Kaushik Dave

Comedy Drama Others

3  

Kaushik Dave

Comedy Drama Others

રાતના બે વાગે ટકોરો

રાતના બે વાગે ટકોરો

2 mins
193


રાતના બે વાગ્યા હશે ને મંદા બહેનના ઘરનાં બારણાની સાંકળ ખખડાવવાનો અવાજ આવ્યો.

મંદાબહેન ચોંકી ગયા.

આ અડધી રાત્રે કોણ હશે ?

એમણે પતિદેવને જગાડ્યા.

"જુઓને કોણ આવ્યું હશે ?"

પતિદેવ," તું તારે સૂઈ જા. મને તો ઊંઘ આવે છે. આ પવન છે ને એટલે.."

ફરીથી સાંકળ ખખડી.

ને ધીમેથી અવાજ આવ્યો.

'મંદા બહેન.મંદા બહેન.'

મંદા બહેને અવાજ સાંભળ્યો.

ઓહ્ આ તો પાડોશી નંદા બહેન. આ અડધી રાત્રે કેમ ? કંઈ ક અજુગતું બન્યું હશે !

મંદાબહેને બારણું ખોલ્યું.

ઝડપથી નંદા બહેન ઘરમાં આવ્યા.

સાથે નાનો ડબો પણ હતો.

નંદા બહેન બોલ્યા," જય શ્રી કૃષ્ણ મંદાબહેન"

"પણ અત્યારે ?"મંદાબહેન બોલ્યા.

નંદા બહેન મંદા બહેનને પગે લાગ્યા.

બોલ્યા," મને આશિર્વાદ નહીં આપો ?"

"પણ આ અડધી રાત્રે."

નંદા બહેન શરમાયા. બોલ્યા," લો આ તમારા માટે ચોકલેટ કેક લાવી છું. મારો જન્મદિવસ છે. આમ તો તમને બોલાવવાના જ હતા, પણ પછી થયું તમારી ઊંઘ બગડશે.પાડોશી ધર્મ તો નિભાવવો પડે ને !"

"પણ અડધી રાત્રે."

"હા. મને થયું કે સવારે આપું એના કરતાં અત્યારે જ આપું. જો આ કેક ઘરમાં રાખું તો તમારા ભાઈ તો સવાર સુધીમાં પતાવી જ નાંખે. આખી કેક એમણે જ ખાધી. પણ મેં સ્પેશિયલ તમારા માટે રાખી." 

મંદા બહેને કેકનો ડબ્બો લીધો ને નંદા બહેનને આશિર્વાદ આપ્યા.

નંદા બહેન:-" મંદાબહેન, હું તો તમારી બહેન જેવી કહેવાઉં. એટલે અડધી રાત્રે જગાડ્યા. વાંધો નથીને ! "

મંદાબહેન મનમાં બબડ્યા.આય ખરી છે ને. ઊંઘ હરામ કરી નાંખી.

"નારે.ના.કોઈ વાંધો નહીં. સારૂ ચાલો. જય શ્રી કૃષ્ણ" મંદાબહેન બોલ્યા.

"બસ..ને. ફક્ત આશિર્વાદ જ !"

"ના.ના. ઊભાં રહો."

મંદાબહેન પોતાનું પર્સ ફંફોસી જોયું."અરે એક સો ની નોટ પણ નથી. બસ અગિયાર રૂપિયા જ છે."

અરે. ચાલશે. મંદા બહેન. અત્યારે અગિયાર આપો. બાકીના સવારે. આમેય સવારે મારે મંદિર દર્શન કરવા જવું છે. ને ભગવાનના મંદિરમાં અગિયાર રૂપિયા મૂકવા છે.મારી પાસે પણ છુટા નહોતા. તે તમારા રૂપિયા કામ લાગશે.ચાલો હવે હું જાવ.હા.પણ કેક કેવી લાગી એ સવારે કહેજો."

"સારૂં સારૂં.નંદા બહેન હવે તો મને ઊંઘ આવે છે."

નંદા બહેન:-" હા પણ એક વસ્તુ તો ભૂલી જવાય છે. મને એક વાડકી દૂધ આપશો. સવારની ચા માટે નથી. પાછુ તમને સવારે ક્યાં જગાડું ?"

મંદાબહેન:-" સારૂં આપુ છું."

એમ કહીને મંદાબહેન કીચન માં જતા હતા ત્યારે પાછા નંદા બહેન બોલ્યા," સોરી. હો. તમને હેરાન કરું છું. હા.પણ તમારૂં વેલણ પણ આપજો ને. મારે સવારે રોટલી બનાવવી છે. તમને સવારે ક્યાં જગાડવા ?

"પણ નંદા બહેન તમારી પાસે તો વેલણ છે ને !"

"હા. હતું.પણ નહોતું થયું. વાત એમ છે ને કે તમારા ભાઈ ને ઓળખો જ છો ને એમને રમત અને ગમ્મત કરવાની ટેવ છે. તો એ વેલણ અને થાળી સાથે રમતા હતા તે વેલણ તોડી નાખ્યું."

"પણ નંદા બહેન થાળીનો અવાજ તો સાંભળ્યો હતો. ને પછી એક ચીસ પણ પડી હતી. તો શું થયું હતું મારા ભાઈ ને !"

બસ.બસ.રહેવા દો..કહેવા જેવું નથી. આ હું તો ચાલી. સવારે મલશુ.હા.પણ સો રૂપિયા ભૂલાય નહી.આશિર્વાદ ના."


Rate this content
Log in

Similar gujarati story from Comedy