Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Nayana Charaniya

Inspirational Thriller


4  

Nayana Charaniya

Inspirational Thriller


રાતવાસો

રાતવાસો

3 mins 277 3 mins 277

અચાનક વીજળીના ચમકારા અને વાદળોની સવારી ઉપડી ચારેકોર અંધારું છવાઈ ગયું. જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. આજે સવારે તો આકાશ સાવ જ ચોખ્ખું દેખાતું હતું વાતાવરણમાં અચાનક આવેલ બદલાવ કંઇક અજુગતું લાગી રહ્યું હતું.

"અરે આ અચાનક વરસાદ ક્યાંથી આવી ચડ્યો ?" 

"નેહા, આગળ તો બહુ મોટી નદી છે હો આ રાત પડે એ પહેલાં અને નદી છલકે એ પહેલાં એ પુલ પરથી પસાર થઈ જવું પડશે હો...." 

"અરે ! મોના ડર નહીં હમણાં પહોંચી જશું..." 

"આજ આપણે બંને એકલા છીએ આ અજાણ્યા શહેરમાં એ પણ રસ્તે જો રખડ્યા તો ભૂલા પડી જશું."

"પણ તું કેમ ડરે છે ? હમણાં પુલ પરથી પસાર એટલે આવી જશે આપણો હાઇવે ! પછી તો રસ્તો સીધો આપણાં શહેરમાં..." 

   અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને થોડી વારમાં તો પાણી પાણી કરી નાખ્યું. ચારેકોર અંધારું છવાઈ ગયું કોઈ રસ્તામાં દેખાય પણ નહિ વટેમાર્ગઓ પોતપોતાના ઘરે નીકળી ગયા અને કામદાર પોતાના કામના સ્થળે જ રાતવાસો કર્યો. આ બંને એકલી હતી હોટેલો ખૂબ દૂર રહી ગયેલી હતી, ન એ શહેરની અંદર જઈ શકે એમ હતું ન બહાર ! ત્યાં એની ગાડી પાણી વચ્ચે તણાવા લાગી. નજીકમાં કોઈ મદદ કરે એમ પણ ન હતું. બંને ખૂબ ગભરાઈ ગાડીમાંથી ઉતરી ફટાફટ પોતાના સામાનમાં માત્ર મોબાઈલ ફોન લેપટોપનો બેગ લીધો. તારણમાં માહિર હતી જ પુર જોશમાં આવતા પાણીમાંથી બહાર તો નીકળી પણ જવું ક્યાં ? ત્યાં ચારથી પાંચ યુવાન આવીને ઊભા રહ્યા.

"ચાલો અમારી સાથે બંને..."

"ક્યાં ? અને તમે કોણ ?"

" અરે એ મૂકો નિકળો અહીં થી જડપભેર આ નદીનું પાણી હવે રોકાય એમ નથી."

 અચાનક એક યુવાને હાથ પકડીને ખેંચી ગયો મોનાને તો બીજો નેહાને. બંને કંઈ સમજે એ પેલા તો એમને એમની હોડીમાં બેસાડીને કામદારો રોકાયા હતા ત્યાં લઈ ગયા. બંનેને ખૂબ જ ડર લાગ્યો વીસ પચ્ચીસ જેટલા યુવાનોની વચ્ચે બંને એકલી હતી. ત્યાં "એક યુવાન બોલ્યો આજ રાતવાસો અહીં રહેશે તમારો, બાજુની નદી ગાંડી થઈ ગઈ બંને કાંઠે વહી રહી છે."

"પણ અહીં તો રૂમ એકજ છે અને આપણે બધા... 

એની વાત કાપી વચ્ચે જ બીજો યુવાન બોલ્યો,

" રાતવાસો એટલે સમજાય બેન ? તમારે માત્ર અહીં આજની રાત રહેવાની છે." 

   બંને એકબીજા સામે જોઈ રહી. ઠંડીથી એક તો મગજ થીજી ગયું હતું તો બીજી બાજુ આ લોકોની ભીડ ડરાવની લાગતી હતી...આ વચ્ચે પણ આજની રાત જેમ તેમ કરી નીકળવા તૈયાર થઈ બીજી બાજુ ઘરની ચિંતા હતી. પણ એ યુવાનો બનતી બધી જ મદદ કરી ઘરે ફોન કરી આપ્યો, પોતાની પાસે રહેલા ધાબળા આપ્યા પોતે બહાર સૂઈ એમને અંદર સૂઈ જવા કહ્યું...ડર અને ચિંતા વચ્ચે પણ ઊંઘ આવી ગઈ. સવારે આંખ ખુલી તો ચા તો તૈયાર હતી સાથે સાથે આ યુવાનો એમની ગાડી પણ લઈ આવ્યાં હતાં. મોડી રાત્રે વરસાદ થંભ્યો હતો એટલે વહેલી સવારે નીકળી ગયા હતાં. એક યુવાન બોલ્યો,

"બેન કેવો રહ્યો આ રાતવાસો ? માફ કરજો જો કોઈ કારણસર દુઃખ થયું હોય તો અમે તો રહ્યા મજદૂર લોકો, અમારે અહી શું હોય !?"

"તમારો ખુબ ખુબ આભાર ભાઈ, તમે અમને આ રાતવાસો આપી અમને બીજું જન્મ આપ્યું છે."

  થોડા દિવસ પછી કેટલાક લોકો આવે છે અને આ કામદારો માટે અહી રહેવાં માટેની વ્યવસ્થા માટે મોટો બંગલો બનાવવાની જાહેરાત કરે છે. જેનું નામ ' રાતવાસો ' રાખે છે...!

  અહીં રાત રોકાયેલ નેહા બાજુના શહેરની જાણીતા કરોડપતિની એકની એક દીકરી હતી.  


Rate this content
Log in

More gujarati story from Nayana Charaniya

Similar gujarati story from Inspirational