Sandhya Chaudhari

Drama Romance

3  

Sandhya Chaudhari

Drama Romance

પ્યાર ઇમ્પોસીબલ - ભાગ-૧

પ્યાર ઇમ્પોસીબલ - ભાગ-૧

2 mins
14.2K


એક હળવી વરસાદી સાંજનો મંદ મંદ લહેરાતો પવન અને તેનાથી પ્રસારિત થયેલી માટીની આહલાદક સુગંધયુક્ત લહેરાતો પવન વાતાવરણને માદક બનાવી રહ્યો હતો.

સમી સાંજનો ઢળતો સૂરજ અને હળવા વરસાદની ભીની માટીની ફોરમ વાતાવરણને વધુ સુંદર બનાવતી હતી. ક્યાંક દૂરથી મંદિરનો ઘંટારવ અને આરતી સંભળાતી હતી. શામોલી બાલ્કનીમાં હીંચકા પર બેસી વરસાદી સાંજનું સૌદર્ય માણી રહી હતી. આજુબાજુના ઘરોમાંથી રેડીયો કે ટીવીમાં ગીત સંભળાતું હતું..

..યે મોસમ કી બારીશ,

યે બારીશ કા પાની,

યે પાની કી બૂંદે,

તુઝે હી તો ઢૂંઢે,

યે મિલને કી ખ્વાહિશ,

યે ખ્વાહિશ પુરાની,

હો પૂરી તુઝી સે,

મેરી યે કહાની...

ભોળી અને અલ્લડ સ્વભાવની શામોલીની કહાની પણ એના પ્રિન્સ ચાર્મિગ પર આવીને પૂરી થાય એમ ઈચ્છતી હતી. દરેક યુવતીઓના મનમાં તેનાં સ્વપ્નોનો રાજકુમાર વસતો હોય છે. પણ શામોલીને તેનો રાજકુમાર મળ્યો નહોતો. પ્રિન્સ એની પ્રિન્સેસને ઘોડા પર લેવા આવે તેમ મને પણ આવી રીતે એની સાથે લઈ જાય એવી રંગીન કલ્પનાઓમાં સરી પડતી શામોલી. શામોલીને એના મિ. રાઈટ નો ઈંતજાર હતો. શામોલી એનો ડ્રિમ બોય કેવો હશે? અત્યારે શું કરતો હશે? મને ક્યારે મળશે? એવા વિચારો કર્યા કરતી. ક્યાંક ને ક્યાંક તો હશે ને!

મહેંકી રહી છે સાંજ મારી,

ખુશ્બૂ કોઈ અનેરી લાગે છે..

દુર હો ભલે તું છતાં પણ..

લાગણીથી મારી આસપાસ લાગે છે..

થોડીવાર રહીને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. ધોધમાર વરસતા તોફાની વરસાદને જોઈને શામોલી પ્રકૃતિના તત્ત્વોમાં પણ પ્રેમની કલ્પના કરતી.

ધરાએ પૂછ્યું વરસાદને "આટલાં તોફાની મિજાજમાં કેમ છે તું?"

વરસાદે ખૂબ સુંદર જવાબ આપ્યો "આ વિરહ અને નારાજગીનો ઉકળાટ છે...જે હવે પ્રેમ બનીને વરસે છે."

શામોલી જમીને ઊંઘી જાય છે. શામોલી મીઠી નિંદરમાં મીઠા સપના જોતી હોય છે એટલામાં જ મીરાંબહેન આવે છે અને ધાબળો ખેંચતા કહે છે "શામોલી બહુ ઊંઘી લીધું, હવે ઉઠી જા."

"મમ્મી સૂવા દો. મારે હજી ઊંઘવું છે." એમ કહી ધાબળો ખેંચી લઈ ફરી સૂઈ જાય છે.

મીરાંબહેન:- 'શામોલી ઉઠી જા. હમણાં સ્વરા આવતી જ હશે. ચા નાસ્તો તૈયાર જ છે.'

શામોલી:- 'સ્વરા શું કામ આવવાની અને એ પણ આટલી વહેલી સવારે? હજી તો સાત જ વાગ્યા છે.'

મીરાંબહેન:- 'શામોલી ઘડીયાળમાં જો. નવ વાગી ગયા છે.'

"ઑહ નવ વાગી ગયા. મમ્મી તે મને વહેલી કેમ ન ઉઠાડી? આજે ખબર નહિ કેમ મારાથી મોડું ઉઠાયું." એમ કહી પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ. ઉતાવળે બ્રશ કરી નાહીને ચા નાસ્તો કરી લીધો. સ્વરા આવી અને બંન્ને બહેનપણી સ્કૂલે જવા નીકળ્યા.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama