Sandhya Chaudhari

Romance


4  

Sandhya Chaudhari

Romance


પ્રિતની તરસ - ભાગ ૪

પ્રિતની તરસ - ભાગ ૪

6 mins 9 6 mins 9

શ્યામલી અને એનો પરિવાર રિયાના ઘરની બાજુમાંજ આવેલા ઘરમાં રહેવા જતા રહ્યા. શ્યામલી સાંજે બાલ્કનીમાં બેઠી હતી. એ સમીર વિશે વિચારી રહી હતી કે "શું પહેલી નજરે પ્રેમ થાય..?" આ પ્રશ્ન શ્યામલીના મનમાં જાગ્યો. એ ડાયરી અને પેન લઈ આવી અને લખવા લાગી. "પહેલી નજરે થાય છે એ પ્રેમ નહિ, આકર્ષણ હોય છે..? પ્રેમ એ આદવ અને ઈવના સમયથી રહસ્યમય વિષય રહ્યો છે. પ્રેમ પહેલી નજરે થાય છે? અરે યાર, પ્રેમ ગમે તે નજરે થાય પ્રેમ એ પ્રેમ હોય છે...! પ્રેમ વિશેના દરેક સવાલના જવાબ નથી હોતા..અને હોય છે એ માણસે માણસે જુદા હોય છે. પ્રેમ એક એવી અનુભૂતિ છે જેનું સંપૂર્ણ વર્ણન કોઈ કરી શકતું નથી. આમ તો પ્રેમ એ વર્ણવવાનો, વાતો કરવાનો કે વાતો કરવાનો વિષય જ નથી, એ માત્ર અનુભવવાનો વિષય છે. વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમનો અહેસાસ અલગ અલગ હોય છે. પ્રેમના પ્રશ્નોના કોઈ જવાબ નથી હોતા અને જે હોય છે એ બહુ અંગત હોય છે."

બીજા દિવસે રિયા અને શ્યામલી સ્કૂલે પહોંચી ગયા. શ્યામલી જ્યારે પણ સમય મળે ત્યારે સેમીનો ડાન્સ જોવા પહોંચી જતી. શ્યામલી છુપાઈ છુપાઈને સેમીનો ડાન્સ જોયા કરતી અને એના સ્ટેપ્સ યાદ કરીને ઘરે જઈને ડાન્સની પ્રેક્ટીસ કરતી. શ્યામલી કોઈને કહેતી નહિ પણ સમીર એના દિલના ખૂણામાં વસી ગયો હતો.

શ્યામલી અંતર્મુખી હતી. પોતાના મનની વાત કોઈને સહાલાઈથી કહેતી નહિ. મનમાં ને મનમાં મૂઝવણ અનુભવતી રહેતી. મનમાં ને મનમાં વાતો સંઘરી રાખતી. મનમાં રહેલી વાત શ્યામલી કવિતા કે ગઝલ રૂપે ડાયરીમાં લખતી.

સમીર પાછળ તો ઘણી છોકરીઓ ફિદા હતી. એ છોકરીઓ પોતાના મનની વાત સમીર સાથે વાતો કે ફ્રેન્ડશીપ કરીને પોતાના મનની લાગણીઓને સહેલાઈથી કહી દેતી પણ શ્યામલી માટે સમીરને પોતાની ફિલીંગ્સ-લાગણી દર્શાવવા શું કરવું તે વિચારવા લાગી. શ્યામલી સમીરને ઘણીવાર અપલક નજરે નિહાળ્યા કરતી. પણ સમીર તો પોતાના ડાન્સમાં જ મસ્ત રહેતો. સમીરને તો જાણ સુધ્ધા નહોતી કે એક શ્યામ છોકરી એને ખૂબ ચાહે છે.

સંસારનો સૌથી દિલકશ પ્રેમ કંઈક એવો હોય છે. જ્યાં સામેના પાત્રને જોવા માત્રથી આત્મા તૃપ્ત થતી હોય છે અને એને ખબર પણ ન હોય કે કોઈ મને જોઈને ખુશ થાય છે અને ઘણીવાર તો મનગમતી વ્યક્તિને સતત જોતાં રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. આમને આમ સ્કૂલનું એક વર્ષ પૂરું થઈ ગયું.

શ્યામલી સમીરને પ્રેમ કરવા લાગી હતી. કેટલીયવાર એવું બન્યું કે સમીર શ્યામલીની નજીકથી પસાર થઈ જતો અને શ્યામલી તો એને જોતી જ રહી જતી. શ્યામલીનું હ્દય જોરજોરથી ધડકવા લાગતું પણ અનાયાસે જ ભીડમાંથી સ્કૂલની લોબીમાંથી પસાર થતા સમીરને જાણ સુધ્ધાં નહોતી કે એક શ્યામ છોકરી એને કેટલી હદ સુધી પ્રેમ કરવા લાગી છે તે. સમીરને તો ખ્યાલ પણ નહોતો કે આ સ્કૂલમાં કોઈ એવી છોકરી છે જે એને ચાહે છે. એ ભલો અને એનો ડાન્સ.

उसे पता तक नहीं

सपनो के मलबे में दबा

कहीं कोई मर रहा है

उसके लिए।

શ્યામલીએ ઘણું વિચાર્યું કે પોતાના મનની લાગણી સમીરને કેવી રીતના જણાવું ?

આખરે શ્યામલીને વિચાર આવ્યો કે પત્ર દ્રારા પોતાના મનની વાત સમીરને કહેશે. એટલામાં ત્યાં વરુણ આવે છે.

"શું વિચારે છે ? એની પ્રોબ્લેમ ?" શ્યામલીને થોડી મૂંઝવણમાં જોઈ વરુણે કહ્યું.

શ્યામલી:- "ના ભાઈ...એ તો સ્ટડી વિશે વિચારતી હતી. પણ હવે નહિ વિચારું. તમે છો જ ને...હવે તો તમે આવી ગયા છો ને એટલે વાંધો નહિ. સ્ટડીની વાત પછી કરીએ ? પહેલાં એ કહો કે તમે ભાભીની મુલાકાત મારી સાથે ક્યારે કરાવશો?"

વરુણ:- "વોટ?"

શ્યામલી:- "સોરી સોરી ભાઈ...હવે તો તમે કોલેજમાં આવી ગયા. હજી સુધી કોઈ ગર્લફ્રેન્ડ નથી બનાવી ?"

"તારા મગજમાં આ બધું ક્યાંથી આવે છે ? ભણવામાં ધ્યાન આપ. ઓકે...?" વરુણે શ્યામલીના માથામાં હળવી ટપલી મારતા કહ્યું.

શ્યામલી:- "ઓકે ઓકે. પણ કોઈ ગર્લફ્રેન્ડ બનાવો તો સૌથી પહેલાં મને કહેજો...ઓકે ?"

વરુણ:- "ઓકે ઓકે બસ..."

એટલામાં જ ત્યાં રિયા આવે છે.

રિયા:- "વરુણભાઈ તમે ક્યારે આવ્યા ?"

વરુણ:- "કાલે સાંજે જ આવ્યો ? કેમ છે ? મજામાં ને ?"

રિયા:- "હા...મજામાં. તમે પહેલાં એ કહો કે કોઈ મળ્યું ?"

વરુણભાઈ:- "કેમ કોણ મળવાનું હતું મને ?"

રિયા:- "આઈ મીન કે કોઈ ગર્લફ્રેન્ડ બનાવી."

"તમારા બંનેના મગજમાં આવુંજ બધું ચાલ્યા કરે છે ને એટલેજ ઓછા ટકા આવે છે. આ બધું ઓછું કરી નાંખો. તમે બંને આ વખતે ભણવામાં ધ્યાન આપજો. આ વખતે હું છું ને તો તમને બરાબર સ્ટડી કરાવીશ." આટલું કહી વરુણ જતો રહ્યો.

ધોરણ ૧૨નો પહેલો દિવસ. શ્યામલીએ સમીરને ઉદેશીને પત્ર લખ્યો. બપોરે બધા કેન્ટીનમાં ગયા હતા. શ્યામલી,રિયા અને પાયલ પણ કેન્ટીનમાં જવાના હતા.

શ્યામલી:- "અરે હું મારો મોબાઈલ ભૂલી ગઈ. તમે જાઓ કેન્ટીનમાં. હું બસ મોબાઈલ લઈને આવી."

રિયા:- "ઓકે પણ જલ્દી આવજે."

રિયા અને પાયલ કેન્ટીનમાં ગયા. શ્યામલીએ ક્લાસમાં જઈ પોતાના બેગમાંથી એક કવર કાઢ્યું અને ઝડપથી સમીરના ક્લાસમાં જઈ સમીરની બેગમાં સાવચેતીથી કવર મૂકી દીધુ. આખો ક્લાસ ખાલી હતો. શ્યામલી મનોમન બોલી "ભગવાનનો આભાર કે ક્લાસમાં કોઈ નથી." તરતજ ત્યાંથી નીકળી કેન્ટીનમાં પહોંચી ગઈ.

સાંજે સમીર ઘરે ગયો. ચા-નાસ્તો કરી પોતાની બેગમાથી લેપટોપ કાઢતો હતો ત્યારે સમીરને પોતાની બેગમાંથી ગુલાબી રંગનું કવર મળ્યું. જેના પર રંગબેરંગી ફૂલો હતા. પણ કવરનો મોટો ભાગ ગુલાબી રંગનો હતો. કાગળ મળ્યો તે પણ ગુલાબી રંગનો હતો. લિખિતંગની જગ્યાએ દિલ ચિતરેલું હતું. દિલની આરપાર જતુ હોય એવા તીરની નિશાની પણ દોરેલી હતી. સમીરે એકાગ્ર મને વાંચવાની શરૂઆત કરી.

"સમજમાં નથી આવતું કે ક્યાંથી શરૂઆત કરું. તો પણ કોશિશ કરું છું. ઘણી વાતો એવી હોય છે જે આપણે અંદરો અંદર જ મહેસુસ કરીએ છીએ ! પણ સામે કોઈ દિવસ બોલી નથી શકતા. એવીજ એક વાત મારા મનમાં છે. કદાચ હું પણ કોઈ દિવસ તારી સામે બોલી ના શકું. એટલેજ આ પત્ર લખી રહી છું.

તને શું કહી સંબોધું એ હજી સુધી નક્કી કરી શકી નથી. પ્રિય અથવા પ્રિયતમ લખું તો તું ચોક્કસ જ હસીશ અને મને પાગલ સમજીશ. વળી એ સંબોધન કેટલું જુનવાણી લાગશે ! હું તને 'મારી ચાહત' કહીને સંબોધી શકું એટલો હક મને આપીશ ? બસ તને આટલું જ પૂછવા આ પત્ર લખી રહી છું. હું તને ચાહું છું. બસ આટલી જ વાત છે. આ નાની અમસ્તી વાતે મારી જીંદગી બદલી નાખી છે. મારી પાસે તારા શમણાઓ સિવાય કશું બચ્યું જ નથી. પ્રેમમાં પાગલ થઈ જનારા કદાચ પોતાના સાથીના પ્રેમની માંગણી હકથી કરે છે. પણ હું જાણું છું કે કોઈને આવો હક નથી હોતો. એ બધું તારા ઉપર નિર્ભર છે કે તું મારૂં શું કરે છે. તું ના પાડે તોયે હું વર્ષો સુધી તને ચાહતી રહીશ એ વાત નક્કી છે, અને જો હા પાડે તો આજન્મ તારી બનીને રહીશ. બસ તને મનની વાત કહેવાની ઉતાવળ હતી.

વધારે કંઈ નથી જાણતી હું પ્રેમ વિશે, બસ તને સામે જોઈને મારી તલાશ પૂરી થઈ જાય છે.

उस हसीन राह से गुजरकर देखते है,

चल इश्क़ की राह पर चलकर देखते है!!

આમ તો મેં કોઈ દિવસ આવું કઈ પણ લખ્યું નથી, મતલબ કે , કોઈને લેટર, આ રીતે ક્યાંક વાંચેલું અને સાંભળેલું છે કે “writing a letter is the best way to express feelings". પણ કોઈ દિવસ એનું અમલ નથી કર્યું. મારામાં એટલી હિંમત નથી કે તારી સાથે ડાયરેક્ટ વાત કરું, સ્કૂલમાં એન્ટર થતાજ મારી નજર સૌથી પહેલા તને શોધે છે.

અજાણ છું, કેટલો પ્રેમ હું તને કરું ?

બસ તું હોય ત્યારે નિહાળ્યા કરું,

ને ન હોય ત્યારે વાગોળ્યા કરું...

વોટેવર ! કઈ રીતે કહું એ સમજાતું નથી, બટ આઈ લાઈક યોર સ્માઈલ એન્ડ આઈઝ.… એન્ડ એવરીથીંગ, સોરી પણ મને કોઈ વિશ્લેષણ વગેરે વાપરતા ફાવ્યું નહિ તો ડાયરેક્ટ જ લખી દીધું. પણ સાચું તો એજ છે કે હું તમને પસંદ કરું છું. તારો રિસ્પોન્સ જાણવો તો છે જ પણ કદાચ એનો સામનો કરી શકીશ કે નહિ એ મને નથી ખબર. તો બસ અત્યારે આટલું જ લખું છું, આશા છે કે આ લેટર તારા જ હાથમાં આવે.

ઇટ્સ મિ.

તારી એક પ્રેમ ભરી નજરની તરસી

ચાલો જે હોય એ. શ્યામલીને સમીરના રિસ્પોન્સની રાહ જોવા દઈએ. અને આપણે રાહ જોઈશું બીજા લવ-લેટર્સની !

ક્રમશઃRate this content
Log in