Sandhya Chaudhari

Drama Romance

3  

Sandhya Chaudhari

Drama Romance

ધરબાયેલી સંવેદના - ભાગ ૮

ધરબાયેલી સંવેદના - ભાગ ૮

5 mins
698


જમીને મેઘા બાલ્કનીમાં બેઠી હોય છે. પૃથ્વી આવે છે બાલ્કનીમાં.

મેઘા:- "ક્યારે મળાવીશ તારી ગર્લફ્રેન્ડને? ક્યારની રાહ જોઉં છું."

પૃથ્વી બાલ્કનીમાંથી મેઘાની બાલ્કનીમાં આવતો હોય છે કે મેઘા કહે છે "પૃથ્વી શું કરે છે? આ રીતે ન આવ. વેઇટ, હું તારા ઘરે આવું છું."

મેઘા પૃથ્વીના ઘરે આવે છે. 

મેઘા:- "ઘરમાં કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા?"

પૃથ્વી:- "બધા પાર્ટીમાં ગયા છે. તું ચાલ મારા રૂમમાં."

મેઘા:- "રૂમમાં નહિ આપણે તો તારી ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે."

પૃથ્વી:- "અરે યાર પહેલા તું રૂમમાં તો આવ."

બંન્ને રૂમમાં જાય છે. પૃથ્વી કબાટમાંથી ચોલી, લહેગો અને દુપટ્ટો મેઘાને આપે છે.

મેઘા:- "વાઓવ પૃથ્વી શું ડીઝાઈન છે. ખૂબ સરસ ડ્રેસ છે. તારી ગર્લફ્રેન્ડ માટે છે?"

પૃથ્વી:- "જા આ ડ્રેસ પહેરીને આવ."

મેઘા:- "હું પહેરીને આવું? પણ કેમ?"

પૃથ્વી:- "તું સવાલ બહુ પૂછે છે યાર. એકવાર તું પહેરીને તો આવ."

મેઘા:- "ઓકે."


મેઘા બાથરૂમમાં જઈ ડ્રેસ પહેરે છે. બહાર આવે છે તો પૃથ્વી મેઘાને જોતો જ રહી જાય છે. 

મેઘા પૃથ્વીની નજીક જઈ પૃથ્વીને હલાવે છે અને કહે છે "ક્યાં ખોવાઈ ગયો?" ત્યારે પૃથ્વીને ખ્યાલ આવે છે કે મેઘાને જોવામાં જ કેટલો ખોવાઈ ગયો હતો. પૃથ્વી મેઘાને અરીસા સામે ઉભી રખાડે છે અને પોતે મેઘાની પાછળ ઉભો રહે છે.

મેઘા પૃથ્વી બાજુ જોઈને કહે છે "વોટ, આ બધું મને પહેરાવીને શું કરે છે? પહેલા આપણે તારી ગર્લફ્રેન્ડને મળવા જઈએ."

પૃથ્વી:- "મારી ગર્લફ્રેન્ડને મળવા ક્યાંય જવાની જરૂર નથી. એ અહીં જ છે. આ રૂમમાં."

મેઘા આજુબાજુ જોઈ કહે છે "અહીં તો નથી પછી એને ક્યા સંતાડી રાખી છે?" 

પૃથ્વી મેઘાને અરીસામાં બતાવતા કહે છે

 "આ રહી મારી ડ્રીમગર્લ. કેટલી સુંદર છે. બિલકુલ એવી જ છે જેવી મારા સ્વપ્નમાં આવતી હતી." 


મેઘા તો પોતાને અરીસામાં જોઈ ચકિત જ થઈ ગઈ કે પૃથ્વીની ડ્રીમગર્લ હું છું..!!

મેઘા અરીસામાં જોઈ જ રહી. પૃથ્વી પણ અરીસામાં મેઘાને જોઈ રહ્યો. 


પૃથ્વીની નજર મેઘાની નાભિ પર જાય છે. મેઘાના પેટ પરથી પૃથ્વીનો હાથ પસાર થાય છે. 

પૃથ્વીના હાથનો સ્પર્શ થતા જ મેઘાના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે.

મેઘાનું દિલ જોરજોરથી ધડકવા લાગે છે. 

થોડી મિનિટોમાં બંને વચ્ચે ચૂપકીદી છવાઈ જાય છે. મેઘા ત્યાંથી નીકળી જાય છે.


મેઘાને ઊંઘ નહોતી આવતી.

લાગતું હતું કે બની ગયા અમે પથ્થર 

થયો એમનો સ્પર્શ

ત્યાં જ ખળભળ્યું અંતર ..

પૃથ્વીના પ્રેમનો એક નરમ સ્પર્શ મેઘાના વિખરાઈ ગયેલા વ્યક્તિત્વને ફરીથી જોડી રહ્યો હતો.


પૃથ્વી વિશે વિચાર કરતી રહી અને પૃથ્વી વિશે વિચાર કરતા કરતા જ ઊંઘી ગઈ. સવારે જોગિંગ માટે મેઘાની રાહ જોતો પૃથ્વી ઉભો હતો. એટલામાં જ મેઘા આવી.

પૃથ્વી:- "ગુડ મોર્નિંગ."

મેઘા:- "ગુડ મોર્નિંગ"

બંને જોગિંગ માટે નીકળ્યા. મેઘા આખા રસ્તે કંઈ ન બોલી. પૃથ્વીથી રહેવાયું નહિ. 

પૃથ્વી:- "કમ ઓન મેઘા કંઈ તો બોલ. આ રીતે તું ચૂપચાપ કેમ છે?"

મેઘા:- "શું બોલું? તે બોલવા જેવું કંઈ રાખ્યું છે?"

પૃથ્વી:- "ચકુ હું તને પ્રેમ કરું છું, તને ચાહું છું, તું જ તો મારી ડ્રીમગર્લ છે."

મેઘા:- "પૃથ્વી પ્લીઝ આ પ્રેમના ચક્કરમાં ન પડ. રોહન પણ મારો ડ્રીમબોય હતો. શું થયું? આખરે મને છોડીને જતો જ રહ્યો ને..!! કદાચ એવું પણ બને કે હું પણ તને છોડીને જતું રહું."

પૃથ્વી:- "રોહન તને છોડીને જતો રહ્યો એનો મતલબ એમ બિલકુલ નથી કે તું મને છોડીને જતી રહે. તું મને છોડીને ક્યારેય નહિ જાય આવો મને વિશ્વાસ છે."


મેઘા:- "સોરી, પૃથ્વી હવે મને આ પ્રેમ, વિશ્વાસ જેવા ખોખલાઈ ગયેલા શબ્દો ઈરીટેડ કરે છે.એવું લાગે છે કે પ્રેમ અને વિશ્વાસ જેવા શબ્દો એ બહુ મોટો ભ્રમ છે. પ્લીઝ પૃથ્વી તું આમાં ન પડ. અંતે આ બે જ શબ્દો તને દુઃખી કરશે. એટલે બેટર છે કે આ પ્રેમ બેમ બધું ભૂલી જા તો જ ખુશ રહીશ. અને હા આપણે ફ્રેન્ડ હંમેશા રહીશું ઓકે?"


પૃથ્વી:- "એમની સાથે ફ્રેન્ડ બનીને રહેવું બહું અઘરું છે જેમને તમે દિલથી પ્રેમ કરતા હોય."


મેઘા:- "ઈશ્ક સાંભળતાં જ હસી પડું છું

શાણપણ આ આવ્યું છે ઈશ્કમાં રડ્યા બાદ..."


પૃથ્વી:- "ઑ પ્લીઝ આ બધું મને ન સમજાવ. હું ભૂલી જાવ કે તું મારી ડ્રીમગર્લ છે. કેવી રીતે?

અને શું કહ્યું તે કે આપણે ફ્રેન્ડ રહીશું. પણ કેવી રીતે? હવે મારે માત્ર તારો ફ્રેન્ડ બનીને નથી રહેવું સમજી?"


મેઘા:- "પૃથ્વી તું એકવાર વિચારી તો જો."

પૃથ્વી:- "એમાં વિચારવા જેવું શું છે. હા તારે જેટલો સમય લેવો હોય તેટલો વિચારવા માટે લે. પૂછ તારા મનને. તું પણ મને જ ચાહે છે." 

મેઘા:- "તને અત્યારે સમજાવવું મુશ્કેલ છે. શાંતિથી વિચારજે."

પૃથ્વી:- મારે સમજવું પણ નથી. મેઘા પ્રેમ એક અહેસાસ છે જેને આત્માથી મહેસુસ કરી શકાય છે...આ પ્રેમ અનાદિ અનંત ઈશ્વર જેવો છે...જે સૃષ્ટિના કણકણમાં હાજર છે...પ્રેમ જે આપણા સંપૂર્ણ જીવનને વિભિન્ન રૂપોમાં સામે લાવે છે...અને એ અહેસાસ અપાવે છે કે જીંદગી કેટલી સુંદર છે..."

પૃથ્વી ઘણીવાર મેઘાને જોઈ રહેતો. એક રાતે જમીને મેઘા બાલ્કનીમાં હીંચકા પર બેઠી હતી. પૃથ્વી મેઘાને જોઈ રહ્યો હતો.


પૃથ્વી:- "મારે તને મળવું છે."

મેઘા:- "મને મળવાની શું જરૂર છે. હું તો અહીં જ છું. બોલ શું કહેવું છે?"

પૃથ્વી:- "અરે આમ નહિ."

મેઘા:- "આમ નહિ તો કેમ?"

પૃથ્વી:- "મારે તને એકલામાં મળવું છે."

મેઘા:- "પૃથ્વી મેં તને સમજાવ્યું હતું ને કે મને હવે કોઈની સાથે પ્રેમ નહિ થાય. પ્લીઝ પૃથ્વી મારે તારી સાથે મિત્ર બની રહેવું છે. આ પ્રેમના ચક્કરમાં હું રોહનને ખોઈ બેઠી. હવે એક સાચા મિત્રને ખોવા નથી માંગતી." 

પૃથ્વી:- "એનો મતલબ એમ કે તું ડરે છે."

મેઘા:- "હું વળી શું કામ ડરવાની."

પૃથ્વી:- "ડર છે કે ક્યાંક આદત ન બની જાઉં હું તારી, બસ એટલે જ તે મારાથી દૂર દૂર રહેવાનું ચાલુ કર્યું છે...તું ડરે છે. એટલા માટે કે તું ફરી પ્રેમમાં ન પડી જાય. ફરી તારું હ્દય ન તૂટી જાય. તું મને ખોવા નથી માંગતી એનો અર્થ એમ કે તને ડર છે કે હું પણ તને રોહનની જેમ છોડીને જતો રહીશ. પણ હું તને ક્યારેય છોડીને નહિ જાવ. મારા પર વિશ્વાસ કર.


મારો પ્રેમ એટલો સૂકો નથી કે પવન આવતાની સાથે જ ઊડી જાય. એ તો એક અઢળક વરસતી વાદળી જેવો છે. આતમથી ભીંજાયેલો......જેના માટે સૂર્યનો તાપ પણ આછો પડે.

હું તારી જીંદગીમાં ઝાકળ બનીને ઊડી જવા માટે નહોતો આવ્યો...હું તો તને પ્રેમસાગરથી ભીંજવવા આવ્યો છું.

મને ખબર છે તું કશું જ નહી બોલે...પણ મને તારું મૌન સંભળાય પણ છે અને સમજાય પણ છે....કારણકે હું જાણું છું...તું ખુદથીય વધું ચાહે છે મને...તારી જીંદગીથીય વધું પ્રેમ કરે છે મને...

બસ, સમયનાં એક ખેલમાં અટવાઈ ગયા છીએ આપણે..

તું કહે છે ને કે હું ખુશ રહું....મારી જીંદગીમાં આગળ વધું....થોડો સ્વાર્થી થાવ ખુદ માટે..........પણ ગાંડી !!! પ્રેમ ક્યારેય સ્વાર્થી થોડો થઈ શકે....એ તો જેનાથી થાય એને જ ચાહે....અને મને બસ તારી સાથે જ પ્રેમ થયો છે......ને મારો પ્રેમ એટલે 'તું'.


મેઘા:- "વૉટ રબીશ...એવું કંઈ જ નથી. અને આ જે તે લાઈન સંભળાવી ને એ વાંચવામાં કે સાંભળવામાં સારું લાગે પૃથ્વી. હકીકતમાં આવું કશું જ ન હોય. જીંદગીમાં પ્રેક્ટીકલ થવું પડે."

પૃથ્વી:- "એકવાર તો મળીયે...પ્લીઝ..."

મેઘા:- "તું જેટલી વાર મળવા બોલાવીશ એટલી વાર મળવા આવીશ. હું તો માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે હકીકતની દુનિયા અને સપનાની દુનિયા અલગ હોય છે. અને મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે પ્લીઝ બોલવાની જરૂર નથી. ઓકે ચાલ ક્યાં મળવું છે?"

પૃથ્વી:- "કશે બહાર લંચ કરીએ કે પછી ડીનર?"

મેઘા:- "ડીનર કરીએ."

પૃથ્વી:- "કાલે તૈયાર રહેજે."

મેઘા:- "ઓકે. હવે મને બહુ ઊંઘ આવે છે. ગુડ નાઈટ"

પૃથ્વી:- "ગુડ નાઈટ ડિયર"


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama