Shital Ruparelia

Crime Thriller Others

4  

Shital Ruparelia

Crime Thriller Others

રેડ એન્ડ પર્પલ

રેડ એન્ડ પર્પલ

2 mins
61


"વાઉ અનુષ્કા વોટ અ પેઈન્ટીંગ ફેન્ટાસ્ટીક” સપનાએ અનુષ્કાની પેઈન્ટીંગ વખાણતા કહ્યું.

"યાર તું તો જબ્બર છે ફક્ત બે કલરનાં લાઈટ ડાર્ક કોમ્બિનેશનથી શું જબરદસ્ત પેઇન્ટિંગ બનાવ્યું છે”. પેઇન્ટિંગને નિહાળતા સપના ફરી બોલી.

 " ટેલ મી વન થિંગ આ બે કલર્સ તારા ફેવરીટ તો નથી ને?” સપનાએ પ્રશ્ન કર્યો.

અનુષ્કા એ જવાબમાં ફક્ત એક સ્માઈલ આપી.

 "યાર શું કાતીલ સ્માઈલ આપી, પણ હું તારો વર નથી કે આટલી મસ્ત સ્માઈલ આપે છે ઓકે” કહી આંખ મીચકારતાં ફરી સપના બોલી , “ ઓ મેડમ મેં તમારી સુંદર દંતપંક્તિ જોવા નથી માંગી મને કે ને યાર આ કલર્સ તારા ફેવરીટ છે ને… તું મોટા ભાગે આ જ કલર કોમ્બિનેશનથી ડિફરન્ટ પેઇન્ટિંગ બનાવે છે ”સપના એ થોડું અકળાઈને પૂછ્યું.

 "કેમ આ બે કલર્સ થી મારૂં પેઇન્ટિંગ સારૂં નથી લાગતું કે નથી બનતું ?” અનુષ્કા એ પૂછ્યું.

 "ના મારી માં….. હું તો આશ્ચર્યચકિત થઈ જાવ છું કે ફક્ત બે કલર્સનાં કોમ્બિનેશનથી તું આટલું સરસ પેઇન્ટિંગ કઈ રીતે બનાવે છે? યુ આર અમેઝીંગ. અરે, લોકો તો બધા શેડ્સનો યુઝ કરીને પણ આવું સરસ પેઇન્ટિંગ ન બનાવી શકે અને તું….માય ગોડ….આ કેનવાસ પર કોઈ મેજીક પણ કરે છે કે શું?” ફરી આંખ મીચકારતાં સપના બોલી.

"તું પણ ને સપના.. હવે બટરપોલીશ કરે છે” અનુષ્કા બોલી.

 "પણ હજી મારો પ્રશ્ન એ જ સ્થાને છે “ સપના એ ફરી સવાલ કર્યો.

"છોડ એ બધી વાત ચલ બંને કોફી પીએ” કહી બંને ડ્રોઈંગરૂમમાં આવી.

અનુષ્કાએ જે રીતે વાત ઉડાવી તે જોઈને સપનાને થોડું વિચિત્ર લાગ્યું; પણ તે કંઈ બોલી નહીં. કોફી પીને તે પોતાને કામ છે એમ કહી નીકળી ગઈ.

"માય ફેવરીટ કલર્સ…. સપના તને હું શું કહું કે આ કલર્સ તો મારી લાઈફ સાથે વણાઈ ચૂક્યા છે”. મનોમન અનુષ્કા બોલી.

એક સુખી સંપન્ન પરિવાર માં પરણેલી અનુષ્કાનો પતિ વિરેન બિઝનેસ મેન હતો, એક પુત્રની માતા હોવા છતાં અનુષ્કા ખાસી યંગ લાગતી હતી.

 દીકરો દહેરાદૂન બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, તેથી પોતાની એકલતા દૂર કરવા તે પેઇન્ટિંગ, રીડીંગ કરી લેતી. પતિ વિરેનને તેના પેઇન્ટિંગથી ચીડ હતી તેથી તે પતિની ગેરહાજરીમાં જ પોતાનો શોખ પૂરો કરતી.

 સપના તેની પડોશી તેમજ મિત્ર પણ હતી. તે ઘણીવાર અનુષ્કને મળવા આવતી તેમજ તેના પેઇન્ટિંગ પણ સપનાને ખૂબ ગમતાં હોવાથી સપના અનુષ્કાના વખાણ પણ કરતી. 

એકવાર રાત્રે સપના એ અનુષ્કાના પતિ વિરેનને મોટેથી ચીસો પાડતો સાંભળ્યો, તેને થોડું અજુગતું લાગ્યું પણ તે પોતાના રૂમમાં ઉંઘવા જતી રહી.

 વિરેનની ચીસો તેના બેડરૂમ સુધી આવતી હતી; બાજુમાં સૂતેલો તેનો પતિ ઘસઘસાટ ઊંઘતો હતો તેથી તેને ન જગાડતા સપના ચૂપચાપ પડખાં ઘસતી પડી રહી.

 સવારે અગિયાર વાગ્યાની આસપાસ તે અનુષ્કાના ઘરે પહોંચી, જઈને જોયું તો અનુષ્કાની આંખો સૂઝેલી હતી. તેણે નખશિખ અનુષ્કાને નિહાળી.

 ક્યાંક આંગળાનાં લાલ નિશાનો તો હાથ પર પર્પલ ચકામા…તે કશું બોલ્યા વિના અનુષ્કાને ભેટી પડી.

આંખોમાં અશ્રુ સાથે અનુષ્કાની હળવી ચીસ પણ પડી, ડરીને સપના દૂર ખસી…. પછી તેને અનુષ્કાની પીઠ જોઈ.

કેનવાસ પર રેલાતા અનુષ્કાના ફેવરીટ રેડ એન્ડ પર્પલ કલર જ જોઈ લો !


Rate this content
Log in

Similar gujarati story from Crime