમનો નાનો બાબો રુસ્તમ (રૂસી) માસી માસી કરતો દોડતો આવીને મને વળગી પડે. તેને હું જાતજાતની, કેન્ડી, ચોકોલેટ બીસ્કીટ, રમકડાં વગેરે લેતી આવું તે તેને આપું. આમ અમારો સંબધ દિનબદિન વધતો જાય. શીરીન સાથે રોજની ઉઠબેસથી તે મારો મારો ભૂતકાળ જાણે. ટૂંકું દાંપત્યસુખ માણી મેં વૈધવ્ય પ્રાપ્ત કર્યું છે આથી તે જીવ બાળે અને મને તેની મોટી બહેન જેટલું વ્હાલ અને લાગણી દર્શાવે. દિવસે દિવસે અમારો સંબધ વધતો ચાલ્યો. મારું અંગત કુટુંબ તો હતું જ નહિ. શીરીનનો પ્રેમભાવ અને આત્મિયતા જોઇ મને ત્યાં ઘર જેવું લાગતું. મન મૂકીને મારી અંગત વાત પણ તેના સમક્ષ રજૂ કરતી. શીરીનનું ઘર મારું સાસરૂં કે પિયર જે ગણો તે એ જ હતું.

એક દિવસ શીરીન ફરહાદ ગુસપુસ કરતાં મારે ત્યાં આવી સોફામાં ગોઠવાયાં. ફરેદુનજીએ હળવે રહીને પ્રસ્તાવ મૂક્યો. "આંય કરુણા, બાળકો પાછળ આટલી ઘેલી થાય છે તો ફરીથી સંસાર શરૂ કરની."

તેમની વાતથી મને સખત આઘાત તો લાગ્યો. હું અવાક થઈ ગઈ.

 શીરીન "અરે, ફરદુ શું બકે છ, કૈં ભાન બાન છે ? કોઈની પર્સનલ લાઈફમાં આમ માંથું મારે છ તે"

 થોડી વારે મેં સ્વસ્થ થઈ જવાબ આપ્યો, "જુઓ ફરદુ ભાઈ, તમારી ભલી લાગણી માટે આભાર; પરન્તુ ઈશ્વરે મારા તકદીરમાં સંસાર સુખ લખ્યું જ નથી."સંસાર સુખના કિનારે આવેલ મારી નાવ, કિનારે જ ડૂબી ગઈ. હવે તો મારા મુખ પર હાસ્યને આવવાની મજાલ નથી. ફરદુ ભાઈ આ તો મારા તકદીરની તાસીર છે.

 ફરેદુનજીએ મારી વાત વચ્ચેથી જ કાપી જણાવ્યું કે "આ તમારા હિન્દુડાઓની જૂઠી અને ખોટી માન્યતા છે. અમે પારસી લોકો કેવા મોજ મઝાથી રહીએ છીએ અને આનંદ પ્રમોદ કરીએ છીએ."

 તેઓ લભભગ અર્ધો કલાક બેસી ને ગયા અને મારા મનમાં એક કીડો મૂકતા ગયા. મને સંસાર કે દાંપત્ય સુખની ઝંખના તો નહોતી જ પણ એક બાળ આંગણે રમતું હોય તો દિવસ આનંદમાં પસાર થાય તેવી લાગણી તો જરૂર થઈ.

 ૦-૦-૦-૦-૦

મારી બેન્કના મેનેજર સતીશ ચંદ્ર છેલ્લા છ મહિનાથી ઘરભંગ થયેલા. તેમના પત્ની ત્રણ નાના બાળકો મૂકી સ્વર્ગે સિધાવી ગયા હતા. આ માહિતી મારી મુંબઈ ટ્રાન્સફર થયા બાદ છ મહિને મને મળી હતી. એક સ્ત્રી સહજ લાગણીથી મને તેમના પ્રત્યે કૂણી લાગણી ઉદ્‍ભવી હતી. સ્ત્રી વિનાના સૂના ઘરની કલ્પના માત્રથી હું ધ્રુજી ઊઠું છું. ૧૪ વર્ષની નાની છોકરી કેવી રીતે ઘર ચલાવતી હશે ? 

 ફરેદુનજીએ મારા વિષે તેમને વાત કરી હશે એટલે તેમણે તેમની મારફતે મારી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. વૈશાખના વાયરા વાતા હતા. આંબા પર કેરીઓ અને મનુષ્યોના મન હિલોરે ચઢ્યા હતા. 'પરણવા' ફૂંકાતો હતો, આ 'પરણવા'ની ઝપટમાં અમે આવી ગયા. 

"કરુણા, ઓચીંતો અને આકસ્મિક નિર્ણય જ વિજય તરફ દોરી જાય છે. બહુ વિચારે તે પાછળથી પસ્તાય, પહેલેથી વાત કરીએ તો કેટલાય વાંધાસાંધા નીકળે, છોકરાંઓને પૂર્વગ્રહ બંધાઈ જાય, કોઈ સગુવહાલુ ડખલગીરી ઊભી કરે; કદાચ મારાં છોકરાંઓને તું ન ગમે તો તે વાત જુદી છે." સતીશે કહ્યું. “સતીશ, આ શું બોલે છે ? મને તો છોકરાંઓની ઝંખના છે, માટે તો હું લગ્ન માટે તૈયાર થઈ છું. તારા છોકરાં તે મારા નહીં ? મને ગમે જ ને !"

 "બસ ત્યારે પતી ગયું હવે પરણી જ નાંખીએ.! "

 ફરેદુનજીએ મારા મનમાં મૂકેલા કીટકે પ્રસ્તાવ સ્વીકાર્યો અને અમે બેઉ જણે પરણી નાંખ્યું.

 ૦-૦-૦-૦-૦

 અમે, કોર્ટ મેરેજ કરી ઘેર આવ્યા. સતીશે છોકરાંઓને બોલાવી કહ્યું

 "તમે મમ્મી મમ્મી કરતાં હતાં, ને લો આ તમારી નવી મમ્મી" 

 છોકરાંઓ તો આ સાંભળી મને જોઈને હેબતાઈ ગયા. તેઓ દાદાજીની સોડમાં ભરાઈને મને ટગર ટગર જોયા જ કરે. દાદાજી બીચારા શું બોલે ? સતીશે મને કહ્યું, "આ મારા પિતાજી."

 મેં નીચા નમી તેમને પ્રણામ કરી આશિર્વાદ માંગ્યા. તેમણે મારા માથે હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું,"પણ ભાઈ, આમ એકાએક ? જરા વાત કરી હોત તો હું ના ઓછો પાડવાનો હતો, ચાર સગાવહાલાંને બોલાવતને.!" 

 "અરે જરા મને તો વાત કરવી હતી"

"શો ફેર પડતે ?"નકામો ડખો ઊભો થાત."

અમે નોટીસ તો આપી જ દીધેલી હતી આજે બપોરે અમે કોર્ટમાં સહી કરી આવ્યાં. કરુણાનું તો સગુવહાલું અહીં કોઈ જ નથી, એટલે કોઈને બોલાવવાનો સવાલ જ નહોતો. તમે તો ઘરના જ છો. પપ્પા કોઈની ટપાલ કે ફોન બોન આવ્યો હતો ?"સતીશ આમ કહી તેણે હંસાને કહ્યું,

 જા તારી મમ્મીને ઘર બતાવ; હંસાએ લાગણી શૂન્યભાવે કહ્યું "ચાલો."

 મેં તેની સાથે ચાલવા માંડ્યું. મનમાં તો હું સમજતી હતી કે બીજવર અને તેમાંયે ત્રણ છોકરાંના બાપને રિસેપ્શનના કે મનોરંજનના શોખ ના હોય; પરંતુ ગૃહપ્રવેશ વેળાએ મીઠો આવકાર તો મળશે જ, એવી આશા જરૂર હતી. પણ આવી કાંઈ હલચલ નજરે ના પડી. આ નાનકડી છોકરી અણગમતા મહેમાનને નાછૂટકે બધું બતાવતી હોય તેમ મારી સાથે ફરતી હતી. 

 આ પરિસ્થિતિનો મને ખ્યાલ જ નહોતો, નહીંતર આટલી ઉંમરે પરણવાનું સાહસ ના કરત. પણ પાંત્રીસ વર્ષ પછી ક્યારેક એકલવાયુ લાગવા માંડ્યું હતું. છૈયાછોકરાવાળું એક કુટુંબ... માથે વડીલની છત્રછાયા... અને... એક સમજદાર જીવન સાથીનો જીવન ભરનો સાથ... આ બધું મેં સતીશમાં જોયું, મને તેના કરતાં તેના નાના છોકરાંઓની દયા આવી મા વગરના છોકરાંઓ હિજરાતા હશે, અને આમ લાંબો પરિચય કેળવવાની જરૂર જણાઈ નહી, આથી પ્રથમ પરિચયે જ મેં દયાભાવથી પ્રેરાઈને હા પાડી દીધી. 

 0-0-0-0-0

 મોડી રાત સુધી છોકરાંઓ ગુસપુસ કરતા રહ્યા, દાદાજી સાથે કોઈએ વાત પણ ના કરી. ગૃહસંસાર તિમિરના વાદળમાં વિલીન થઈ ગયો. સામુહિક બહિષ્કારનો મોરચો તૈયાર થઈ ગયો હતો.

 સવારે ચ્હા નાસ્તા સમયે બાળકોનો વ્યવહાર જોઈ દાદાજી પ્રસંગની ગંભીરતા સમજી ગયા. સતીશ અને કરુણા તેમનો ચ્હા નાસ્તો કરી પોતાની રૂમમાં દિનચર્યા માટે ગયા એટલે દાદાજીએ હળવેથી કહ્યું "હવે આવી જ છે, તો એની જોડે આમ ઊંચું મન રાખશો તે કંઈ ચાલવાનું છે ? નકામો સતીશ ચિડાશે, અને ઘરમાં કાળો કકળાટ ઊભો થશે."

"દાદાજી તમારે બોલવું હોય તો તમે બોલજો, અમે લોકો તો નથી જ બોલવાના." સૌએ એકી અવાજે 'અલ્ટીમેટમ.' આપી દીધું.

 "હશે ! ત્યારે તમે જાણો અને સતીશ જાણે."

 છોકરાઓના અસહકારના પ્રત્યાઘાતની પરવા કર્યા વિના સતીશ તો રોજના નિત્યક્રમ પ્રમાણે બેન્કમાં જવા નીકળી ગયો. જતા જતાં મને કહેતો ગયો "ચિંતા ના કરતી, સમય આવે બધું એની મેળે ઠીક થઈ જશે."

બેન્કમાંથી હું રજા ઉપર હતી. નવો સંસાર ગોઠવવાની મારી હોંશ હતી. આ પરિસ્થિતિનો મને ખ્યાલ જ નહોતો. પહેલો દિવસ તો સામાન લાવવામાં અને ગોઠવવામાં નીકળી ગયો. બીજો દિવસ માડમાંડ પસાર કર્યો. છોકરાંઓ આઘેથી છાનું માનું જોયા કરે, પણ પાસે ના આવે, જાણે કે હું કોઈ હિંસક પ્રાણી હોઉ. સાંજે સતીશ બેન્કમાંથી ઘેર આવ્યો. સતીશને હસ્તે મ્હોંઢે વાત કરી "બધું બરોબર છે. ધીરે ધીરે ફાવી જશે." 

પણ ફાવ્યું તો નહીં જ. આખો વખત એમ લાગ્યા કર્યું કે પોતે કઈં ભૂલ કરી છે. એક એવી ભૂલ કે ઝટ સુધરે નહીં. એક સુધારવા જતાં બીજી અનેક ઊભી થાય. સામે છોકરાંઓનો સંપ જોરદાર હતો. દિવસે દિવસે મારૂં મન નિરાશાની ગર્તામાં ખૂંપી ગયું.

જીવનનો મતલબ તો ફક્ત આવન જાવનનો છે.

જીવન તો સુખ દુઃખની તડકી છાંયડી છે.

ચોમાસાનાં વાદળ માફક, આવે અને જાય

ચાર છાંટા નાખી વિખેરાઈ જાય પણ

નિશાની મૂકતો જાય, આ જીવન કશું જ નથી

આ તો મારા જીવનની કરૂણ કહાણી છે.

રહા જિંદગીકા અંધેરા સલામત

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Tragedy