રાવણદહન શા માટે ?
રાવણદહન શા માટે ?
"આવી રે આવી વિજયાદશમી
રાવણદહન કરીએ દશમી આવી."
કોયલબેન અને મોરભાઈ વાત કરતા હતા. કોયલબેન કહે," હે મોરભાઈ દરવર્ષે આ રાવણદહન કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું ? શા માટે રાવણદહન કરવામાં આવે છે.
મોરભાઈ કહે," કોયલબેન રાવણદહન કરવાનો મુખ્ય ઉદેશ તો વિસરાય જ ગયો છે. હાલ તો માત્ર લોકો રાવણદહન જ કરે. શા માટે એ કોઈ જાણતા નથી.
કોયલબેન કહે," એવું કેમ ? રાવણદહન કરવા પાછળ મુખ્ય શું હેતુ ? શા માટે એની શરૂઆત થઈ ?
મોરભાઈ કહે, એનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં જે રાવણના દુર્ગુણો છે. તેનાથી દૂર રહેવું અને જીવનમાં સદવિચારોનું સિંચન કરવું. આવા રાવણરૂપી જે તત્વો છે સમાજમાં એનો વિરોધ કરી, સ્ત્રીનું રક્ષણ કરવું.
રાવણદહન કરીએ એટલે વિજયાદશમી પૂર્ણ નહી. પરંતુ સમાજમાં સૌ લોકો વિજયાદશમી નિમિત્તે આ રાવણરૂપી વિચારોનો ત્યાગ કરે. સૌનું સન્માન કરે.
કરીએ સમાજની શરૂઆત નવી, રાવણરૂપી ગુણોથી રહીએ દૂર, જિંદગી સત્યને સાથ મનાવીએ.
