Sandhya Chaudhari

Romance

3.0  

Sandhya Chaudhari

Romance

પ્રિતની તરસ - ભાગ ૩

પ્રિતની તરસ - ભાગ ૩

4 mins
240


બીજા દિવસે રિયા અને શ્યામલી સ્કૂલમાં એડમિશન લેવા જાય છે. રિયા તો આજ સ્કૂલમાં પહેલેથી જ ભણતી હતી. શ્યામલી માટે આ સ્કૂલ નવી હતી. સ્કૂલમાં રિયા અને શ્યામલી પ્રવેશ કરે છે. એડમિશન લઈ લે છે. બીજા માળે છેલ્લા રૂમમાં બહુ ભીડ હોય છે. એ ભીડ જોઈ શ્યામલી કહે છે "આ રૂમમાં કેમ આટલી ભીડ છે ?" 

રિયા:- "સમીર અને એનું ગૃપ ડાન્સ કરે છે. લોકોનું કહેવું છે કે એ ગૃપ ખૂબ સરસ ડાન્સ કરે છે. અને આમ પણ સમીર પાછળ ઘણી છોકરીઓ ફિદા છે એટલે તો ભીડ રહેવાની જ."

શ્યામલી:- "ઓકે લોકોનું કહેવું છે કે એ ગૃપ ખૂબ સરસ ડાન્સ કરે છે. મતલબ એમ કે તારી નજરમાં સમીર અને સમીરના ગૃપનો ડાન્સ બેસ્ટ નથી એમ !"

રિયા:- "સમીર અને એમનું ગૃપ મને બહુ અભિમાની લાગે છે. જ્યારે જોવ ત્યારે Attitude આપે છે."

શ્યામલી:- " Attitudeની વાત જવા દે. ચાલને આપણે પણ એ લોકોનો ડાન્સ જોવા જઈએ."

રિયા:- "મારે નથી આવવું."

"અરે યાર ચાલને." એમ કહી શ્યામલી રિયાનો હાથ પકડી લઈ ગઈ.

જુદા જુદા સોંગ પર પર સમીર અને એનું ગૃપ ડાન્સ કરી રહ્યા હતા. શ્યામલી અને રિયા ભીડમાંથી ગમે તેમ કરીને થોડા આગળ ગયા. સૌથી પહેલાં સમીર ડાન્સ કરી રહ્યો હતો અને બીજા સમીરની પાછળ ડાન્સ કરી રહ્યા હતા.

શ્યામલી તો સમીરને જોવામાં જ મુગ્ધ બની ગઈ. ટોલ અને હેન્ડસમ સમીર શ્યામલીને આકર્ષિત કરી ગયો. સહેજ લાંબા કાળા અને સિલ્કી વાળ,એક કાનમાં કડી પહેરી હતી. આઈબ્રો પર પણ ફેશનેબલ કડી હતી. શ્યામલી સમીરનો ચહેરો સરખી રીતે જોવાની કોશિશ કરતી. પણ ડાન્સ કરતી વખતે સમીરની આંખ પર વારંવાર વાળ આવી જતા.

"શ્યામલી જોઈ લીધું ને ચાલ હવે. હજુ તો બજારમાંથી સામાન લેવાનો છે. મોડું થાય છે." એમ કહી રિયા શ્યામલીને ત્યાંથી ખેંચી લઈ જાય છે.

શ્યામલી:- "સરખી રીતના જોવા પણ ન દીધો. શું ડાન્સ કરતો હતો યાર..! હું તો એને જોતી જ રહી ગઈ..!"

રિયા:- "હા ખબર છે કે તું એને જોતી જ રહી ગઈ. સમીરની પાછળ તો એવી ઘણી છોકરીઓ ફિદા છે પણ સમીર કોઈને ભાવ પણ નથી આપતો."

શ્યામલી:- "ઓહ..! તો એ હેન્ડસમનું નામ સમીર છે."

રિયા:- "નામ તો સમીર પણ બધા એને સેમી કહીને બોલાવે છે."

શ્યામલી:- "બીજું કંઈ જણાવને સેમી વિશે."

રિયા:- "લાગે છે કે તને સમીર સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે."

શ્યામલી:- "ના રે એવું કંઈ જ નથી. તને ખબર છે ને કે મને ડાન્સ બહુ ગમે છે એટલે તો હું એના ડાન્સને જોઈ રહી હતી."

સમીર અને એનું ગૃપ ડાન્સ કરીને બેઠાં. તાન્યા સમીર પાસે આવે છે અને કહે છે "હેય સેમી આજે સાંજે શું કરે છે ?"

સમીર:- "આજે સાંજે હું રિષભ સાથે બહાર જવાનો છું. કેમ રિષભ આજે આપણે જવાનું છે ને ?"

''અરે ક્યાં જવાનું છે ?" રિષભે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"કેમ રિષભ તું ભૂલી ગયો? રિષભ તું યાદ કર. સમજ રિષભ. જરા સમજ." સમીરે રિષભ સામે જોઈને કહ્યું.

રિષભ:- "અરે હા યાદ આવ્યું. એક જગ્યાએ જવાનું છે."

તાન્યા:- "ઓકે ગાયસ ચાલો. કેન્ટીનમાં જઈ કંઈ ખાઈએ."

સલોની:- "હા યાર ચાલો. બહુ ભૂખ લાગી છે."

નિખિલ:- "તમે જાવ. અમે આવીએ છીએ. ત્યાં સુધી ઓર્ડર આપી દેજો."

સલોની:- "ઓકે જલ્દી આવજો."

સલોની અને તાન્યા રૂમમાંથી નીકળ્યા કે તરત જ સમીરે રિષભને માથામાં ટપલી મારતા કહ્યું "અલ્યા ડફોળ તને ખબર છે કે હું તાન્યા સાથે ક્યાંય જવા માંગતો નથી. પછી તું અજાણ્યો બની પાછો પૂછે છે કે ક્યાં જવાનું છે? આટઆટલું તો તને સમજાવ્યું છે."

નિખિલ:- "સમીર તને શું પ્રોમ્લેમ છે તાન્યા સાથે જવામાં. એના મનમાં તારા પ્રત્યે લાગણી કે પ્રેમ છે."

સમીર:- "હા નિખિલ હું જાણું છું કે એના મનમાં મારા પ્રત્યે પ્રેમ છે. પણ હું એને માત્ર એક દોસ્ત માનું છું. હું એને જુઠી આશા નથી આપવા માંગતો. મને કોઈની લાગણી સાથે રમવું નથી ગમતું. એ કોઈપણ મુશ્કેલીમાં હશે તો હું એને મદદ કરવા માટે તૈયાર જ છું પણ હું એને પ્રેમ નથી કરતો."

રિષભ:- "તાન્યા સુંદર અને બુધ્ધિમાન,ચબરાક છે. એની પાછળ તો ઘણાં ફિદા છે અને એ તારી પાછળ ફિદા છે. આટલી સુંદર છોકરી સાથે તને પ્રેમ નથી થયો. મને તો નવાઈ લાગે છે..!!

સમીર:- "હું જાણુ છુ)કે આ ફિલ્મી લાઈન છે. પણ મારા દોસ્ત ! પ્રેમ થતો નથી પણ પ્રેમ તો આપોઆપ થઈ જાય છે, સમજ્યો ?"

રિષભ:- "હા તારી વાત સાચી. તો પણ તે તારી ડ્રીમગર્લ વિશે તો વિચાર્યું હશે ને કે એ કેવી હશે ?"

નિખિલ:- "હા યાર મારે પણ જાણવું છે તારી ડ્રીમગર્લ કેવી હશે ?"

સમીર:- "એ છોકરી ભોળી, નિખાલસ અને શર્મિલી હશે અને એવી જ ભોળી અદાઓ, માસૂમ ચહેરો, ઝૂકેલી નજરો એની મોહક સાદગી એના આકર્ષક રૂપનો પર્યાય હશે. અને એનુ મીઠું હાસ્ય જ એના ચહેરાનો સાચો શણગાર હશે. ખબર નહિ એ છોકરી ક્યાં હશે ? શું કરતી હશે ? શું ખબર કે એ મારી રાહ જોતી ક્યાંક બેઠી હશે ?"

શ્યામલી હંમેશની જેમ પોતાની ટેવ મુજબ જમીને ડાયરી લખે છે.

"જોયા એમને ને ઉડી ગયું ચેન,

તરસે છે જોવા હવે એમને મારા નૈન

પણ દિલ ની આ વાત હવે,

કહેવી એમને કેમ ?"

બસ એક વખત પ્રેમની અનુભૂતિ થઇ જાય પછી તો સ્વર્ગ હાથવેંત જ છેટું લાગે. બસ એનાજ વિચારો એના જ ખ્યાલો અને એની સાથે જ વાત કરવાની અને મળવાની ચાહના. શ્યામલીના મનમાં પણ સમીર માટે કંઈક આવી જ લાગણી અંકુરિત થઈ રહી હતી.

આમ શ્યામલી એટલે રણમાં ખીલેલું ગુલાબ અને સમીર એટલે સમુદ્રમાં પાણી માટે તરસી રહેલ રણ.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance