ઈયરીંગ
ઈયરીંગ

1 min

726
ફાઇનલી પ્રશાંતે મોનિકાને એનો પ્રમોશન લેટર આપી દીધો. મોનિકા એક માદક સ્મિત આપીને એ લઈને નીકળી ગઈ. પ્રશાંત કારમાં ઘરે જવા નીકળ્યો. કારમાં એણે મોનિકાની એક ઈયરીંગ જોઈ. એક લુચ્ચા સ્મિત સાથે એણે એ ઈયરીંગ બહાર ફેંકી દીધી.
ઘરે આવતા જ પ્રશાંતની વાઇફે એકદમ ઉત્સાહિત થઈ ને કીધુ કે આજે એને પ્રમોશન મળ્યું. અને એકદમ પ્રશાંતની નજર એના કાન પર પડી. ત્યાં પણ એક ઈયરીંગ નહોતી !
લેધર કરન્સી ફરી એકવાર એનુ કામ કરી ગઈ હતી !