STORYMIRROR

Sandhya Chaudhari

Drama Romance

3  

Sandhya Chaudhari

Drama Romance

ધરબાયેલી સંવેદના - ભાગ ૯

ધરબાયેલી સંવેદના - ભાગ ૯

6 mins
676


બીજા દિવસની સાંજે મેઘા તૈયાર થઈ રહી હતી. શોર્ટ ટીશર્ટ અને જીન્સ પહેર્યો હતો. મેઘાના રૂમમાં પૃથ્વી આવે છે. 

  મેઘા અરીસાની સામે ઉભી હતી. પૃથ્વી એની એકદમ નજીક આવીને પાછળ ઉભો રહ્યો. બંનેની અરીસામાં નજર ટકરાય છે. પૃથ્વી અરીસામાંથી મેઘાની નાભિ પર પડે છે. પૃથ્વીએ મેઘાના પેટ પર હાથ ફેરવ્યો. 

મેઘા:- "તું આવી રીતે મને સ્પર્શ ન કરી શકે."

પૃથ્વી:- "હું સ્પર્શ કરું તે તને નથી ગમતું?"

મેઘા:- "નથી ગમતું."

પૃથ્વી:- "ઑહ રિયલી મેઘા..!! જો તને ન ગમતું હોત ને તો તું મને એક થપ્પડ મારી દેત. યાદ છે તને પાર્ટીમાં એક છોકરાએ તારો હાથ પકડ્યો હતો તો તે એને થપ્પડ મારી દીધી હતી. હું તને સ્પર્શું એ તને ન ગમતે તો તું મને થપ્પડ મારતા પણ અચકાતે નહિ. બહુ સારી રીતે જાણું છું તને. હું તને જોઉં, તને સ્પર્શ કરું, તને પ્રેમ કરું એ તને ગમે છે. પણ તું કહેતી નથી."


મેઘા તો વિચારમાં પડી ગઈ કે મારા મનની દરેક વાત કેવી રીતના જાણી જાય છે.

મેઘા:- "જો પૃથ્વી તું સમજે છે એવું કશું નથી."

પૃથ્વી:- "તો મારી આંખોમાં આંખો પરોવીને બોલ કે હું તારી નજીક આવું, તને સ્પર્શ કરું તો તારા હ્દયની ધડકન નથી વધી જતી?"

  પૃથ્વીએ મેઘાને પોતાની તરફ ફેરવી. મેઘાની કમર પર હાથ રાખી હળવા ઝટકા સાથે પોતાની બહોમાં સમાવી લીધી. મેઘાને પણ પૃથ્વીની બાહોમાં સમાવવાની અધીરાઈ હતી.


મેઘા પૃથ્વીને જોઈ રહી. પૃથ્વી મેઘાની આંખોમાં જોય રહ્યો. પૃથ્વીની નજર મેઘાના હોઠ પર પડે છે. મેઘાની પાંપણ આપોઆપ બીડાય જાય છે. પૃથ્વીએ પોતાના હોઠને મેઘાના હોઠ પર મૂકી દીધા. થોડીવાર સુધી પૃથ્વી મેઘાને કિસ કરતો રહ્યો. પછી મેઘા પૃથ્વીથી અળગી થતા બોલી "પૃથ્વી ડીનર માટે મોડું થાય છે."

પૃથ્વી:- "પહેલાં મારા સવાલનો જવાબ તો આપ."

મેઘા:- "પ્લીઝ પૃથ્વી મારે આ સમયે એવી કોઈ વાત નથી કરવી અને તારા આ સવાલનો કોઈ જવાબ મારી પાસે નથી."


   પૃથ્વીને ખ્યાલ તો હતો જ કે મેઘા પણ એને ચાહે છે. મેઘાએ પોતાના સવાલનો જવાબ ન આપ્યો એટલે પૃથ્વીને વધારે ખાતરી થઈ ગઈ કે મેઘા પોતાને ચાહે જ છે. પણ એવું તો એના મનમાં શું છે કે એ મને કહેતી નથી. કોઈક વાત તો જરૂર છે એના મનમાં. મારાથી કંઈક તો છૂપાવે છે. નહિ તો એને ક્યાં લખવાની આદત હતી. રોહન જ્યારથી એને છોડીને જતો રહ્યો છે ત્યારથી પોતાની વેદનાને શબ્દો રૂપી ડાયરીમાં લખે છે. 


  બંન્ને ડીનર માટે બહાર ગયા. પૃથ્વીએ ડીનર માટે પહેલેથી જ ઓર્ડર આપ્યો હતો. ટેબલને મીણબત્તી અને ગુલાબોથી સજાવેલું હતું. બહાર ખુલ્લી હવામાં પૃથ્વી અને મેઘા ટેબલ પર બેઠા હતા. મેઘા તો સજાવટને જોઈ ખૂબ ખુશ થઈ અને કહ્યું "વાવ પૃથ્વી કેટલું સરસ બધુ કર્યું છે."

ડીનર કરીને બંન્ને દરિયાકિનારે બેઠા હતા. મેઘા થાકી તો ગઈ હતી. પણ એને દરિયાકિનારે હજુ બેસવું હતું. થોડીવાર પછી મેઘાએ પૃથ્વીના ખભા પર માથું ટેકવી દીધું.

મેઘા:- "શું વિચારે છે?"

પૃથ્વી:- "મેઘા તને ખબર છે ડિપ્રેશનનું એક કારણ દિલમાં ધરબાયેલી વાતો છે. દિલમાં જમા થયેલા બારૂદનો વિસ્ફોટ થાય એ પહેલાં હળવા થઈ જવું જોઈએ. જીવનમાં સૌથી વધુ લાગ્યા કરતો ભાર એ છે કે તમારા અંદર ભરી રાખેલ એવી વાતો કે જે તમે કોઈને પણ કહી નથી શકતા અને સહી પણ નથી શકતા."

મેઘા:- જેમ જેમ સમજણ વધતી જાય છે ને પૃથ્વી તેમ તેમ જીવનમાં મૌનનો મહિમા પણ વધતો જાય છે. 

પૃથ્વી:- "ક્યાં સુધી ચૂપચાપ સહન કરતી રહીશ. ક્યારેક ને ક્યારેક તો ભીતર ધરબી રાખેલી લાગણીઓ બહાર આવશે જ ને. કોમળ અને નાજુક હ્દયમાં ક્યાં સુધી લાગણીઓને સંઘરી રાખશે. તારી લાગણીઓને ડાયરીમાં લખે છે એનો વાંધો નહિ પણ તું મને તો કહી જ શકે ને..!! એવી તે કંઈ વાત છે જે મને કહી શકતી નથી ને મને તો તે તારી ડાયરી વાંચવા પણ ના પાડી છે. હું છું તો તને ડાયરીમાં લખવાની કેમ જરૂર પડી. તું કોઈપણ વાત હોય તું મને કહી શકે છે."


મેઘા:- "બસ યુહી લીખતે હૈ વજાહ ક્યાં હોગી !! રાહત જરા સી .."


પૃથ્વી:- "ડુ યુ લવ મી?"


મેઘા:- "આઈ ડોન્ટ નો ...."

>


મેઘા આટલું કહી થોડીવાર મૌન રહે છે.

પૃથ્વી:- "કેમ ધડકનોનું વધવું સુકૂન આપે છે..?

કેમ તારા મૌનને પણ હું સમજી શકું છું?

દૂર રહે છે તો પણ તારાથી અલગ થવાનો ખ્યાલ ઉદાસ કરે છે? મારા માટે આ સવાલોના જવાબ મહત્વના નથી. તું છે એટલે જ આ સવાલ છે એ મહત્વનું છે...ઇટ્સ ઓકે...તું મને પ્રેમ કરે કે ન કરે હું તને ચાહું છું....અને હંમેશા ચાહતો રહીશ..."


મેઘા:- "પૃથ્વી મને લાગે છે હવે મારી જીંદગીમાં કંઈ બચ્યું નથી."

પૃથ્વી:- "જ્યારે આપણે કોઈપણ Sentence વાક્ય લખીએ છીએ ત્યારે એની પાછળ ફૂલ સ્ટોપ્સ ... પૂર્ણવિરામ મૂકીએ છીએ,

પણ ત્યાં એનો એન્ડ અંત નથી હોતો કમકે એની પાછળથી જ નવું વાક્ય ચાલુ થાય છે...બસ એના જેવું જ આપણી જીંદગીનું પણ છે. માણસ એકવાર ફેલ થાય એટલે એ વસ્તુ છોડી દે છે પણ એ ભૂલી જાય છે કે ફેલ થયા વગર સક્સેસ કદી ના મળે. જરૂરી નથી કે જીંદગીમાં બધે સારી વ્યક્તિઓ જ મળતી હોય છે...પરંતુ એ સત્ય છે કે ખોટી વ્યક્તિ સાથે જોડાયા બાદ જ જીવનને એક સાચી દિશા મળતી હોય છે."


તું જળ નહીં તરસ શોધ,

ખુશીનુ બહાનું એક સરસ શોધ...


તું પ્રેમ નહીં વિશ્વાસ શોધ,

બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ...


તું પ્રકાશ નહીં સવાર શોધ,

નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ...


તું શબ્દો નહીં ઊંડાણ શોધ,

આંખોથી વાંચે ને હ્દયે ઉતરે એ ઢળાણ શોધ...


મેઘા પૃથ્વીના ખભા પર માથું ટેકવી ક્યારે ઊંઘી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. થોડીવાર રહી મેઘા ઉઠી. 

પૃથ્વી:- "ચાલ જઈએ ઘરે?"

બંન્ને કારમાં બેસે છે. ઘર આવતા કારમાંથી નીચે ઉતરી મેઘા પૃથ્વીને હગ કરે છે. પૃથ્વી પણ મેઘાને ટાઈટ હગ કરે છે. 


જ્યારે બધી બાજુથી મન

હતાશાથી ભરાઈ ગયું હોય ત્યારે,,,

કોઈના તરફથી મળતું 

લાગણીનું એક ટીપું પણ

તેના તરફ ખેંચી જાય છે.


મેઘા વિચારી રહી કે નાની-મોટી બાબતમાં હું હંમેશા પૃથ્વી પર આધાર રાખું છું અને એણે મને દરેક પ્રોબ્લેમમાં સાથ આપ્યો છે.

જે પોતાના હોય છે, એ બસ પોતાના જ હોય છે...સમય કેવો પણ આવે એ હંમેશા સાથ નિભાવે જ છે...જીંદગીના ગમે તેવા વળાંક પર એ ક્યારેય સાથ નથી છોડતા, હંમેશા આપણી સાથે જ રહે છે...કેમ કે એ આપણા પોતાના છે.


પૃથ્વી તરફથી મળેલો પ્રેમ અને લાગણીથી મેઘા ધીરે ધીરે પૃથ્વી તરફ ખેંચાતી જતી હતી. પૃથ્વીનો સાથ એને ગમવા લાગ્યો હતો.

પૃથ્વી જે રીતે મેઘાની કાળજી રાખતો તે રીતે તો રોહને પણ કાળજી નહોતી રાખી. પૃથ્વીના સ્પર્શમાં કંઈક તો હતું. પૃથ્વી મેઘાને સ્પર્શ કરે તે મેઘાને ગમતું. ધીમે ધીમે મેઘાને પૃથ્વીના પ્રેમની ટેવ પડી ગઈ. 

મેઘા અને પૃથ્વી રોજ સાંજે બાલ્કનીમાં મળતા રહેતા. મેઘા માટે હવે જીંદગી એટલે...દરિયાના મોજા, પવનની લહેરખીઓ સાથેની સુંદર સાંજ અને પૃથ્વીનો સાથ.  

પૃથ્વીના સ્પર્શમાં પૃથ્વીના મનની લાગણીઓ, પ્રેમનો ભાવ સ્પષ્ટ રીતે મેઘાને વર્તાઈ આવતો. પૃથ્વી મેઘાને ટાઈટ હગ કરતો તે ગમતું. મેઘાને આ બધાની ટેવ પડતી જતી હતી. 


મેઘાએ ડાયરીમાં પૃથ્વી વિશે લખ્યું...

આમ તો એની સાથે જીંદગી ચાલતી હતી. પણ, મેં એ જીંદગી ને ક્યારેય ખોલીને નહોતી જોઈ કે ખરેખર એ જીંદગી- જીંદગી છે કે એક સડાની શરૂઆત....ખબર પડી ત્યાં એ કોહવાઈ ગઈ'તી...અને એક લાંબા સમય પર અટકી ગઈ'તી જીંદગી...

પછી તું આવ્યો મારી જીંદગીમાં ને મારી જીંદગીમાં એક સુગંધ ભળી તારી... 

તે મને પ્રેમ કરતા શીખવ્યું, પ્રેમ જતાવતા શીખવ્યું અને પ્રેમ ને નીભાવતા પણ તે જ શીખવ્યું..

તારી સાથે મારી જીંદગી કેવી રીતે ખુલી ગઈ ખબર જ ના પડી!! મારી જીંદગી ખુલીને ખીલી છે તારી સાથે.

તારી સાથે મારી એ ખુલેલી જીંદગીને મેં જોઈ , સમજી ..પણ, તને એક વાત કહું ; મારે તો એ જીંદગીને જીવવી છે "તારી સાથે"........બસ આટલું જ.

અમુક સંબંધો એવી રીતે સુકાયા હોય છે કે જેના પર માત્ર સ્નેહનો થોડોકેય છંટકાવ થાય તો ફરીથી સજીવન થઈ જાય.


ક્રમશઃ



Rate this content
Log in

Similar gujarati story from Drama