Sandhya Chaudhari

Drama Romance

4  

Sandhya Chaudhari

Drama Romance

પ્રિતની તરસ - ભાગ ૧

પ્રિતની તરસ - ભાગ ૧

6 mins
160


શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી હતી. ઝરમર વરસાદ વચ્ચે રમણીય અને આહલાદક વાતાવરણ સર્જાતા શ્યામલીનું હ્દય પણ સોળે કળાએ ખીલી ગયું હતું. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. સૃષ્ટિનો આ ચાલતો નિરંતર પ્રવાહ, સતત બદલાતું સમયનું ચક્ર, સમગ્ર અસ્તિત્વને એક નવી તાજગી આપે છે. ચોમાસાનું ચુંબકત્વ એવું છે કે પ્રકૃતિનો કોઈપણ જીવ તેમાંથી બાકાત રહી શકતો નથી. વરસાદનું વળગણ એવું છે કે માનવીના મનને ટાઢક કરી દે. બારીશના બંધનમાં જકડાવું સૌ કોઈને ગમે છે. બરસાતની બળજબરીથી ઘરમાં પુરાઈ રહેવું પડે તો એ બંધન પણ મીઠું લાગે છે. વરસાદી વાયરાનો પવન એ રેલ્વેની કન્ફર્મ ટિકીટ જેવો લાગે..! પછી બસ ફક્ત વરસાદી ટ્રેન આવવાની જ રાહ જોવાની હોય..! એ ટ્રેનમાં બેસો એટલે ૪ મહિનાની રોમાંચક રાઈડ શરૂ થાય. તેમાં ક્યારેક હરિયાળા ખેતરો પણ જોવા મળે છે. મંઝિલની ચિંતા છોડીને સફરનો આનંદ લેવાનું મન થઈ જાય..! રોમાંચ જગાડતી એ બરસાતી જર્નીમાં છલકાયેલાં તળાવો અને ડેમ જેવા મોટા સ્ટેશન પણ આવે તો ક્યારેક ઝરમર વરસાદ રૂપી નાના સ્ટેશનનો પણ સંતોષ માનવો પડે.

પુરપાટ ઝડપે દોડતી ટ્રેનની બારીની બહારની દશ્યો જોવાની મજા પડે તેમ મુશળધાર વરસાદના દશ્યો જોવાની પણ તેટલી જ મજા પડે. ટ્રેનની બારીની બહારના નજર નાખતાં ક્યારેક લીલોતરી ધરતી દેખાય તો ક્યારેક જાણે વરસાદને આવકારતા ઊભા હોય તેવા ડુંગરાઓ પણ દેખાય. ઉછાળા મારતા ઝરણાંઓ મનને મોહિત પણ કરી દે. ક્યારેક ટ્રેનમાંથી નીચે ઉતરીને ધરતી પર ચાલીએ તો ધરતીનો ધબકાર પણ મહેસુસ થાય. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું ચિત્ર જ્યારે નજર સામે આવે ત્યારે મનના વાયબ્રેશન્સ પણ ઉછાળા મારવા લાગે.

જંગલ, ગામ, ખેતરો, નદીઓને જોતા જોતા સફર કરવાનો આનંદ કંઇક અલગ હોય છે. ટ્રેનમાં સફર કરવાથી રસ્તામાં આવનારા સ્ટેશન, અલગ અલગ લોકો, તેમની બોલી ખરેખર નવાઇ પમાડે એવા હોય છે.

શ્યામલીના પપ્પા મોહનભાઈ બેંકમાં મેનેજરની નોકરી કરતા હતા. શ્યામલીની મમ્મી મીનાબહેન હાઉસવાઈફ હતા. શ્યામલી ભોળી, સંવેદનશીલ અને અંતર્મુખી સ્વભાવની છોકરી. શ્યામલી શ્યામ હતી. બાળપણમાં તો ખૂબ જ શ્યામ હતી. શ્યામવર્ણી હોવાના કારણે જ એનું નામ ફોઈએ શ્યામલી રાખ્યું હતું. પડોશીઓ અને એની બહેનપણીઓ શ્યામવર્ણને લીધે એની મજાક કરતા રહેતા ત્યારે શ્યામલીને ખૂબ દુઃખ થતું. આ મજાકને લીધે શ્યામલીનો આત્મવિશ્વાસ ઓછો થતો જતો હતો. શ્યામલી અસુરક્ષિતતાની લાગણીકરતી હતી. જો કે જેમ જેમ મોટી થતી તેમ તેમ શ્યામલી થોડી ઘઉંવર્ણી થઈ.

શ્યામલીના મમ્મી પપ્પા શ્યામલીની નાની નાની ખુશીનું ખૂબ ધ્યાન રાખતા. શ્યામલીનો મોટો ભાઈ વરુણ પણ શ્યામલીનું ખૂબ ધ્યાન રાખતો. શ્યામલીના પપ્પાની બદલી પોરબંદર પછી સુરત અને હવે મુંબઈ બદલી થઈ હતી. એટલે સુરતથી મુંબઈ ટ્રેનમાં જઈ રહ્યા હતા. વરુણનો અભ્યાસ ચાલુ હતો એટલે વરુણ એક વર્ષ પછી મુંબઈ આવવાનો હતો. ટ્રેનમાંથી વરસતા વરસાદને જોતી શ્યામલીને પ્રકૃતિના તત્ત્વોમાં પ્રેમ નજરે પડતો. શ્યામલીને પ્રેમમાં ખૂબ વિશ્વાસ હતો. એને તો સર્વત્ર પ્રેમ જ નજરે પડતો. પ્રકૃતિના કણકણમાં પ્રેમનો અનુભવ થતો.

આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી

ધરતી આવી ગઈ યાદ…

ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને

નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે

એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને

પછી ધરતીને ચૂમી લીધી...

શ્યામલી ધરતી અને આભના મિલનની કલ્પના કરતી. એવી તો અનેક કલ્પનાઓ કરતી અને પોતાની કલ્પનાઓને ડાયરીમાં લખતી.

શ્યામલીને બે જ વસ્તુનો શોખ હતો. લેખનનો અને ડાન્સ કરવાનો. શ્યામલી અંતરની વાત નિર્ભય બની ડાયરીમાં વેહતી મૂકી દેતી અને હદય ને હળવું ફૂલ બનાવી દેતી. આમાંથી સંતોષ અને આનંદ પણ લઇ શકે છે એ માટે ડાયરી જ લખવી એવું નહિ. પણ પોતાનું મન ખાલી કરી શકાય એવા અનુભવો અને લાગણીઓ વેહતી મૂકી શકાય એવું કોઈ હોય તો એ હતી શ્યામલીની વ્યક્તિગત ડાયરી...ડાયરી એ શ્યામલીના જીવનનું અભિન્ન અંગ હતી. શ્યામલીએ જીવનની તમામ નાની-મોટી તેમજ ખાટીમીઠી યાદોને ડાયરીમાં સાચવીને રાખેલી.

લેખનનો શોખ તો પૂરો થતો પણ ડાન્સ..!! ડાન્સ તો શ્યામલીને કરવો ગમતો. પણ એના ઓછા આત્મવિશ્વાસને લીધે એના મગજમાં ઠસી ગયુ હતુ કે "ડાન્સ તને નહિ આવડે અને આવડી પણ જશે તો ખરાબ ડાન્સ થશે અને બધા તારા પર હસસે." શ્યામલી કોઈને પણ ડાન્સ કરતા જોતી તો બસ એકીટશે એને નિહાળ્યા જ કરતી. કેટલીય વાર રૂમના બારણાં બંધ કરી ટીવી ચાલુ કરી ડાન્સ કર્યો હશે પણ એને એમ જ લાગતું કે પોતે સારો ડાન્સ નથી કરી શકતી. પણ શ્યામલીને તો ડાન્સર બનવું હતું. પણ આ સપનું તો પૂરું જ નથી થવાનું એવું શ્યામલીને લાગતું હતું.

બધી છોકરીઓની જેમ એને પણ પોતાના સપનાના રાજકુમારનો ઈંતજાર હતો. પણ પડોશીઓ અને લોકોની વાતો સાંભળી સાંભળી શ્યામલીનો આત્મવિશ્વાસ ઓછો થઈ જતો. ત્યારે શ્યામલીનું મગજ એવું વિચારતું કે જો એના સપનાનો રાજકુમાર પણ મને નહિ સ્વીકારે તો ? પણ પછી થોડીવાર પછી એનું હ્દય, એનું દિલ એવું વિચારતું કે સાચા પ્રેમમાં આ બધુ ગૌણ હોય. શ્યામલી અગિયારમાં ધોરણમાં આવી હતી. મુંબઈમાં શ્યામલીના માસી-માસા અને તેમની દીકરી રિયા હતા. એટલે શ્યામલી ખુશ હતી કે હવે રિયા સાથે રહેવાનું મળશે. રિયા શ્યામલીની હમઉમ્ર હતી. એક રિયા જ તો હતી જે શ્યામલીને સમજતી હતી.

ટ્રેનમાંથી શ્યામલી અને એનો પરિવાર ઉતર્યા. રિયાના પપ્પા રાજેશભાઈ એમને લેવા આવ્યા હતા. શ્યામલીએ મુંબઈ પહેલી વખત જોયું. આ મુંબઈ શહેરને સપનાઓનું શહેર કહેતા. શ્યામલી વિચારતી કે શું ખબર આ મુંબઈ શહેર કદાચ મારા સપનાઓને પણ સાકાર કરી દે. બધી છોકરીઓની જેમ એને પણ પોતાના પ્રિન્સ ચાર્મિગનો ઈંતજાર હતો. શું ખબર કે શ્યામલીનો રાજકુમાર મુંબઈમાં જ હોય. વરસાદને કારણે મુંબઈ રેલ્વે સ્ટેશન પર ઓછી ભીડ હતી. ટ્રેનમાંથી ઉતરી શ્યામલી અને એનો પરિવાર ચાની લારી પાસે રાખેલા બાંકડા પર બેસી રાજેશભાઈની રાહ જોવા લાગ્યા.

શ્યામલી આસપાસ જોવા લાગી. ચાની લારી પર રહેલાં રેડિયો પર ગીત વાગી રહ્યું હતું.

छम छम छम...

जुल्फों से बाँध लिया दिल

सीने पे से उड़ने लगा आँचल

मुझसे नैना मिला के

मौसम होने लगे पागल

सबसे होक बेफिक्र

नाचूँ मैं आज

छम छम छम हे

छम छम छम हे

छम छम छम..

मैं नाचूं आज छम छम छम हे

छम छम छम हे

छम छम छम..

અને આ ગીત પર પાંચ-છ નાની નાની છોકરીઓ ગેલમાં આવી નાચવા લાગી ગઈ. શ્યામલી છોકરીઓને નાચતા જોઈ રહી હતી. કદાચ એ છોકરીઓ આસપાસની ઝૂપડપટ્ટીઓમાં રહેતી હતી. એ છોકરીઓ એ ગીતમાં કહેવાયેલા શબ્દોની જેમ જ પોતાની મસ્તીમાં બેફિકર બની નાચી રહ્યા હતા. થોડીવાર રહી પછી એ છોકરીઓ ત્યાંથી હસતા-હસતા-રમતા-રમતા જતા રહ્યા.

રેલ્વે સ્ટેશન પર રાજેશભાઈ લેવા આવી ગયા હતા. રાજેશભાઈએ ટેક્સી બોલાવી અને બધા ટેક્સીમાં ગોઠવાયા. શ્યામલી ટેક્સીમાંથી બહાર વરસતા વરસાદને જોઈ રહી. બારી બહાર હાથ રાખી વરસાદના બુંદોને હાથમાં ઝીલી. પહેલા વરસાદમાં ધરતીમાંથી ઉઠતી ભીની માટીની સુગંધ વાતાવરણ ને ખુશનુમા બનાવી દેતી. ભીની ભીની માટીની સુગંધ મન સુધી પ્રસરી ગઈ હતી. વરસાદ ની સાથે આવતી ઠંડા પવન ની લહેરખી વાતાવરણ ને તરબતર કરી દેતી .ભીના ભીના રસ્તા જાણે ધરતી અને મેઘ ની મિલન ની ગવાહી પુરતા હતા.

વર્ષઋતુમાં ઠેર ઠેર લીલું ઘાસ ઊગી નીકળતા જોઈને એવું લાગે છે કે ધરતી જાણે લીલા રંગની ચાદર ઓઢીને સૂતી હોય તેવું પ્રતીત થાય છે. વરસાદ થયા પછી કોઈ વૃક્ષો ને ધારી ને જોતા એવું લાગે કે વરસાદ ની સૌથી વધારે ખુશી તો એને જ થઇ છે, કેમકે ઉનાળા ના ૪ મહિના એણે તડકો વેઠી ને સૌ ને શીતળ છાયા આપી છે. હવે ઠંડક નો એહસાસ કરવાનો સમય આવ્યો છે.

ઝરમર ઝરમર વરસતો વરસાદ...નવોઢા બની શરમાતી આ ધરતી...બુંદનું આ ધીમું ધીમું સંગીત...પ્રિયજનના હાથમાં હાથ પરોવીને ચાલુ વરસાદમાં ખાબોચિયાના પાણીમાં પગ પછાડીને એકબીજાના પર છાંટા ઉડાડતું આ યુગલ...આહ...! કેટલું આહ્લાદક વાતાવરણ! ગાતા ગાતા ઝૂમવાનું હોય, નાચવાનું હોય અને પલળવાનું હોય...પ્રેમિકા કે પત્નીને બાઇકની પાછલી સીટ પર બેસાડીને ભીંજાતા ભીંજાતા 'લોંગ ડ્રાઇવ' પર નીકળી જવાનું હોય.

મુંબઈનો વરસાદ એ મુંબઈની ફાસ્ટ લાઈફ જેવો છે. જેટલો એ ફાસ્ટ છે તેટલો એ નિરંતર પણ છે. મુંબઈની બહાર જ્યારે એ ધોધમાર વરસાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળીએ ત્યારે વરસાદનું આ સ્વરૂપ પણ પ્રકૃતિની નજીક લઈ જાય. બેહદતા એ ત્યાંના વરસાદનો મિજાજ છે.

શ્યામલી અને એનો પરિવાર આજે રિયાને ત્યાં જ રોકાવાનો હોય છે. ભાડેથી રૂમ મળી ગયો હતો પણ સાફસફાઈ બાકી હોવાથી આજે રિયાને ત્યાં જ રહેવાના હતા. એ જ સોસાયટીમાં રિયાના ઘરની બાજુમાં જ ઘર મળી ગયું હતું. રિયા અને શ્યામલી બંન્ને એકબીજાને મળીને ખૂબ ખુશ થાય છે. બંન્ને પરિવારો મળીને ખૂબ ખુશ થાય છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama