Umakant Mehta

Comedy Others Classics

3  

Umakant Mehta

Comedy Others Classics

ચાંદીની ડબ્બી.

ચાંદીની ડબ્બી.

4 mins
7.2K


રણછોડ ભાઈ ખેતી કામના અનુભવી અને ખેતી વાડી પણ સારા પ્રમાણમાં. વયોવૃધ્ધ સુખી આબરૂદાર અને ઠરેલ વ્યક્તિત્વ. ગામમાં મુખીપદ સંભાળે. પંચ્યોતેર વર્ષ થયા તેથી ગામ લોકોએ એમનું બહુમાન કરવાનું નક્કી કર્યું. તેમના જન્મ દિવસે ગામ લોક ભેગું થયું અને તેમને ગરમ કાશ્મીરી શાલ, ચાંદીના મુઠવાળી લાકડી અને છીંકણી સુંઘવાની આદતને લીધે ચાંદીની સુંદર ડબ્બી ભેટમાં આપી. રણછોડ'દા તો ખૂશ ખૂશ. ગામ લોકોએ મને માનપાન આપ્યાં તો મારે પણ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપવો જોઈએ. આ વિચારે તેમણે આખા ગામને હોંશભેર જમાડી તેમનો રાજીપો વ્યક્ત કર્યો. 

ગામનો કોઈ પ્રસંગ હોય કે કોઈને ત્યાં સારો પ્રસંગ હોય એટલે ગામના આગેવાન અને મુખી તરીકે તેમને આમંત્રણ તો હોય જ. તે પ્રસંગને અનુરૂપ રણછોડ'દા, ધોતિયા ઉપર સુંદર બાફટા સીલ્કનુ પહેરણ, જવાહર જેકેટ અને ગામલોકોએ આપેલી કાશ્મીરી શાલ હાથમાં ચાંદીની મુઠવાળી લાકડી લઈને રોફથી નીકળે. ફળીયે ફળીયે લોકોનું અભિવાદન સ્વીકારતા જાય. સભામંચ પર સ્થાન ગ્રહણ કર્યાબાદ ચાંદીની ડબ્બીમાંથી છીંકણીનો એક તડાકો મારી મ્હોં પર ખુશીનું મરકલું વ્યક્ત કરી લે. 

તેમના દીકરા બેચરને, ગામઠી શાળામાં ભણાવી શહેરની કોલેજમાંથી ગ્રેજ્યુએટ કરી વધુ અભ્યાસ અર્થે અમેરિકા મોકલ્યો. રણછોડ'દાનો દીકરો બેચર અમેરિકા ગયો અને ધંધે રોજગારે સેટ થયો. ગામના મુખી હોવાને નાતે અને પોતાની જાહોજલાલી બતાવવા તેણે બાપાને જરૂરી સુચનાઓ અને મારો સંગાથ જોઈ અમેરિકા તેડાવ્યા. અમે પ્લેનમાં બેઠા. જાહેરાત થઈ 'બેલ્ટ બાંધો' તેમણે મને પુછ્યું આ ધોતિયા પર ચ્યમનો પટો બાંધે ? ગામમાં ધોતિયું પહેરીને ફરતા હોવાથી તેઓ ભૂલી ગયા હતા કે તેમણે પેન્ટ પહેર્યું છે, અને દીકરાને ત્યાં અમેરિકા જઈ રહ્યા છે. તેમને સમજાવી મેં બેલ્ટ બાંધી આપ્યો. તેમણે ગામમાં એક અંગ્રેજી વોર પીક્ચર જોયેલું.  તેમાં પેરેશુટમાંથી કુદી પડતા સૈનિકો જોયા હશે તે તેમને યાદ રહી ગયેલું સામે તેમનો સવાલ 'હવે બારીમાંથી ભૂસકો મારવાનો છે? કેટલું ઉંચે છે? હાથ પગ તો ભાંગશે નહિ ને?' મેં 'ના' કહી. પ્લેન ઉપડ્યું અને આવ્યા અમેરિકા. જે એફ કે એરર્પોર્ટ ઉતર્યા અને છીંકણીની તલપ લાગી હોવાથી ડબ્બી કાઢી એક બે સડાકા માર્યા અને ખીસામાં મુકી.

ગામલોકોએ તેમની પીચોતેરમી વરસગાંઠની ઉજવણી કરી ચાંદીની છીંકણીની ડબ્બી આપેલી. તે તેમને જીવથી પણ વહાલી. તેને તેઓ સહેજ પણ અળગી ના રાખે, હંમેશાં ચોવીસ કલાક પાસે રાખે. તેમને મેં સુચના આપેલી એટલે પ્લેનમાં તો તેમણે સંયમ જાળવ્યો. અને કસ્ટમ ક્લીઅરન્સમાં આવ્યા. લાંબી લાઈન હોવાથી તેમના સંયમની હદ આવી ગઈ હતી. તેમણે ખીસ્સામાં હાથ નાંખી ખાત્રી કરી જોઈ કે ડબ્બી સલામત છે કે નહિં. ડબ્બીને હાથનું સુભગ મિલન થતાં નાકમાં સળવળાટ થયો લાંબા સમયની વિરહિણી ડબ્બીએ સાદ પાડ્યો "સંગમ હોગા કે નહિ?" અને સંયમ મન ઉપરથી ભાગીને નાઠો, 'ને નાક અને છીંકણીનો મિલન સમન્વય થયો. આપણી કહેવતમાં કહ્યું છે ને કે 'સારા કામમાં સો વિઘન'. આ સંગમ કોઈ કાળ ચોઘડીએ યોજાયો હશે કે કેમ પણ છીંકણીનો એક તડાકો માર્યો અને ક્લીઅરન્સમાંથી પસાર થતાં 'પીપ પીપ 'અવાજ આવ્યો. રણછોડ'દા આજુબાજુ ડાફોળિયા મારી જોવા લાગ્યા. સીક્યુરીટી સ્ટાફ દોડતો તેમની પાસે આવ્યો અને તેમને બાજુ પર લઈ તેમને તપાસવા માંડ્યો. ચાંદીની ડાબલીએ તેનું અસ્તિત્વ જાહેર કર્યું. 

'કાકા આ શું છે?'

"જ્ઞાનીસે જ્ઞાની મીલે કરે જ્ઞાન કી બાત.." તેમ વ્યસનીને વ્યસની મળે એટલે અરસપરસ આપ લે, બીડી, સીગારેટ પીનાર એકબીજાને ઑફર કરે અને છીંકણીવાળા છીંકણીની, તેમની બ્રાન્ડના ગુણગાન ગાવા લાગે. રણછોડ'દાને લાગ્યું કે આ પણ મારા જેવો કોઈ છીંકણિયો છે. તેમણે હોંશભેર ડબ્બી કાઢી ઑફીસર સામે ધરી, 'અરે ભાઈ આ તો છેંકણી છે..' એમ કરી ડબ્બી ખોલી બતાવી. સીક્યુરીટી ઑફીસર હાથમાં લઈ જોવા જાય ત્યાં કાકાને ધરપત ન રહી. તેમણે તેમના નાક પાસે ધરીને પોતાની અસલ બ્રાન્ડના વખાણ કરવા જાય ત્યાં તો છીંકણીએ તેની બ્રાન્ડ જાહેર કરી બતાવી.

ચારે બાજુ છીંકાછીંક ચાલુ થઈ. સીક્યુરીટી સ્ટાફને શંકા પડી કે આ કાંઈક અજાણ્યો માદક પદાર્થ છે. તેણે વ્હીસલ મારી અને સીક્યુરીટી સ્ટાફ દોડતો આવ્યો અને કાકાને બાવડેથી પકડ્યા.  કાકા ગભરાયા અને તેમણે, 'બેચર બેચર ' કરી બુમ મારી. સીક્યુરીટી ઑફીસરે તેના સ્ટાફ સામે પ્રશ્નાર્થ દૃષ્ટિએ જોયું કે આ શું કહેવા માંગે છે ? સ્ટાફમાં ગુજરાતી કાચું પાકું જાણતા એક જણે ખુલાસો કર્યો કે 'બેચાર બેચાર' કરીને તે તેની ગેંગના માણસોને બોલાવે છે. સીક્યુરીટી સ્ટાફ ચોંક્યો કે આ કોઈ આતંકવાદી લાગે છે અને 'બેચાર બેચાર' કરીને તેની ગેંગને છોડાવા માટે બૂમો પાડે છે. 

આ બાજુ આપણા ગુજુ ભાઈઓ હશે તે માતૃભાષાનો પોકાર સાંભળી દોડતા મદદે આવ્યા. સીક્યુરીટીવાળાની શંકા દૃઢ થઈ રણછોડ'દા અને પેલા દોડી આવેલાઓને પણ અટકમાં લીધા. એટલામાં બેચર દોડતો આવ્યો, રણછોડ'દાએ તેને છીંકણીની વાત કરી. બેચરે અંગ્રેજીમાં ઑફીસરને સમજાવ્યું. છીંકણી એ કોઈ અજાણ્યું માદક દ્રવ્ય નથી, "ઈટ ઇઝ એ ટોબેકો પાવડર, એન્ડ નોન એઝ એ સ્નફ પાવડર. અવર ઓલ્ડ પરસન આર હેબીચ્યુએટેડ ટુ સ્નફ રેગ્યુલરલી.."કસ્ટમ ઑફીસરને બાપાની ટેવ કુટેવથી માહિતગાર કર્યા.અને બધાને છોડાવ્યા.

          


Rate this content
Log in

Similar gujarati story from Comedy