Sandhya Chaudhari

Drama Thriller


3  

Sandhya Chaudhari

Drama Thriller


પ્યાર Impossible - ભાગ ૭

પ્યાર Impossible - ભાગ ૭

4 mins 790 4 mins 790

આજની સવાર શામોલી માટે અનોખી હતી. ગઈકાલની રાત યાદ આવી. સમ્રાટ શામોલીને જોતો ત્યારે શામોલીનું હ્દય જોરજોરથી ધડકવા લાગતું. રાસ રમતા રમતા પણ સમ્રાટની નજર મને કેવી રીતે જોઈ રહી હતી.

સવારે ઊંઘમાંથી જાગી ત્યારથી જ એનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. આજે ચોક્કસ કંઈક તો થવાનું છે. ક્લાસમાં પહોંચતા જ સમ્રાટ અને શામોલીની નજર મળે છે. શામોલીનું દિલ જોરજોરથી ધડકવા લાગે છે.

બપોરે કેન્ટીનમાં શામોલી અને સ્વરા નાસ્તો કરતા હોય છે. ત્યાં જ સેમ અને રાઘવ આવે છે.

"હાઈ ગર્લ્સ " સમ્રાટ નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકી ખુરશી પર બેસતા કહે છે.

"હાઈ સ્વરા...હાઈ શામોલી" રાઘવ ખુરશીમાં બેસતા કહે છે.

સ્વરા:- હાઈ રાઘવ હાઈ સમ્રાટ

"હાઈ" રાઘવ અને સેમ બંનેને સ્માઈલ આપતા શામોલીએ કહ્યું.

રાઘવ અને સ્વરા વાત કરતા કરતા નાસ્તો કરતા હોય છે. શામોલી પણ ચૂપચાપ નાસ્તો કરવા લાગે છે. સમ્રાટ તો આવીને શામોલીની બાજુમાં જ બેસી ગયો હતો. સમ્રાટના કપડામાંથી સેન્ટની કે બોડીપર લગાવેલ બોડીસ્પ્રેની સરસ સુગંધ આવતી હતી. સમ્રાટ બાજુમાં જ બેઠો હતો એટલે શામોલીનું હ્દય એટલું જોરથી ધડકતું હતું કે એને એક ક્ષણ એવું લાગ્યું કે સમ્રાટ મારા દિલની ધડકનો સાંભળી રહ્યો છે. આ ધડકનોનું વધવું શામોલીને સૂકુન આપી રહ્યું હતું.

રાઘવ તો અવારનવાર અમારી સાથે નાસ્તો કરવા આવતો રહેતો પણ આજે સમ્રાટ અમારી સાથે નાસ્તો કરવા કેમ આવ્યો? શામોલી, સ્વરા અને રાઘવ ત્રણેયને થોડું આશ્ચર્ય થયું.

સમ્રાટ:- શું કરે છે આજે સાંજે? મારી સાથે ડીનર કરવા આવીશ?

સમ્રાટની વાત સાંભળીને ત્રણેય સમ્રાટ બાજુ આશ્ચર્યથી જોવા લાગ્યા.

"આમ શું જોઈ રહી છે? તને જ કહું છું કે મારી સાથે ડીનર કરવા આવીશ?" સમ્રાટે શામોલી તરફ જોઈને કહ્યું.

શામોલીના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્રિત ભાવો આવ્યા અને શામોલી શું બોલવું અને શું ન બોલવું એની અવઢવમાં મૂકાઈ ગઈ.

સ્વરા:- શામોલી સાંજે બીઝી છે. એ ડિનર કરવા નહિ આવે.

સ્વરાના આ વાક્યથી શામોલીની ખુશી પર પાણી ફરી વળ્યું.

સમ્રાટ :- હું શામોલીના મોઢે સાંભળવા માંગુ છું.

શામોલી:- હું અત્યારે કંઈ ન કહી શકું. વિચારીને કહું.

"ઓકે તો હું તારા જવાબની રાહ જોઈશ.બાય." સમ્રાટે શામોલી તરફ જોઈને કહ્યું.

"ચાલ હવે. સ્વરાને પછી ફુરસદમાં મળજે." આટલું કહીને સમ્રાટ લગભગ રાઘવને ખેંચીને લઈ જાય છે.

સમ્રાટ અને રાઘવના જતાં જ સ્વરાએ કહ્યું

"શું વિચારીને કહેવાની છે? તારે ના પાડવાની હતી. તું જાણે છે ને સમ્રાટ કેવો છે?"

શામોલી:- હા જાણું છું. એવી કેટલીય છોકરીઓ સાથે ડીનર પર ગયો હશે પણ એણે મારા જેવી સાદી સિમ્પલ છોકરી સાથે ડીનર પર જવા માટે વિચાર્યું અને પૂછ્યું તો બની શકે કે એના મનમાં મારા માટે ફીલીંગ્સ હોય.

સ્વરા:- તું જ વિચાર સમ્રાટ તને ડીનર પર શું કામ લઈ જવા માંગે છે? એના મનમાં તારા માટે કોઈ ફીલીંગ્સ નથી. ડીનર પર લઈ જઈ એજ કરશે જે બીજી છોકરીઓ સાથે કરે છે.

શામોલી:- એ મારી સાથે એવું કંઈ પણ નહિ કરે. કોઈપણ છોકરીની મરજી વગર સેમ કોઈને ટચ પણ નથી કરતો. ડીનર માટે જ તો બોલાવે છે તો એની સાથે જવામાં શું વાંધો છે?

સ્વરા:- તું બધાને કેમ સારાં સમજે છે? બધામાં સારાઈ શોધી લેવાની આ તારી ટેવ મને નથી ગમતી. ફરી કહું છું કે બીજામાં સારાઈ શોધવાની આ ટેવ તને કોઈ દિવસ મુસીબતમાં ફસાવી દેશે.

શામોલી:- તું નાહકની ચિંતા કરે છે. એવું કશું નહિ થાય.

સ્વરા:- ગઈકાલે જોયું મેં. નજરોથી નજરના પેચ લાગી રહ્યા હતા. પણ શામોલી સમ્રાટથી જરા સંભાળીને રહેજે.

ઘરે ગયા પછી પણ શામોલી વિચારોમાં જ ગરકાવ હતી. શામોલીએ સ્વરાને કહી તો દીધું પણ જો સ્વરાની વાત સાચી પડશે તો? દિમાગ વિશ્વાસ કરવા તૈયાર નહોતું અને હ્દય કહી રહ્યું હતું "સમ્રાટ બધાં કરતા અલગ છે. એના પર વિશ્વાસ મૂકી શકાય." આમ દિલ અને દિમાગ વચ્ચે ખાસ્સીવાર સુધી લડાઈ ચાલી. શામોલી વિચારોમાં ગરકાવ હતી. એટલામાં ફોનની રીંગ વાગી અને વિચારોની તંદ્રા તૂટી. કોઈ અજાણ્યો નંબર હતો. શામોલીએ ફોન રીસીવ કર્યો.

શામોલી:- હેલો...કોણ?

સમ્રાટ :- હેલો શામોલી. હું સમ્રાટ. શું કરે છે?

શામોલી:- કંઈ ખાસ નહિ. તું શું કરે છે?

સમ્રાટ:- કંઈ ખાસ નહિ. બસ એમજ. જો આપણે બંને કંઈ ખાસ નથી કરતા તો બહાર જઈને કંઈ ખાસ કરીએ?

શામોલી:- શું કહ્યું?

સમ્રાટ:- આઈ મીન કે બહાર ડીનર કરવા જઈએ.

શામોલી:- તારી સાથે ડીનર કરવાની ઈચ્છા છે પણ મારાથી નહિ અવાય. સૉરી સમ્રાટ. કોઈક વખતે ચોક્કસ જઈશુ. પ્રોમિસ.

સમ્રાટ:- પાક્કું ને?

શામોલી:- હા ચોક્કસ. આઈ પ્રોમિસ.

સમ્રાટ:- ઓકે બાય.

શામોલી:- બાય.

શામોલી શું કર્યું તે? શું કરવા ના પાડી? એક નંબરની સ્ટુપિડ છે તું. સમ્રાટને ડીનર માટે હા કેમ ન પાડી શકી? આઈ હોપ કે સમ્રાટ મારાથી નારાજ ન હોય!! અરે, યાર શું વિચારે છે તું? આટલી નાની વાતમાં કોઈ નારાજ થતું હશે..!!

કંઈ વાંધો નહિ. નેક્સ્ટ ટાઈમ સમ્રાટ કહેશે તો તરત ડીનર માટે હા કહી દઈશ. શામોલી મનમાં જ પોતાની જાતને કહી રહી.

ઊંઘવાની કોશિશ કરે છે પણ ઊંઘ નથી આવતી. સવારે જ શામોલીએ વિચાર્યું હતું કે આજે કંઈક ને કંઈક થશે. એ સાચું પડ્યું. સમ્રાટનું કેન્ટીનમાં આવવું અને પછી સાંજે સમ્રાટનો ફોન આવ્યો તે...એ બે ઘટના બની.

શું આ બે ઘટનાઓ મને કંઈ ઈશારો કરે છે? સમ્રાટ જ મારો ડ્રિમ બોય છે? સમ્રાટના વિચારો કરતા કરતા શામોલીને ઊંઘ આવી જાય છે.

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Sandhya Chaudhari

Similar gujarati story from Drama