Mamta Shah

Horror Others Thriller

3  

Mamta Shah

Horror Others Thriller

રડવાનો અવાજ ભાગ - ૧

રડવાનો અવાજ ભાગ - ૧

4 mins
14.6K


અમારી કોલેજ બસ પતવામાં જ હતી. એટલે અમને એવું થયું કે ચાલો કોઈ એક સરસ રોડ ટ્રીપ કરીએ. પણ એકલી છોકરીઓને મમ્મી પપ્પા હા પાડશે કે નહી, તે પણ એક મોટો પ્રશ્ન હતો ! પછી વિચાર્યું કે એક પ્રયત્ન તો કરી જોઇએ પૂછવાનો. પ્રયત્ન કર્યા વગર તો ક્યાંથી ફળ મળે ? એટલે અમે બધાએ એવું નક્કી કર્યું, કે આપણે આપણા મમ્મી - પપ્પાને ભેગા કરીએ અને સમજાવીએ. અમને ક્યાં ખબર હતી કે અમારો પ્રયત્ન સાચે સફળ જશે ! ઘણી બધી હા-ના પછી અમારા બધાના મમ્મી પપ્પા માન્યા, અને અમે બધા ઉત્સાહમાં તૈયારી કરવા લાગ્યા અને એ દિવસની રાહ જોવા લાગ્યા.

ફાઇનલી અમે શનિવારે સાંજે આબુ જવા નીકળ્યા. હું અને મારી ચાર ફ્રેન્ડઝ. નિશા, કાજલ, ભૈરવી અને સેજલ. અમારે તો પ્રાઇવસી જોઈતી હતી એટલે મમ્મી - પપ્પાનો આગ્રહ હોવા છતાં અમે ડ્રાઇવર સાથે ના લીધો. એવું વિચાર્યું કે સેલ્ફ ડ્રાઇવમાં જ મજા આવશે. અમે અમારી મસ્તીમાં જ મસ્ત હતાં. અમને અમારા સિવાય કોઇ ના જોઈએ. અને આમ ચાલુ થઈ અમારી રોડ ટ્રીપ ! સ્વભાવે હું સાહસી એટલે ડ્રાઇવિંગ સીટ પર તો હું જ હોઉં. અમે જે સ્પીડથી જતાં હતાં, એના પરથી એમ જ લાગતું હતું કે અમે રાતના નવ વાગ્યે તો આબુ પહોંચી જ જઈશું. પણ બધું ધાર્યા પ્રમાણે ને પ્લાન પ્રમાણે કરવું મને તો ફાવે જ નહીં. એટલે મેં મારી ફ્રેન્ડઝને કીધું, મારી પાસે એક પ્લાન છે.

નિશા : 'અરે, તું સીધુ સીધુ ડ્રાઇવ કર.'

કાજલ : 'તુ તારા સાહસી પ્લાન તારી પાસે જ રાખ. આપણે સીધે સીધા પહેલા આબુ પહોંચી જઈએ પછી જે કરવું હોય એ કહે જે તું.'

સેજા લ : 'કાજલ, તું તો બોલીશ જ નહિ, મને ખબર છે કે તારી તો બધી જ વાતમાં બહુ જ ફાટે છે. ફટ્ટુ!'

સેજલ જરા સ્વભાવે મારા જેવી. એટલે મને કહે છે, બોલ તું, શું પ્લાન છે તારો ?

મેં કીધું, 'જો આપણે જે રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું છે તેને કહી દઈએ કે અમે કાલે સવારે આવીશું. અને રાતે અહીં પાસેના કોઈ ગામડામાં રહી લઈએ. આમ જરા ગામમાં રહેવાની પણ મજા લઈએ ને !'

કાજલે તો તરત જ ના જ પાડી દીધી. અને નિશા પણ એની સાથે જ હતી. ભૈરવી થોડી અસમંજસમાં હતી એટલે એને અમે મનાઈ લીધી. અને બહુમતી વિચારીને કાજલ અને નિશાને મનાવી લીધા. એમણે પણ બહુમતી સ્વીકારી લીધી. અને એવું નક્કી થયું કે જે પહેલું ગામ આવે ત્યાં રાત રહી જવું. અડધા કલાકના ડ્રાઇવ પછી એક ગામ પણ આવી ગયુ. અને અમે રહેવા માટેની જગ્યા શોધતા શોધતા એક સરસ મજાના મોટા ઘર પાસે આવીને ઉભા રહ્યા. ઘર ખુલ્લું જ હતું અને ત્યાં આસ પાસ માં કોઈ ના દેખાયું. અમને થયું આમ અહીં રાત રહી જવું ઠીક રહેશે.

કાજલ અને નિશા તો સાવ જ રડમસ થઈ ગયા હતા. આ ઘરમાં એક તો કોઈ છે નહિ, અને તો પણ ઘર ખુલ્લુ છે અને એ પણ આટલું સુંદર ઘર ! અને આજુબાજુમાં પણ કોઈ દેખાતું નથી. તો અહીં કેવી રીતે રહેવાય ? પણ હું અને સેજલ દબંગ ટાઇપના એટલે અમે કહ્યું, 'આપણે બધા સાથે જ છીએ ને, શું કામ તમે ચિંતા કરો છો ? અને આપણે ક્યાં અહીં એક રાતથી વધારે રહેવું છે કે તમારે ચિંતા કરવી જોઈએ ?

પછી ફાઇનલી એ લોકો પણ થોડા રિલેક્સ થયા અને ત્યાં રહેવા માની ગયા. પછી ચાલુ થઈ અમારી મસ્તી. બહુ જ બધી ગેમ્સ રમ્યા, પત્તા રમ્યા, ગીતો ગાયા અને બહુ જ મસ્તી કરી. રાતે બે વાગ્યા સુધી અમે રમતા જ રહ્યા.

અમે બધાએ એક જ રૂમમાં સૂઈ જવું એવુ નક્કી કર્યું અને સૂવાની તૈયારીમાં લાગ્યા. બધા થાક્યા હતા એટલે ફટાફટ બધાને ઊંઘ પણ આવી ગઈ. પણ મને એ દિવસે કેમેય ઊંઘ જ ના આવી. થોડીવાર પછી મને જાણે કોઈના રડવાનો અવાજ આવવા માંડ્યો. પણ મારા મનનો વહેમ હશે એવું માનીને પાછી હું સૂવાના પ્રયત્નોમાં લાગી. ત્યાં તો એ રડવાનો અવાજની તીવ્રતા વધી ગઈ. મેં સેજલ ને ઉઠાડી ને પૂછ્યું, તને કોઈ ના રડવાનો અવાજ આવે છે ? તો એ મને કહે છે કે 'ઊંઘ તારા માથે ચડી ગઈ છે. ચૂપચાપ સૂઈ જા. અહીં આપણા સિવાય કોઇ નથી. તું ક્યારથી આ લોકો ની જેમ ફટ્ટુ થઈ ગઈ ?'

ફરીથી મને અવાજ સંભળાયો. હું જેટલું એ અવાજને અવગણીને સૂવાનો પ્રયાસ કરું કે વધારે જોરથી અવાજ આવે ! હવે મારાથી ના રહેવાયુ. હું ઊભી થઈ અને મારી ટોર્ચ લઈને અવાજની દિશામાં ગઈ. થોડું આગળ ગઈ તો આગળ એક રૂમનું બારણું બંધ હતું. અને રડવાનો અવાજ એમાંથી આવતો હતો. મને પહેલાં તો એમ થયું કે અમે આટલા કલાકથી અહીં છીએ, અહીં કોઈ નહોતું અને હવે એકદમ કોઈના રડવાનો અવાજ ! અને પછી એ બારણું ખોલીને અંદર જવું કે નહીંની અસમંજસમાં હું ત્યાં જ ઊભી રહી. (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Horror