STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

રાવણદહન શા માટે ?

રાવણદહન શા માટે ?

2 mins
408

વંદનાબેન બજારમાં ખરીદી કરવા ગયા. ત્યાં રસ્તામાં તેમને જુનાં સખી મંજુબેન મળ્યા. બંને જુની વાત કરતા અને ખરીદી કરતા હતા. નવરાત્રીનો સમય હતો. તેમના દીકરાની દીકરીઓ માટે ચણિયાચોળી અને દાંડિયા ખરીદવા તેમજ ઘરની બીજી વસ્તુઓ લીધી.

ત્યાંથી બંને મંદિરમાં દર્શન કરવા ગયા. અને ત્યાં વાત પરથી વાત આવી પહોંચી દશેરા પર. વંદનાબેન કહે, "આપણે દર વર્ષે રાવણદહન કરીએ છીએ. રાવણને સળગાવીને છીએ. પરંતુ તેનો ફાયદો શું ?"

એટલે મંજુબેન કહે, "કેમ ? શું થયું ? તમે શું કહેવા માંગો છો એ કંઈ સમજાયું નહિ. આપણે રાવણદહનનો ઉત્સવ દશેરા નિમિત્તે ભગવાન શ્રીરામ આ દિવસે રાવણનો વધ કરેલો. માટે આપણે તેને વિજયાદશમી તરીકે ઉજવીએ એમાં ખોટું શું છે ?"

વંદનાબેન કહે, "વાત તમારી સાચી. પણ રાવણદહન કરવાનો મુખ્ય ઉદ્દેશ તો વિસરાય જ ગયો. રાવણ દહન કરવાનું મુખ્ય કારણ, માણસમાં રહેલા ખરાબ વિચારોને મારવાના છે. સમાજમાં સત્યનું પ્રમાણ વધારી અસત્યનો નાશ કરવાનું છે. "

પરંતું સમાજમાં આવા દુર્ગુણો તો ઘટવાને બદલે વધતા જ જાય છે. રાવણને દહન કરવાથી કંઈ ફાયદો નથી. મનુષ્યમાં રાવણ રૂપી જે ગુણો છે. એ ગુણોને આ દિવસે નાશ કરવાના છે. ત્યારેજ આ સમાજમાં સૌ સન્માન ભેર ચાલી શકશે. આજે સમાજમાં જોઈએ ચોરી, લૂંટફાટ, બળાત્કાર, છેડતી વગેરે જેવા બનાવો બને તે શું યોગ્ય છે.

"આપણે જો આવા દુર્ગુણોથી ઘેરાયેલા હોય,તો રાવણ દહન કરવાનો આપણને શું અધિકાર. રાવણ દહનનો સાચો અર્થ સમાજમાં જે આવા દુર્ગુણો રૂપી રાવણ ઘર કરી ગયા તેને સુધારી સમાજમાં બનતાં આવા બનાવો ઘટાડવાના છે. એ જ સાચી આપણી વિજયાદશમી. "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational